શિવ સંદેશ
Religious

સફળતાના સચોટ સમીકરણો

12 August 2021
Opening book…

Full text

સફળતાના સચોટ સમીકરણો

બે બોલ

ક્યાંક વાંચેલું, ક્યાંક સાંભળેલું, ક્યાંક જોયેલું, કોઇકના અનુભવો, સ્વાનુભવો, સફળ વ્યક્તિઓના તથા મહાનુભવોના અવતરણો, કથાકારોની આલોચના વિગેરેના સમન્વય દ્વારા સ્વયંસ્ફુરિત વિચારધારાનું આલેખન અત્રે રજુ કરેલ છે. જે  જાતે ઊભા થવા મથતા નવયુવકો, યુવતિઓ, ગૃહસ્થિઓ, ગૃહિણીઓ, નિવૃત્ત જીવન ગાળતા વયસ્કો, વિગેરેનો આત્મવિશ્વાસ વધારી ઉત્સાહિત કરવાનો નમ્ર પ્રયાસ છે. તેઓના સ્વપ્નોને દિશા આપવાનો પ્રયત્ન છે. જેના દ્વારા કોઇની પણ ઝિંદગી સફળ થશે તો મારો પ્રયત્ન સફળ ગણાશે. આશા રાખું છું કે આ પુસ્તકને અનુભવોનો નિચોડ સમજીને તેના દ્વારા વિચારી, સ્વપ્નો જુઓ, લક્ષ્ય નક્કી કરો અને આત્મવિશ્વાસથી અમલ કરશો તો ચોક્કસ જીવનમાં સફળ થશો એવી અભ્યર્થના.

“સફળતા” એ કોઇ એક તબક્કાની પ્રક્રિયા નથી. પરંતું અવિરત- સતત ચાલતી પ્રક્રિયા છે. જે તેની આખરી મંઝીલ સુધી પહોંચતા પહોંચતા વિવિધ તબક્કાઓમાંથી પસાર થાય છે. એનું નિરૂપણ અત્રે કરવામાં આવેલ છે. સફળતાની સીડી ચડવા માટે આખી સીડી દેખાવી જરૂરી નથી.  એક ડગલું “શ્રદ્ધાપૂર્વક” ચડો. આગળનાં ડગલાં-પગથીયાં આપોઆપ સ્પષ્ટ થતા જશે. જેમ જેમ પગથીયાં ચડતા જશો તેમ તેમ ધીમે ધીમે સફળતાનાં શિખર સામે અડગ રહીને આત્મવિશ્વાસથી આગળ વધતા રહેશો તો  સ્વપ્નો સાકાર કરશો. સફળતા મેળવશો.

                                                                                           શિવ ભાટિયા 

સફળતાના સચોટ સમીકરણો

પ્રકરણ ૧

સફળતા કોને ન ગમે ?

આપણે આપણી આસપાસ ઘણી સફળ વ્યક્તિઓને જોતા હોઈએ છીએપોતાની નક્કી કરેલીદિશાઓમાં અને તે પ્રવૃત્તિઓમાં તે વ્યક્તિએ સફળતા હાંસલ કરી હોય છે. વ્યક્તિગત સફળતા મેળવવા કેવીરીતે દિશા નક્કી કરવી અને તે દિશામાં આગળ વધી સફળતા સુધી કેવી રીતે પહોંચવું. એવો દરેકના મગજમાં પ્રશ્ન ઉદભવતો હોય છે. 

જીવનમાં સફળ થવું કોને ન ગમે? આ પ્રશ્ન જ્યારે કોઇને પણ પૂછવામાં આવે તો દરેક વ્યક્તિ પોતે સફળ થવા ઇચ્છે છે તેમ જણાવશે, કારણ કે દરેક વ્યક્તિને સફળ થવું છે. સફળતા દરેક વ્યકિતને ગમે છેકોઈના મોઢે ક્યારેય તમે એમ નહીં સાંભળો કે હું તો નિષ્ફળ જવા આ બધા પ્રયત્નો કરું છું. આપણે બધા સફળ થવા માટે કોઈ રોલ મોડલને આદર્શ માની પ્રયત્નો કરતાં હોઈએ છીએ. મારે એ મુકામ સુધી પહોંચવું છે. એ મહાન માણસે જે કર્યું એટલું મારે કરવું છે. આપણે સફળ થવા માટે સફળ માણસના સિદ્ધાંતોઆદર્શો અને મહેનતને ધ્યાનમાં રાખીએ છીએ અને તેના જેટલી મહેનત કરવા પ્રયત્ન કરીએ છીએ. આમ બધાજ લોકો સફળતા મેળવવા તલપાપડ થતા હોય છે અને તે  માટેના પ્રયત્ન અને પરિશ્રમ પણ મોટાભાગના લોકો કરતા જ હોય છે. આમ છતાં અમુક જ માણસો સફળતા મેળવી શકે છેજયારે બાકીના મોટાભાગના લોકો અસફળ રહે છે. તો આની પાછળનું કારણ શું? દરેક વ્યક્તિ સફળ થાય છે? તો તેનો જવાબ “ના” માં હશે. તો આવું કેમ? દરેક વ્યક્તિ સફળ થવા ઇચ્છે છે છતાં દરેક વ્યક્તિ કેમ સફળ થતો નથી? સફળતાની ચાવી કોની પાસે છે?  આજગતના અબજો માનવીઓ પૈકી  આંગળીના વેઢે ગણી શકાય તેટલા લોકો પોતાના ઉમદા કાર્યો વડે અને સફળ વ્યક્તિત્વથી પોતાનું નામ અમર કરી જાય છે. અરે એમ કહો કે ઇતિહાસ સર્જી જાય છે. આવા લોકો સફળ જીવન જીવી જાય છે તો બાકીના લોકો આવું કેમ નથી કરી શકતા? શા માટે બધા લોકો ઉચ્ચ સ્થાન મેળવી શકતા નથી? આવા સફળ લોકો અને અન્ય સરેરાશ લોકો વચ્ચેના તફાવતનું કારણ શું? શું માત્ર બુદ્ધિથી જ સફળતા મળે? શું માત્ર પૈસાથી જ સફળતા મળે? શું માત્ર પ્રતિભાથી જ સફળતા મળે?

આ બધા પ્રશ્નોનું વિશ્લેષણ કરીએ તો “વિવિધ પરિબળો, વિવિધ સંજોગો, વિવિધ પરિસ્થિતિઓ, વિવિધ પર્યાવરણ તથા બીજા અનેક કારણો હોઇ શકે છે”. તો આપણે આ પરિબળો વિશે જાણીએ. 

સફળતાના સચોટ સમીકરણો

પ્રકરણ  ૨

સફળતાના વિવિધ પરિબળો

સફળતા અને લક્ષ્ય

       સફળતા માટે સૌથી પ્રથમ પગથીયું છે “લક્ષ્ય” નક્કી કરવાનું. તમે જે ક્ષેત્રમાં લક્ષ્ય નક્કી કરો છો તે ક્ષેત્રમા “રસ” હોવો જરૂરી છે. જો રસ વિનાના ક્ષેત્રને લક્ષ્ય તરીકે સ્વીકારશો તો અમુક અંતરે જઇને અટકી જવાશે. અને તેના કારણે અસફળ થવાશે. આમ પોતાને રસ હોય તેવું લક્ષ્ય નક્કી કરી તે લક્ષ્ય પર ફોકસ કરો.અને તે દિશામાં આગળ વધો. આપણે જે કાંઇ કરવા માગીએ છીએ તેની છબીને એકદમ સ્પષ્ટ રીતે મનમાં અંકિત કરો. અને સતત નજર સમક્ષ રાખો. તે કાર્યને નાના નાના વિભાગોમાં વહેંચો. અને ક્રમવાર પૂરા કરો. આવા નાના નાના વિભાગમાં વહેંચી કાર્ય કરવાથી વિવિધ વિભાગોની કાર્યવાહી એક સાથે પૂર્ણ કરી શકાય છે. અને આ રીતે મોટામાં મોટા લક્ષ્યો જલ્દીથી અને સારી રીતે પૂર્ણ કરી શકાય છે. દા.ત. આપણે કૂકર બનાવવાનો પ્રોજેક્ટ નક્કી કરીએ અને  તેને કૂકરનું બોડી, હેંડલ, ઢક્કન, વ્હીસલ, સ્ક્રૂ વિગેરે નાના નાના વિભાગો અલગ અલગ બનાવી તેને એસેમ્બલ કરવાથી એકી સાથે કૂકર તૈયાર થઇ શકે છે     

આપણે લક્ષ્ય નક્કી કરવા માટે ખૂબ જ વિચારતા હોઇએ છીએ. આવા સમયે એક થી વધુ લક્ષ્ય આપણા વિચારોમાં આવતા હોય છે. તેવા સમયે આપણે શું કરવું તે નક્કી કરી શકતા નથી. આવા સમયે આપણે આપણો અંતરાત્માના અવાજને ઓળખવો જોઇએ અને “અંતરાત્માના અવાજ” પ્રમાણે નિર્ણય લેવો જોઇએ. જો એક થી વધુ લક્ષ્ય હોય તો સૌ પ્રથમ તેની “પ્રાથમિકતા” નક્કી કરો..  લક્ષ્ય સ્પષ્ટ કરો. અને પોતાના લક્ષ્ય પર ફોકસ કરો.. લક્ષ્યને વારંવાર ન બદલો. વારંવાર લક્ષ્ય બદલવાથી ગંભીર બની શકાશે નહી. લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરી શકાશે નહીં. એક સાથે એક જ લક્ષ્ય કેન્દ્રિત કરવાથી “એકાગ્રતા” વધે છે, “કાર્યક્ષમતા” વધે છે અને કામ ઝડપથી પૂર્ણ થઇ શકે છે. એક લક્ષ્ય સિદ્ધ કર્યા પછી જ પ્રાથમિકતા પ્રમાણે જ લક્ષ્યો પૂર્ણ કરવા. ઘણી વાર અન્ય ટૂંકા લક્ષ્યને પૂરા કરવા જતાં “ધ્યાન” બીજે પરોવાઇ જતાં મૂળ લક્ષ્યને ભૂલી જવાય છે. જેથી “મૂળ લક્ષ્ય”ને હંમેશાં ધ્યાનમાં રાખવું જોઇએ. કારકિર્દીને ઊંચાઇએ લઇ જવાનું જે લક્ષ્ય નિર્ધારિત કરેલ હોય તે પૂર્ણ કરવા માટે “સમય” વધારે જોઇએ. જેથી લક્ષ્ય પરથી “વિચલિત” થવું જોઇએ નહીં. લક્ષ્ય અને કામની પસંદગી તમારી “શક્તિ”,  “ક્ષમતા” અને “યોગ્યતા”ને ધ્યાનમાં રાખીને કરવી. નહિંતર લક્ષ્ય અધુરૂ રહી શકે છે. અને નુકસાન પણ થઇ શકે છે. જેથી તે લક્ષ્યને મેળવવા સતત “પ્રયત્નશીલ” રહો. સખત “પરિશ્રમ” કરો.

લક્ષ્ય પ્રાપ્તિ માટે પસંદ કરેલ રસ્તો પણ અગત્યનો મુદ્દો છે. વ્યક્તિની સફળતા પ્રાપ્તિ માટેની યાત્રા અન્ય વ્યક્તિને અવરોધક ન હોવી જોઇએ. અને તે યુવા પેઢી માટે “રોલ મોડેલ” તરીકે સ્વિકૃત હોવી જોઇએ.

સફળતાના સચોટ સમીકરણો

પ્રકરણ  3

“લક્ષ્ય પ્રાપ્તિ” માટે શું કરવાનું છે?

વિચારો

૮૪ લાખ યોનિમાંથી માનવ જાતિને કુદરતે વિચારવાની આગવી શક્તિ-બુદ્ધિ પ્રદાન કરેલ છે. જેથી દરેક માનવ પોત પોતાની રીતે વિચારી શકે છે. એક જ મુદ્દા ઉપર ભિન્ન ભિન્ન વ્યક્તિઓ દ્વારા ભિન્ન ભિન્ન વિચારો પ્રદર્શિત થતા હોય છે. “તુન્ડે તુન્ડે મતિર્ભિન્ના”. વિચારો એ મનની અંત:સ્ફૂરણ અવસ્થા છે. એટલે અંત:સ્ફૂરિત વિચારો દરેક વ્યક્તિએ અલગ અલગ હોય છે.

વિચારોના માધ્યમ દ્વારા આપણે આપણું લક્ષ્ય નક્કી કરી શકીએ છીએ. એ લક્ષ્યને પૂરૂં કરવા માટે  પણ વિચારો જ અગત્યના છે. આપણે જેવું વિચારીએ તેવું જ પરિણામ આવે. આપણા મનમાં જે વિચારો આવે છે તેના દ્વારા મહત્વાકાંક્ષાઓ જન્મ લે છે. અંતઃકરણથી જે વસ્તુની પ્રાપ્તિની અભિલાષા કરીએ છીએ તે આપણને અવશ્ય મળે છે. કારણ કે આપણે કોઇ વસ્તુને પ્રાપ્ત કરવાની આશા રાખીએ છીએ ત્યારે એ વસ્તુ સાથે આપણો એક સંબંધ બંધાઇ જાય છે. 

તમામ સફળતા આપણા વિચારોને આધિન છે. આપણને ગતિ આપનારું બળ “વિચારો” છેએક સારો વિચાર અનેક ખરાબ વિચારોને દૂર કરે છે. માટે પોતાના મનને ઉચ્ચ વિચારોથી ભરી દો. અને  હંમેશાં સારું વિચારો, મોટું વિચારો, ઝડપથી વિચારો, દુરંદેશિતા કેળવો. વિચારો પર કોઇનો અધિકાર નથી. મોટા વિચારોથી મોટા લક્ષ્ય નક્કી કરી શકાય છે. મોટા લક્ષ્ય પાર પાડવા માટે પ્રયત્નો પણ મોટા હોવા જોઇએ. મહત્વાકાંક્ષા ઉંચી હોવી જોઇએ. આપણી પ્રતિબદ્ધતા ઊંડી હોવી જોઇએ. આ તમામ આપણે આપણા વિચારોના માધ્યમથી પૂર્ણ કરી શકીએ છીએ.  

આશા જનક વિચારોમાં એટલી શક્તિ રહેલી છે કે આપણને કોઇપણ કામ આશાવાદી બનીને કરીએ તો મહાન શક્તિ જાગી ઊઠે છે. તેના પરિણામે વ્યક્તિની દુર્બળતાઓ દૂર થાય છે અને સફળતા અવશ્ય જ મળે છે. તથા આપણો કામ કરવાનો ઉત્સાહ વધી જાય છે. એક વખત જો આશાવાદી વિચારો કરવાની આદત પડી જશે તો આપણને નિરાશા ક્યારે ય પરેશાન નહીં કરે.આમ દરેક મનુષ્યમાં ઉચ્ચ વિચારનો એક અખૂટ અને અમૂલ્ય ખજાનો પડેલો છે. તેનો સદુપયોગ કરીને મંઝીલે પહોંચવા માટે થનગનતા રહો.

ઉન્નત વિચારોથી માણસની ઉન્નતિ થાય છે. આપણા વિચારો બદલાતાં જીવન પણ બદલાઇ જાય છે. “ઉન્નત વિચાર સાથે ઉન્નત ઇચ્છા અને પ્રયત્નો ભળે તો વ્યક્તિ ધારે તે કરી શકે છે. માણસના જીવનપથ પર વિચારોનો પ્રભાવ છે. માણસ જેવું વિચારે છે તેવું આચરણ કરે છે”. વિચારોમાં ઇતિહાસ બદલવાની શક્તિ રહેલી છે. આ વિચાર જો સદમાર્ગે લઇ જનાર હોય તો અનેક સિધ્ધિઓ અપાવનારા થાય છે.

સકારાત્મક વિચારો દ્વારા ઘણી ઊંચી સફળતા મેળવે છે. માટે હંમેશાં સકારાત્મક વિચારધારા વાળી વ્યક્તિઓ સાથે હળો મળો. સમાન વિચારધારા વાળી વ્યક્તિઓ સાથે ચર્ચાઓ કરો. કારણ કે નકારાત્મક વિચારધારા વાળી વ્યક્તિઓ આપણી સકારાત્મક ઊર્જા નષ્ટ કરે છે. સકારત્મક “વિચારો” દરેક કાર્યને સરળ બનાવે છે. 

નકારાત્મક વિચારધારાથી અસફળતા, નિરાશા સિવાય કાંઇ મળતું નથી. આપણે આગળ જોયું તેમ નકારાત્મક વિચારધારા  વાળી વ્યક્તિઓ આપણી સકારાત્મક ઊર્જા નષ્ટ કરે છે. તો પછી આપણી પોતાની જ નકારાત્મક વિચારધારા આપણને કેટલું નુકસાન પહોંચાડે તેની કલ્પના માત્ર જ આપણને ધ્રુજાવી દે તેમ છે. જેથી આપણે પોતે ક્યારેય ખોટા વિચારો કરવા નહીં. એટલે કે નકારાત્મક વિચારો મગજમાં લાવવા નહીં. ઉપરાંત આવા નકારાત્મક વિચારો વાળી વ્યક્તિઓ સાથે બહુ અંગત સંબંધો રાખવા નહીં. સકારાત્મક વિચારધારાવાળા સાથીદારો સાથે સ્ટ્રોંગ કમ્યુનિકેશન વિચારોના આદાન પ્રદાન દ્વારા જ સમસ્યાઓનો હલ જલ્દીથી નિકળી શકે છે. 

આજના યુવાનોમાં ત્રીજા ભાગના યુવાનો નકારાત્મક વિચારો કરતા હોય છેજેનાથી તેમના જીવન પર ખરાબ અસર પડવાની સંભાવના રહેતી હોય છે જેથી દરેકે નકારાત્મક વિચાર કરવાને બદલે હકારાત્મક ઉચ્ચઆશાવાદીઅને સર્જનાત્મક વિચાર કરવા જોઈએ આપણા મનમાં કદિયે ખોટા વિચાર ના આવવા જોઈએ જેમકે ‘‘હુ ખોટો માણસ છુ’’ ‘‘હુ બદ નસીબ છુ’’ આવા નકારત્મક વિચારો આપણા મનમો ભુલે-ચુકે પણ ના આવવા જોઈએ તેની દરેક યુવાને આ જીવન દરમિયાન તકેદારી રાખવાની જરૂર છે આવા ખરાબ વિચારો મગજમાં સંગ્રહી રાખવા એ ખુબ જ નુકશાન કારક છે. મનમાં ઉત્પન્ન થયેલ ખોટો વિચાર કોઈક વાર આપણા હાથે ખોટુ પગલુ ભરવામાં પણ મદદરૂપ થાય છે જેથી જીવનમાં આગળ વધવુ હોય અને આનંદ સાથે જીવન ગુજારવુ હોય તો આપણા મગજમાં હકારત્મક વિચારો જ કરવા જોઈએખરાબ વિચારો કરવા થી આપણે આપણા જીવનમાં બુરાઈ પ્રવેશે છે. જેના કારણે  ખરાબ સોબત તરફ ધકેલાઇ જતા હોય છે જેથી આવા યુવાનો બરબાદ થઈ જતા હોય છે. ખરાબ વિચાર કરવાથી આપણે વિનાશ ને નોતરૂ આપીએ છીએ એમ માની ખરાબ વિચાર કરતાં અટકી જવુ જોઈએ અને સારી વિચારધારા પ્રગટ કરવાના પ્રયત્નો કરવા જોઈએ. 

દરેક માણસે નસીબ ની ડાયરી જાતે જ લખવી પડતી હોય છે આપણુ નસીબ બદલવાની કે ચમકાવવાની સત્તા આપણા હાથમાં છેઆપણે આપણુ નસીબ બદલવા માટે કોઈના પાસે નસીબની ભીખ માંગવાની જરૂર નથી પણ જો સારા વિચારોની હારમાળા તમારી પાસે હોવા જોઈએ તે જરૂરી છે તો આપણે આપણા વિચારો પર કાબુ મેળવશો તો જ યોગ્ય રીતે સફળતા પ્રાપ્ત કરી શકીશુ.માટે સતત સારા વિચાર કરીને જીવન ઘડતર માટે ના પ્રયત્નો કરવા જોઈએ.

જીવનમાં હંમેશા આળસ થી ભરેલા કે નકારત્મક વિચાર આપણા મગજમાં પ્રવેશી જશે તો આવા પ્રકારના એક ની સાથે અનેક પ્રકાર ખરાબ વિચારો પ્રવેશશે. જેથી આપણું મગજ પણ તેનું જ રીએક્શન આપશેજે ઇર્ષ્યાઅદેખાઈજુઠક્રોધસ્વાર્થભય વગેરે પેદા કરશે. જેના કારણે આપણા સાથી મિત્રો-સ્નેહીજનો આપણાથી નફરત કરીને દુર થવા લાગશે. જેની અસર આપણા કાર્ય ઉપર પડશે. જેના કારણે આપણે નિષ્ફળતા તરફ ધકેલાઇ જઇશુંજેથી આપણે આપણા મનમાં કદી પણ ખરાબ પ્રકારના વિચારો પ્રવેશવા દેવા જોઈએ નહી આવા વિચારો થી દુર રહેવા માટે હકારત્મક વિચારો ઉત્પન્ન થાય તેવા પુસ્તકો ગ્રંથો નુ વાંચન કરવુ જોઈએહકારાત્મક વિચારો દ્વારા પ્રેમ,સફળતાનિર્ભયતાસુખશાંતિસાહસલોક પ્રિયતાસત્ય અંગેના સર્વોત્તમ સર્જનાત્મક વિચારો ઉત્પન્ન થશે. જેથી હકારાત્મક વિચારો ને આપણા મનમાં સ્થાન આપવુ જોઈએસારા વિચારો એ સુખ ની ચાવી છે.

સારા મિત્રોમાતા પિતાગુરૂજી ની સોબતમાં રહેવાથી આપણા માનસમાં સારા વિચારો ઉત્પન્ન થશે. તમામ બાબતોમાં પોતાની જાતને શ્રેષ્ઠમહાન તેમજ ઉત્તમ માનશો તેમજ પોતાના માટે ઉત્તમ વસ્તુઓની આશા રાખશોઅને તો જ આપણે આપણા નસીબ ની ડાયરી લખવામાં સફળતા પ્રાપ્ત કરી શકીશુ.

વિચારો વિશે વિશેષ : –• પવિત્ર વિચારોના સતત ચિંતનથી વ્યક્તિની સુષુપ્ત મહાન શક્તિઓ જાગી ઊઠે છે. જેના પરણામે વ્યક્તિની દુર્બળતાઓ દૂર થાય છે.• કરોળિયો પોતાનું જાળું ગૂંથતા કેટલી વખત પડયો એ મહત્ત્વનું નથી. અંતે તો તેણે સફળતાપૂર્વક પોતાના માટે જાળું ગૂંથી લીધું છે એ જ સકારાત્મક અંતિમ પરિણામ અને કરોળિયાની સફળતા છે.• તમે જ્યારે નિર્બળ અને નકારાત્મક મનોવૃત્તિ ધરાવતા લોકોના સંપર્કમાં રહો છો ત્યારે તેની અસર તમારા પર પણ પડે છે. • “હું આ નહીં કરી શકુ” એ વાત નકારાત્મક વિચારો ખૂબ જ શક્તિશાળી છે. તે મજબૂત માનવીને પણ નબળો બનાવી દે છે. અને મહાન વિચારોને પણ નબળા પાડવાની ક્ષમતા ધરાવે છે. જ્યારે “આ હું કરી શકવા સમર્થ છું” તેવા ધ્યેય સાથે સક્રીય બનશો તો પરિણામ પણ હકારાત્મક આવશે. 

જેથી “કામ અશક્ય છે કે નહીં કરી શકાય” તેવા નકારાત્મક વિચારો બાજુએ મૂકી તેને એચિવ કરવા માટે પ્રયાસરત રહેવું જોઇએ.• આપણા આ “સકારત્મક વિચારો” દરેક કાર્યને સરળ બનાવે છે. • આદર્શો જ આપણા જીવનમાં વાસ્તવિકતાઓ ભરે છે. જેવો આપણો આદર્શ હશે તેવું જ પ્રતિબિંબ આપણા ચહેરા પર ચમકે છે. માટે જ આપણા વિચારો ઉચ્ચ હોય તે જરૂરી છે.• વ્યક્તિનું વ્યક્તિત્વ હંમેશાં એના વિચારોથી જ બને છે. વિચારો પ્રમાણે એનું ચારિત્ર બને છે. અને એટલે જ કહેવાય છે કે “હલકા વિચારો પતન તરફ જ લઇ જાય છે. અને ઉચ્ચ વિચારો હંમેશાં “સફળતા” તરફ લઇ જાય છે.• આશાજનક વિચારોમાં એટલી શક્તિ રહેલી છે કે આપણે કોઇપણ કામ આશાવાદી બનીને કરીએ તો સફળતા અવશ્ય જ મળે છે. અને આપણો કામ કરવાનો ઉત્સાહ વધી જાય છે.• એક વખત જો આશાવાદી વિચારો કરવાની આદત પડી જશે તો આપણને નિરાશા ક્યારે ય પરેશાન નહીં કરે• વિચાર— માનવી પોતાના મનમાં જેવું વિચારે છે એવો જ બની જાય છે.• એક સારો વિચાર અનેક ખોટા વિચારોને દૂર કરે છે.• બદલાતી પરિસ્થિતિમાં કમાન આપણા હાથમાં નથી હોતી. છતાં આવી પરિસ્થિતિમાં સકારાત્મક વિચારસરણી દ્વારા આ કમાનને સારી રીતે ટેકલ કરી શકાય છે. • દરેક દિવસનું હાથ ખુલ્લા રાખીને હકારાત્મક પણે સ્વાગત કરો. • વ્યક્તિનું વ્યક્તિત્વ હંમેશાં એના વિચારોથી જ બને છે. વિચારો પ્રમાણે એનું ચારિત્ર બને છે. અને એટલે જ કહેવાય છે કે “હલકા વિચારો પતન તરફ જ લઇ જાય છે. અને ઉચ્ચ વિચારો હંમેશાં “સફળતા” તરફ લઇ જાય છે.

આ રીતે વિચારોના માધ્યમ દ્વારા ઘણા બધા લક્ષ્ય આવતા હોય છે. પરંતુ સઘળા લક્ષ્ય સાથે ન થઇ શકે. તેથી તે તમામની યાદી તૈયાર કરો. તેનું પૃથક્કરણ કરો. તેમાંથી આપણે શું કરી શકીએ છીએ તે તારવો. તેની અલગ યાદી બનાવો. અને તેમાંથી પ્રાયોરીટી નક્કી કરો. અને તે એક પછી એક હાથ ઉપર લો. 

આમ સૌ પ્રથમ “લક્ષ્ય ” એક હોવું જોઇએ. પહેલું પગથીયું “નાના લક્ષ્ય ”થી શરૂ કરો.  એને પામવાનો પ્રયાસ કરો. તેમાં સફળતા મળ્યા પછી આત્મવિશ્વાસ આપોઆપ વધી જશે. અને મોટા મોટા લક્ષ્ય માટે મોટા મોટા વિચારો આવશે. જે મોટા મોટા નિર્ણયો લેવામાં મદદરૂપ થશે. અને મોટા મોટા લક્ષ્ય  આપોઆપ મળી આવશે. 

લક્ષ્ય નક્કી કર્યા બાદ તમે જે કાંઇ કરવા માગો છો તેની છબીને મનમાં અંકિત કરી દો અને  હંમેશાં નજર સમક્ષ રાખો. એ લક્ષ્ય ને નાના લક્ષ્ય માં વહેંચો. એક એક નાનો નાનો લક્ષ્ય પ્રાપ્ત કર્યાનો આનંદ અને તેનાથી મળતી ધગશ તમોને જીવનનો સૌથી મોટો લક્ષ્ય પામવામાં મદદ કરશે. દા.ત. મકાન બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. લક્ષ્ય મોટું છે. પરંતું પહેલાં પ્લોટ (મકાન માટે જમીન) ખરીદો. બીજા તબક્કામાં પાયો તૈયાર કરો. ત્યારબાદ સ્લેબ સુધીનું ચણતર કરો. ત્યારબાદ સ્લેબ નાંખો. ત્યારબાદ પરચુરણ કામગીરી જેવી કે બારી,બારણાં, દરવાજા, ફ્લોરીંગ, ટોઇલેટ- બાથરૂમનું ફિનીશીંગ, લાઇટ ફીટીંગ, પાણી વિગેરેની વ્યવસ્થા આમ સ્ટેપ બાય સ્ટેપ કરી શકાય. તો સરળતાથી મકાન બની શકશે.

મનમાં કાર્ય પૂરૂં પાડવા સુનિશ્ચિત લક્ષ્ય હોય, કાર્યપદ્ધતિ યોગ્ય હોય, અને ધગશ હોય તો જરૂરથી આપણે ધારીએ તે કાર્ય કરી શકીએ છીએ. કોઇપણ કાર્ય નાનું કે મોટું હોતું નથી. કોઇપણ લક્ષ્ય અપ્રાપ્ય હોતું નથી. જરૂર હોય છે માત્ર “દ્ર્ઢ સંકલ્પ”ની, “ધગશ”ની,“ધીરજ”ની  અને  “અથાગ પ્રયત્ન”ની.

ટૂંકમાં ઉપર જણાવ્યુ તેમ સફળતાનું પહેલું પગથિયું છે “લક્ષ્ય” નક્કી કરવાનું.  કારકિર્દીની શરુઆત લક્ષ્ય  થી કરવામાં આવે. લક્ષ્ય નક્કી કરવાથી તે ઉદ્દેશને પરિપૂર્ણ કરવા માટેનો જોશ આવી જાય છે. જેથી હંમેશાં કોઇપણ કાર્યની શરુઆત કરતાં પહેલાં લક્ષ્ય નક્કી કરો.લક્ષ્ય નક્કી કરી લક્ષ્ય સ્પષ્ટ કરો. પોતાના લક્ષ્ય પર ફોકસ કરો. એક થી વધારે લક્ષ્ય હોય તો તેની કામની પ્રાથમિકતા (priority} નક્કી કરો. લક્ષ્ય  ને વારંવાર ન બદલો. વારંવાર લક્ષ્ય   બદલવાથી ગંભીર બની શકાશે નહીં. લક્ષ્ય   પર ધ્યાન કેન્દ્રિત કરી શકાશે નહીં. જેથી પ્રથમ લક્ષ્ય નક્કી કરો. તમોને જે ક્ષેત્રમાં રસ હોય તે જ ક્ષેત્ર પર લક્ષ્ય   કેન્દ્રિત કરી યોજનાબધ્ધ આયોજન કરો.  જેથી એક પછી એક લક્ષ્ય સિધ્ધ કરી શકાય. પ્રાથમિકતા નક્કી કર્યા બાદ બિનજરૂરી આગળ પાછળ ન કરવું. પ્રાથમિકતા પ્રમાણે જ લક્ષ્યો પૂરા કરવા.    લક્ષ્ય   નક્કી કર્યા બાદ તેને પૂર્ણ કરવા માટે યોજનાની “સમયમર્યાદા” નક્કી કરો અને ચોક્કસ સમયમર્યાદામાં કાર્ય પૂર્ણ કરવાના “દ્રઢ નિર્ધાર” સાથે આગળ વધો. 

ઉપર જણાવ્યા પ્રમાણે લક્ષ્ય ને પાર કરવા જતાં ઘણીવાર એકથી વધારે કામ સાથે કરવાનાં થઇ જતાં હોય છે. તે વખતે મૂંઝાઇ જવાના બદલે તાત્કાલિક નિર્ણય લેવાવો જોઇએ. નહિંતર ઘણું મોટું નુકસાન થઇ શકે છે. જ્યારે એક કરતાં વધુ કામ ભેગા થઇ જાય ત્યારે કામની પ્રાથમિકતા નક્કી કરવી જોઇએ. અને એક પછી એક કામો કરવા જોઇએ. જો શક્ય હોય તો  કોઇ કાર્ય બીજા યોગ્ય વ્યક્તિને સોંપીને કામની વહેંચણી કરો.. જેથી તમારા કામનું ભારણ ઓછું થઇ શકશે અને તેવા કામો યોગ્ય વ્યક્તિને સોંપીને કરાવવાથી બીજા અગત્યનાં કાર્યો માટે સમય ફાળવી શકાશે, લક્ષ્યને ઝડપથી પાર કરી શકાશે, અને આગળનું વિચારવાનો સમય મળશે..

કોઇપણ કાર્ય કરતાં અનેક વિટંબણાઓ આવતી હોય છે. આવી મુશ્કેલીના સમયે પણ માનસિક સંતુલન ગુમાવશો નહીં પોતાના પર કાબુ રાખવો. લક્ષ્ય અને કામની પસંદગી તમારી શક્તિ અને યોગ્યતાને ધ્યાનમાં રાખીને કરવી. અને તે લક્ષ્ય  ને મેળવવા સતત પ્રયત્નશીલ રહો. સખત પરિશ્રમ કરો.

લક્ષ્ય પૂર્ણ કરવાના અન્ય પરિબળો • “લક્ષ્ય” વાળી વ્યક્તિને કોઇ તક ન મળતી હોય તો પોતે “તક” ઊભી કરે છે. અને “શૂન્યમાંથી સર્જન” કરે છે.જેથી તક શોધો અને તક ન મળે તો તક ઊભી કરો• “લક્ષ્ય” પ્રત્યે એકાગ્ર રહેશો તો મંઝિલ ઝડપથી પ્રાપ્ત કરી શકશો. • દિશા જાણ્યા વિના છોડેલું તીર લક્ષ્ય વિંધતું નથી. તેવી રીતે દિશા શૂન્ય મહેનત સફળ થતી નથી. ફક્ત “મજૂરી” જ બનીને રહી જાય છે. માટે  ક્યાં જવું છે એ દિશા પહેલાં નક્કી કરો. લક્ષ્ય સાથે જોડો• લક્ષ્ય અને કામની પસંદગી તમારી શક્તિક્ષમતા અને યોગ્યતાને ધ્યાનમાં રાખીને કરવી. અને તે લક્ષ્યને મેળવવા સતત પ્રયત્નશીલ રહો. સખત પરિશ્રમ કરો.• નિર્ધારિત માર્ગે આગળ વધતાં સમસ્યા આવતી હોય છે. આવા સમયે પણ માનસિક સંતુલન ગુમાવશો નહીં પોતાના પર કાબુ રાખવો.અને તેનાથી ગભરાયા વગર આગળ વધવું. કારણ કે સમસ્યાપોતે જ તેનો ઊકેલ સાથે લઇને આવે છે. જરૂર છે ફક્ત સાચી દિશામાં પ્રયાસ કરવાની. • લક્ષ્ય મેળવવામાં અંતરાયો આવે ત્યારે હાંફળા ફાંફળા ન થશો.તેનાથી ઊતાવળમાં ભૂલો કરી બેસશો અને લક્ષ્ય પર પહોંચવામાં કાંતો કામ બગડી જાય કાંતો કામ ધીમું થાય. જેથી સમયમર્યાદા નક્કી કર્યા પ્રમાણે જ કાર્ય કરશો.• ઘણી વાર અન્ય ટૂંકા લક્ષ્ય  ને પૂરા કરવા જરાં ધ્યાન બીજે પરોવાઇ જતાં મૂળ લક્ષ્ય  ને ભૂલી જવાય છે. જેથી મૂળ લક્ષ્ય  ને હંમેશાં ધ્યાનમાં રાખવું જોઇએ.• હંમેશાં લિમીટેડ સોર્સીસમાં પણ બેસ્ટ પરફોર્મંસ આપવાનું રાખો. આ આદત લક્ષ્ય  ની નજીક લઇ જવામાં મદદરૂપ થશે.• લક્ષ્ય નિર્ધારિત કાર્યક્ષેત્રમાં બનતી ઘટનાઓ ઉપરાંત અન્ય કાર્યક્ષેત્રમાં બનતી ઘટનાઓ અને વપરાતી નવી નવી ટેકનોલોજીની જાણકારી મેળવતા રહો. • લક્ષ્ય  ને હાંસલ કરવા જતાં નિષ્ફળતા પણ મળે તો તેનાથી હતાશ કે નિરાશ થવાના બદલે તેમાંથી કઇંક બોધપાઠ શીખો જે તમોને ભવિષ્યમાં અનુભવરૂપે જરૂર મદદરૂપ થશે.• લક્ષ્યને પાર પાડવા માટે દરેક વ્યક્તિમાંથી “સારી વાતો-સારા ગુણો” શીખવાનો પ્રયત્ન કરો.જે તમોને સફળતા મેળવવામાં મદદરૂપ થશે.

સફળતાના સચોટ સમીકરણો

પ્રકરણ  4

વિવિધ સંજોગો

ઘણી વખત લક્ષ્યને પૂરૂ કરવા જતાં એવા સંજોગો ઊભા થાય છે કે એવી કોઈ પળ આવે છે જયારે તે હિંમત હારી જાય છે. અને તેને આશ્ચર્ય એ વાત નું થાય છે કે જે રસ્તો તે હિંમત હારીને છોડી દે છે એજ રસ્તે આગળ વધીને બીજા સફળ થાય છેમાણસ હિંમત હારવાનું કારણ તેની નજરની એક મર્યાદા છે. વધુ માં વધુ એ ક્ષિતિજ સુધી જોઈ શકે છે એટલા વિસ્તારમાં જો એને કશું જ ના દેખાય તો એ નિરાશ થઈ જાય છેપણ જો એ થોડું વધુ ચાલે અને ક્ષિતિજની પેલે પાર એને કંઈક એવુ દેખાય છે જેનાથી તેના મનમાં આશા જાગે છે. માટે માણસે ગમે તેવા વિપરીત સંજોગોમાં ચાલ્યા જ કરવું જોઈએ.

સમય હંમેશા પલટાતો રહે છે માટે માણસે મુશ્કેલીના સંજોગોમાં ગભરાયા વિના હિંમતથી આગળ વધવું જોઇએ. 

યોગ્ય કાર્ય માટે “યોગ્ય વ્યક્તિ”ની પસંદગી • દરેક વ્યક્તિમાં આગવી “પ્રતિભા” તથા “મર્યાદાઓ” હોય છે. તેની યોગ્યતા અને પાત્રતા ઓળખી તેનું નિરીક્ષણ કરી જે કાર્યને યોગ્ય તે કાર્યની સોંપણી કરવી જોઇએ. યોગ્ય દોરવણી આપી પ્રોત્સાહિત કરો. • નાની નાની ભૂલો બદલ હળવાશથી ચેતવો. ઠપકો આપવાની ઊતાવળ ન કારો. ફક્ત પરિણામ જ નહીં પરંતું વ્યક્તિએ કરેલ કામ પાછળ ઉઠાવેલી “જહેમત”ને પણ “બિરદાવતા” રહો.• કોઇપણ સક્ષમ વ્યક્તિની એકાદ ક્ષતિને આગળ ધરી તેની ટીકા કરવાને બદલે “ક્ષતિ” તરફ “ધ્યાન” દોરવું જોઇએ. અન્ય કર્મચારીઓની હાજરીમાં “ટીકા” કરવી જોઇએ નહીં• કોઇ કર્મચારીનું કામ વ્યવસ્થિત ન હોવાના કારણે તેને તે કામ સોંપાય જ નહીં તેવું વલણ રાખવાને બદલે તે કયું કામ સારું કરી શકે તેમ છે તેનો “ક્યાસ” કાઢીને તે કામમાં “જોતરવો” જોઇએ.• દરેક વ્યક્તિને તેમના વિચારો, ideas, મૂંઝવણો વિગેરે શેર કરવાની “તક” આપવી જોઇએ.• ગુસ્સો કરીને કોઇની પાસે કામ લેવડાવવું અને મનોમન પોરસાવું એ વ્યાજબી નથી. લોકો તમારા આદરને કારણે નહીં પરંતું તમારા ગુસ્સાનો ભોગ ન બનવું પડે એટલે મજબૂરીથી કામ કરતા હોય છે. માટે ગુસ્સાને  નિયંત્રણમાં રાખો. તમારી સુવાસ પ્રસરશે.

સફળતાના સચોટ સમીકરણો

પ્રકરણ – 5

સફળતા અને સંકલ્પ

સફળતા મેળવવા માટેનું અન્ય પરિબળ છે “સંકલ્પ”. લક્ષ્ય ઉપર પહોંચવા માટે સંકલ્પ અગત્યનું  પરિબળ છે. સંકલ્પ એટલે મનનો મક્કમ નિર્ધાર. સંકલ્પ થકી આપણા મનમાં લક્ષ્ય પૂરૂં કરવા અંગેના ભાવમાં વધારો કરે છે એટલે કે સંકલ્પથી ટેક આવે છે. અને ટેક દ્વારા વિચારો ઉન્નત બને છે. જેના દ્વારા એક પ્રકારની ઊર્જા ઉત્પન્ન થાય છે. જે કાર્ય કરવામાં વેગ આપે છે. અને સકારાત્મક વિચારો ઉત્પન્ન કરે છે. આપણે આગળ જોઇ ગયા કે સકારાત્મક વિચારો દ્વારા ગમે તેવું કઠીન કાર્ય પણ પૂર્ણ કરી શકાય છે. આમ “સંકલ્પ એટલે એક પ્રેરક બળ”.

સંકલ્પ વિના કોઇપણ કાર્યની સિદ્ધિ થાય નહીં. સાચા હૃદયથી કરેલ સંકલ્પ દ્વારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત થાય છે. અને તેના દ્વારા મંઝીલ પર પહોંચવામાં સરળતા રહે છે. મનુષ્યમાં શક્તિની ખામી હોતી નથી. ખામી હોય છે તો ફક્ત અને ફક્ત સંક્લ્પશક્તિની. કારણ કે મહત્વકાંક્ષાનું મૂળ “સંકલ્પ” છે. એક સંકલ્પ એક સામાન્ય માનવીને ઉચ્ચ પદ પર પહોંચાડી શકે છે. આમ દ્રઢ સંકલ્પ વડે કશું જ અશક્ય હોતું નથી. સફળતા માટે સંકલ્પની સાથે આત્મવિશ્વાસ કેળવાય તો કોઇપણ અવરોધોને પાર કરીને ધ્યેય સુધી પહોંચી શકાય છે. સંકલ્પશક્ત્તિના અભાવથી કામીયાબી મળતી નથી. દ્રઢ સંકલ્પ વડે કશું જ અશક્ય નથી.  માટે કોઇપણ કાર્યની પૂર્તિ માટે સાચા હૃદયથી સંક્લ્પ કરો. કારણ કે કોઇપણ કાર્યના જનક “સંકલ્પ” હોય છે. સંક્લ્પ વિનાનું કોઇ પણ કાર્ય “કાગળની નાવ” જેવું હોય છે. માટે જો દ્રઢ સંક્લ્પ, પૂર્ણ આત્મવિશ્વાસ અને નિડરતાથી  કોઇ પણ કાર્ય કરશો તો સફળતા અવશ્ય મળશે જ.

સંકલ્પને સિદ્ધ કરવા માટે નીચેની નવ વસ્તુની જરૂરિયાત હોય છે. જે એકબીજાના પૂરક છે. 

દ્રઢ ઇચ્છાશક્તિ 

ધ્યેય

આયોજન

ધીરજ

આત્મવિશ્વાસ 

અનુભવો

સફળતાના સચોટ સમીકરણો

પ્રકરણ – 6

સફળતા અને આયોજન

આપણે અગાઉ સફળતા માટે લક્ષ્ય અનિવાર્ય છે અને તેના પરિબળો વિશે જોઇ ગયા. લક્ષ્ય પ્રાપ્તિ માટે “સંકલ્પ” અનિવાર્ય છે તે પણ જોઇ ગયા. સંકલ્પ બાદ હવે આપણે સફળતા માટે “આયોજન” ના મહત્વ વિશે જોઇશું. 

આપણે કોઇપણ કાર્યનો પ્રારંભ કરીએ તે પહેલાં તેનું આયોજન કરવું અત્યંત આવશ્યક હોય છે. આયોજન વિનાનું કાર્ય ક્યારેક્યાં જઇને અટકશે તે નક્કી કહેવાય નહીં. નક્કી કરેલ લક્ષ્ય-કાર્ય માટે સૌ પ્રથમ પ્રોજેક્ટ તૈયાર કરવો. આ પ્રોજેક્ટના ભવિષ્યનો સઘળો આધાર આયોજન પર રહેલો છે. આયોજન વિનાના કાર્યમાં આપણે બીજા ઉપર નિર્ભર રહેવું પડે છે. આવું ન બને તેના માટે આયોજન પૂર્વક પ્રોજેક્ટ વર્ક તૈયાર કરો. કાર્યની શરુઆતથી કાર્ય પૂર્ણ થાય ત્યાં સુધીનું ગણતરી પૂર્વકનું આયોજન કરો. 

કેટલાક લોકો ,પાસે ભવ્ય લક્ષ્ય હોય છે. લક્ષ્યને પાર પાડવાનો સ્પષ્ટ અભિગમ પણ હોય છે. પોતે  મહત્વાકાંક્ષી પણ હોય છે. તેઓ પોતે  પોતાના જીવનમાં જોયેલાં મોટાં મોટાં સ્વપનો પૂરા કરવાની તમન્ના પણ રાખતા હોય છેપણ સુયોગ્ય આયોજન વિના અસફળ રહેતા હોય છે. અભિગમ ભલે ભવ્ય હોયપણ એ માટેનું સુઆયોજન ન હોય અને ચુસ્તપણે તથા અવિરત રીતે એનો અમલ ન કરે તો પોતાના જીવનમાં માત્ર સપનુંસેવનારા બની રહેશે.

સુ-આયોજન વિશે વિશેષ : – • કોઇપણ ક્ષેત્રમાં સફળતા માટે આયોજન ને મહત્વ આપવું જરૂરી છે. આયોજન પ્રમાણે કામ કરવાથી કાર્યની સફળતાની સંભાવના વધી જાય છે.• દરેક કામની યોજના બનાવીને તેઆ પર અમલ કરો. સમયસર યોજના પૂરી થાય તેનું ધ્યાન રાખો.• કોઇપણ પ્રોજેક્ટ હોય પ્રથમ તેની સજ્જતા કેળવાયા પછી જ તેની શરૂઆત કરવી  દા.ત. રસોઇ• કાર્ય કઇ રીતે પાર પડશે, કઇ વસ્તુનો ક્યાં સમાવેશ કરવો., કેવી રીતે અને કઇ જગ્યાએ કેટલો ઉપયોગ કરવો તેનો વિસ્તૃત વિચાર કરીને જ આગળ વધવું જોઇએ. આમ કરવાથી કાર્ય સારી રીતે અને ઝડપથી પૂરું કરી શકાશે.                                                                                                    • લક્ષ્યાંક મેળવવા માટે કઇ કઇ વસ્તુઓ પાયાની ભૂમિકા ભજવે છે અને કઇ બાબતોવસ્તુઓ કે પરિબળોને પ્રાધાન્ય આપવું તે મહત્વનું બની રહે છે. પ્રાથમિકતા નક્કી કરવી એ ઘણી મહત્વની બાબત છે.                                                                                                                                            • કોઇપણ સંજોગોમાં રોજીંદા કામનું મહત્વ ઓછું કરવું નહિ.                                                          • નાણાકીય વ્યવહાર સ્પષ્ટ હશે તો તેના ઉપયોગથી જે પરિણામો મળશે તે જોવા મળશે. કોઇપણ પ્રોજેક્ટ શરૂ કરવા માટે તમામ સુવિધાઓ તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ થાય તે જરૂરી નથી. જે વસ્તુઓ હાજર હોય તેનો મહત્તમ કાર્યક્ષમ ઉપયોગ કરીને લીમીટેડ વસ્તુઓ સાથે પણ તાદામ્ય સાધીને શ્રેષ્ઠ કાર્યો કરી શકાય છે.• કોઇપણ કામ નાનું નથી હોતું. કોઇપણ કામ હોય તે વ્યક્તિને આગળ વધવામાં મદદરૂપ જ થાય છે. દા.ત. સ્ટેપ–તેના અનુભવોના આધારે જ વ્યક્તિ સફળતાની સીડી કંડારતી હોય છે. • પ્લાનીંગ એકલું પણ કામ નહીં આવે. એની સાથે અમલીકરણ (એક્શન) પણ જરૂરી છે. અમલીકરણ પ્લાનને હકિકત (રીયાલિટી) માં ફેરવનારું તત્વ છે.

આમ આયોજન અને અમલીકરણ એક સીક્કાની બે બાજુ છે. જે હંમેશાં સાથે રહે છે. જેથી હંમેશાં પ્લાનીંગ અને એક્શન સાથે સાથે રાખીને ચાલો. અચૂક સફળતા મળશે.

સફળતાના સચોટ સમીકરણો

પ્રકરણ – 7

સફળતા અને પરિશ્રમ

આપણે અગાઉ સફળતા માટે લક્ષ્ય અનિવાર્ય છે. અને તેના પરિબળો વિશે જોઇ ગયા. લક્ષ્ય પ્રાપ્તિ માટે “સંકલ્પ” અનિવાર્ય છે તે પણ જોઇ ગયા. હવે આપણે સફળતા અને “પરિશ્રમ” વિશે જોઇશું.

સફળતાનો કોઇ જ “શોર્ટકટ” નથી. પરિશ્રમ એ સફળતાનું રહસ્ય છે. “પરિશ્રમ” એ મુશ્કેલીઓનો ઉકેલ છે. પરિશ્રમથી જ સફળતા મળે છે. વિચારોથી નહીં. સફળતા હસ્તરેખામાં નથી હોતી. પરંતું હાથમાં એટલે કે પરિશ્રમમાં રહેલી છે. પરિશ્રમ વિના મેળવેલ કોઇ પણ સફળતા એ સફળતા નથી. આવી સફળતા સુખ અને શાંતિ હણી દે છે. આપણે પરિશ્રમ વિશે ઘણું બધું સાંભળેલ છે અને વાંચેલ છે. “સિદ્ધિ તેને વરે જે પરસેવે ન્હાય.” “પરિશ્રમ એ જ પારસમણિ.” “પરિશ્રમ વિના પ્રારબ્ધ પાંગળું છે” સમૃદ્ધિની સાચી ચાવી પરિશ્રમ છે” પરિશ્રમ ઊઘાડે ભાગ્ય” આજનો પુરૂષાર્થ કાલનું ભાગ્ય’ વિગેરે વિગેરે.

પરંતુ સૌથી આકર્ષક અને અસરકારક વાક્ય મારા મતે “કઠોર પરિશ્રમ નો કોઇ વિકલ્પ નથી.”. કટોકટી દરમિયાન આ વાક્ય ઘણા બધા વાહનો, દિવાલો ઉપર તથા ઠેરઠેર વાંચવા મળતા હતા. અને આપણે જાણીએ છીએ કે ત્યાર બાદ આપણે બહુ જલ્દીથી કટોકટીના આઘાતમાંથી બહાર આવી ગયા હતા. જો કે આપણે અહિંયાં લાદવામાં આવેલી કટોકટી વિશે ચર્ચા કરવા નથી માંગતા. પરંતું પરિશ્રમનું રહસ્ય શું છે? તેની અગત્યતા શું છે? તે વિશે પ્રકાશ પાડવાનો હેતુ છે.

ઘણી વ્યક્તિઓ પરિશ્રમને નહીં પરંતું પ્રારબ્ધને મહત્વ આપતા હોય છે. કારણ કે ઘણા લોકો પરિશ્રમ કરવા છતાં તેનું પરિણામ મેળવી શકતા હોતા નથી. આવા અનેકના દાખલાઓ જોઇને કે સાંભળીને આખરે કહેતા હોય છે કે “તેના પ્રારબ્ધમાં જ નથી.” જો કે આવી વ્યક્તિઓ લોકોએ કરેલા પરિશ્રમનું વિશ્લેષણ કર્યા વિના આવા અભિપ્રાયો આપતા હોય છે. જો તેનું વિશ્લેષણ કરવામાં આવે તો જણાશે કે જે લોકો પરિશ્રમ કરવા છતાં પરિણામ મેળવી શક્યા નથી. તેઓએ કરેલ પરિશ્રમ “યોગ્ય દિશા”માં કરેલ ન હોય, યોગ્ય માત્રામાં કરેલ ન હોય, યોગ્ય સમયમાં કરેલ ન હોય, યોગ્ય પૂર્વાયોજન વિના કામની શરૂઆત કરવામા આવી હોય, કોઇ નક્કર ધ્યેય વિના કામની શરૂઆત કરવામાં આવી હોય, પોતાની બુદ્ધિશક્તિનો ઉપયોગ યોગ્ય રીતે કર્યો ન  હોય, અયોગ્ય વ્યક્તિનું માર્ગદર્શન લીધેલ હોય. આવા બીજા અનેક કારણો હોય છે જેના થકી  તો ઇચ્છિત પરિણામ મેળવી શકાતું નથી. આમ લક્ષ્યને હાંસલ કરવા માટે સતત પરિશ્રમ જરૂરી છે. પરિશ્રમ દ્વારા જ લક્ષ્યની પૂર્ણતાને પ્રાપ્ત કરી શકાય છે.

જો કે મોટા ભાગે વ્યક્તિઓ પરિશ્રમનો અર્થ સમજતા નથી. પરિશ્રમને બે વિભાગમાં વહેંચી શકાય
1. મહેનત                             2. મજૂરી

મહેનત :-  

ઓછા પરિશ્રમે વધુ પરિણામ (વળતર) “મહેનત” તેને કહેવાય. જેમાં પરિશ્રમની સાથે          સાથે બુદ્ધિશક્તિનો ઉપયોગ કરવામાં આવે તો ઘણું સારૂં પરિણામ મેળવી શકાય છે.

મજૂરી :-  

વધુ પરિશ્રમે ઓછું પરિણામ (વળતર) પરિશ્રમ ફક્ત અને ફક્ત કામ પૂરૂં કરવાના જ    હેતુથી કરવામાં આવ્યું હોય.

આમ જે લોકો મજૂરી કરે છે તેઓ ઘણીવાર ઇચ્છિત પરિણામ મેળવી શકતા હોતા નથી. તેઓના પરિણામ ઉપરથી અન્ય લોકો તેઓનું ઉદાહરણ લઇને મનમાં ગ્રંથીઓ બાંધતા હોય છે. પરંતું મહેનત અને મજૂરીનો ભેદ પારખીને અભિપ્રાય બાંધવો જોઇએ.અને પરિશ્રમની સાથે સાથે બુદ્ધિશક્તિનો વધુમાં વધુ ઉપયોગ કરીને જે તે કાર્યને સરળ બનાવનાર “સ્માર્ટ પરીશ્રમી” બનવું જોઇએ.

સામાન્ય રીતે આપણે કોઇ પણ કાર્ય કરતા હોઇએ છીએ ત્યારે તેના ઝડપી અને સારા પરિણામની અપેક્ષા રાખતા હોઇએ છીએ. પરંતું  કોઇપણ કાર્ય પૂર્ણ કરવા માટે જે તે કાર્ય પૂર્ણ કરવાની સમયમર્યાદા હોય છે. તે સમયમર્યાદાથી વધુ કે ઓછો સમય લેવાવો ન જોઇએ. એટલે કોઇ પણ કાર્ય પૂર્ણ કરવામાં જે તે કાર્યની સમયમર્યાદા સુધી પરિશ્રમ કરવા સુધીની “ધીરજ” રાખવી જોઇએ.

ટૂંકમાં— પ્રચંડ પુરૂષાર્થ + અખંડ ધીરજ = ઇચ્છિત ફળ

આપણે ઉપર જોયું તેમ સફળતા માટે લક્ષ્ય નક્કી કરવું જોઇએ. તે લક્ષ્યને નજર સમક્ષ રાખી તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરી યોજનાબધ્ધ આયોજન કરી ધીરજપૂર્વક છતાં નિશ્ચિત સમયમર્યાદામાં “સ્માર્ટ પરિશ્રમ” કરી ઇચ્છિત પરિણામ મેળવી શકાય છે. વધુ સારી રીતે સમજીએ તો—–

ઇચ્છાશક્તિ + સ્થિરતા = સંકલ્પ
સંકલ્પ + સ્માર્ટ પરિશ્રમ = સિદ્ધિ

લક્ષ્યને હાંસલ કરવા માટે સતત પરિશ્રમ જરૂરી છે. પરિશ્રમ દ્વારા જ લક્ષ્યની પૂર્ણતાને પ્રાપ્ત કરી શકાય છે સમય ગમે તે હોય, હાલાત ગમે તે હોય, પણ જો મનમાં જુસ્સો, દ્રઢવિશ્વાસ,કંઇંક કરવાની તમન્ના, ધીરજ, સાચી દિશામાં કઠોર અને કુશળ પરિશ્રમ હોય તો ગ્રામિણ કે શહેરી, ગરીબ, મધ્યમ વર્ગીય કે તવંગર કોઇપણ વ્યક્તિ સફળ થઇ શકે છે.  પણ પરિશ્રમ માટે જરૂરી છે મન મક્કમ કરી લેવામાં આવે. તો હવે આપણે સમજી શક્યા હોઇશું કે સફળતાની ચાવી કોની પાસે છે? ફક્ત અને ફક્ત આપણા પોતાના જ પાસે છે. પરિશ્રમ રૂપી ચાવીથી આપણે કોઇપણ સફળતાનું કોઇપણ તાળું ખોલી શકીએ છીએ.

આમ આપણે જોઇએ તો સફળતાનો એક જ વિકલ્પ- “સંકલ્પ સાથે સ્માર્ટ પરિશ્રમ”

પરિશ્રમ વિશે વિશેષ……………………
• પુરૂષાર્થ- પરિશ્રમ શરૂઆતમાં દુઃખરૂપ હોય છે પણ અંતમાં સુખરૂપ હોય  છે.• આળસ શરૂઆતમાં સુખરૂપ હોય છે પણ અંતમાં દુઃખરૂપ હોય  છે.• સાચી દિશામાં કરેલો સાચો પ્રયાસ કદાપિ નિષ્ફળ જતો નથી.• વારંવાર પ્રયત્ન કરવાથી અસંભવ પણ સંભવ બની જાય છે. • જેણે પરિશ્રમ દ્વારા પરસેવો પાડ્યો છે તેને ઓછું લોહી બાળવું પડે છે.• પ્રતિભા મહાન કાર્યોનો પ્રારંભ કરે છે પણ એને પૂરૂં તો પરિશ્રમ જ કરે છે. • પરિશ્રમ વિના પ્રારબ્ધ પણ પાંગળું છે. • સફળતા હસ્તરેખામાં હોતી નથી. પરંતુ “હસ્ત”માં હોય છે. તેના માટે પુરૂષાર્થ જરૂરી છે. • સિદ્ધિ માટે “પુરુષાર્થ” અનોખું આત્મબળ પૂરૂં પાડે છે. એટલે કે – જેને સફળતા મેળવવી જ છે તેણે બે વાત નજર સામે સતત રાખવાની છે.
1- સિદ્ધિનું સ્વપ્ન (ભાવિ ચિત્ર) સતત નજર સમક્ષ રાખો.
2- સિદ્ધિ માટે નિયમિત શ્રમ કરો. ટૂંક સમયમાં માનસ એ માટે તૈયાર થઇ જશે. 
• લક્ષ્ય  ને હાંસલ કરવા માટે સતત પરિશ્રમ જરૂરી છે. પરિશ્રમ દ્વારા જ લક્ષ્ય  ની પૂર્ણતાને પ્રાપ્ત કરી શકાય છે. કારકિર્દીની ઊંચાઇ પર પહોંચેલા લોકો ત્યાં કેવી રીતે પહોંચ્યા?, તેમનામાં એવી કઇ ખાસીયતો/ખૂબીઓ છે?,તેઓના જીવનની દિનચર્યા, વિગેરેનો અભ્યાસ કરવો.• સફળ વ્યક્તિઓ જે ઊંચાઇ પર પહોંચ્યા હોય છે તેઓએ રાતોરાત સફળતાના શીખરો સર કર્યા હોતા નથી. સતત પરિશ્રમ અને બીજા ઊંઘતા હોય ત્યારે તેઓ જાગતા હોય છે. અને ભારે ઉજાગરા સાથેનો પરિશ્રમ તેઓને ઊચાઇએ લઇ ગયા હોય છે.• યોગ્ય દિશામાં યોગ્ય મહેનત કરો. સફળતા મળશે જ• જે કામ આદર્યું હોય તેના માટે સતત “પ્રયત્નશીલ” રહો. લોકો શું કહેશે તેની પરવા કર્યા વિના ગેરમાર્ગે દોરવાયા વિના, વિચલિત થયા વિના, લક્ષ્ય   સુધી પહોંચવા માટે સતત કાર્યશીલ રહો. અને મંઝીલે પહોંચવા સખત પુરુષાર્થ કરવો. • હાર્ડવર્કની સાથે સાથે સ્માર્ટ વર્ક કરો.• ચેલેંજીંગ કાર્ય હોય તો નિરાશ થવાને બદલે તેને મેળવવા માતે સતત પ્રયત્નશીલ રહેવું જોઇએ.• સખત મહેનત સફળતાની સૌથી મહત્વની ચાવી છે. સખત મહેનત વગરની સિદ્ધિઓ અશક્ય છે.

સફળતાના સચોટ સમીકરણો

પ્રકરણ – 8

સફળતા અને આત્મવિશ્વાસ

જીવનનું લક્ષ્ય ગમે તેટલું મુશ્કેલ હોય દૃઢ સંકલ્પ અને અટલ વિશ્વાસથી સરળ બની શકે છે સફળતા પ્રાપ્ત કરવા માટે અન્ય કોઇપણ સાધનસામગ્રી કરતાં પોતાનો આત્મવિશ્વાસ વધુ ઉપયોગી છે. આત્મવિશ્વાસ એટલે પોતાના કાર્યમાં અતૂટ વિશ્વાસ. આત્મવિશ્વાસ સફળતનું પ્રથમ રહસ્ય છે. આત્મવિશ્વાસનો અભાવ કોઇપણ કાર્યમાં નિષ્ફળતા અપાવે છે. આવા સમયે આપણું નબળું મનોબળ જલ્દીથી હાર માની જાય છે. પોતાની સમસ્યાઓ સાથે સમાધાન કરી શકવા અસમર્થ બની જાય છે. માટે પોતાનામાં શ્રદ્ધા વિશ્વાસ રાખો.

કોઇપણ વ્યક્તિ સંપૂર્ણ નથી. દરેકમાં કોઇ ને કોઇ ખામી-નબળાઇ-મર્યાદા રહેલી હોય છે. ત્યારે આપણે પણ એમાંથી બાકાત નથી. પરંતું આપણે આપણી નબળાઇઓ બાજુએ રાખી આપણી જાત ઉપર સંપૂર્ણ વિશ્વાસ મૂકીએ તો આપણામાં રહેલી શ્રેષ્ઠતાને ઓળખી શકીશું. અને આપણો આત્મવિશ્વાસ વધશે. જો તમે તમારા પર વિશ્વાસ રાખશો તો બીજા લોકો આપોઆપ તમારા પર વિશ્વાસ રાખશે. જેનામાં આત્મવિશ્વાસ છે તેની હારમાં પણ જીત છે. પોતાના પર અસીમ વિશ્વાસ રાખવો. અને એકલા બેસીને અંતરાત્માનો અવાજ સાંભળીને તે પ્રમાણે અમલ કરવો. જે વ્યક્તિ આત્મવિશ્વાસ ગુમાવી દે છે તેણે ફરી ક્યારેય કાંઇ જ ગુમાવવાનું રહેતું નથી. આત્મવિશ્વાસ હશે તો જ આગળ વધી શકાશે અને ધ્યેય હશે તો જ સફળતા તરફ આગળ વધીશું. માટે. તમારા આખા શરીરના અંદરના અને બહારના તમામ અવયવોને અને તમારા મનને એક જ લક્ષ્ય પર કેન્દ્રિત કરો. અને તેને પ્રાપ્ત કરવાની દિશામાં દ્રઢતાપૂર્વક આગળ વધો. ટૂંકમાં સફળ થવા  ઇચ્છતી વ્યક્તિએ દ્રઢ આત્મવિશ્વાસ, દ્રઢ ઇચ્છાશક્તિ, દ્રઢ નિર્ણય ક્ષમતા, અનંત શ્રદ્ધા, આશા, સચ્ચાઇ, પ્રમાણિકતા, અનંત ધૈર્ય, કાર્યની તત્પરતા, કાર્ય પ્રત્યે પ્રેમ અનંત ખંત, તથા પ્રબળ ઇચ્છાશક્તિ જેવા સફળતાના રહસ્યો પર તથા પોતાના ઉપર અટલ વિશ્વાસ કરવો જોઇએ. આમ અટલ અને અડગ વિશ્વાસ અને દ્ર્ઢ મનોબળ હોય તો કંઇપણ શક્ય છે. સફળતા તમારી જ છે. 

આત્મવિશ્વાસ એટલે પોતાના કાર્યમાં અતૂટ વિશ્વાસ. સફળતા પ્રાપ્ત કરવા માટે અન્ય કોઇપણ સાધન સામગ્રી કરતાં પોતાનો આત્મવિશ્વાસ ઉપયોગી છે. માટે કોઇપણ કાર્યની શરૂઆત કરતાં પહેલાં તેને સફળતા પૂર્વક પાર પાડવા માટે આપણા પોતાનામાં આત્મવિશ્વાસ હોવો જરૂરી છે. જીવનનું લક્ષ્ય ગમે તેટલું મુશ્કેલ હોય, દૃઢ સંકલ્પ અને અટલ વિશ્વાસથી સરળ બની શકે છે સફળતા પ્રાપ્ત કરવા માટે અન્ય કોઇપણ સાધનસામગ્રી કરતાં પોતાનો આત્મવિશ્વાસ વધુ ઉપયોગી છે.. આત્મવિશ્વાસ સફળતનું પ્રથમ રહસ્ય છે. આત્મવિશ્વાસનો અભાવ કોઇપણ કાર્યમાં નિષ્ફળતા અપાવે છે. આવા સમયે આપણું નબળું મનોબળ જલ્દીથી હાર માની જાય છે. પોતાની સમસ્યાઓ સાથે સમાધાન કરી શકવા અસમર્થ બની જાય છે. માટે પોતાનામાં શ્રદ્ધા વિશ્વાસ રાખો.

કોઇપણ વ્યક્તિ સંપૂર્ણ નથી. દરેકમાં કોઇ ને કોઇ ખામી-નબળાઇ-મર્યાદા રહેલી હોય છે. ત્યારે આપણે પણ એમાંથી બાકાત નથી. પરંતું આપણે આપણી નબળાઇઓ બાજુએ રાખી આપણી જાત ઉપર સંપૂર્ણ વિશ્વાસ મૂકીએ તો આપણામાં રહેલી શ્રેષ્ઠતાને ઓળખી શકીશું. અને આપણો આત્મવિશ્વાસ વધશે. જો તમે તમારા પર વિશ્વાસ રાખશો તો બીજા લોકો આપોઆપ તમારા પર વિશ્વાસ રાખશે. જેનામાં આત્મવિશ્વાસ છે તેની હારમાં પણ જીત છે. પોતાના પર અસીમ વિશ્વાસ રાખવો. અને એકલા બેસીને અંતરાત્માનો અવાજ સાંભળીને તે પ્રમાણે અમલ કરવો. જે વ્યક્તિ આત્મવિશ્વાસ ગુમાવી દે છે તેણે ફરી ક્યારેય કાંઇ જ ગુમાવવાનું રહેતું નથી. આત્મવિશ્વાસ હશે તો જ આગળ વધી શકાશે અને ધ્યેય હશે તો જ સફળતા તરફ આગળ વધીશું. માટે. તમારા આખા શરીરના અંદરના અને બહારના તમામ અવયવોને અને તમારા મનને એક જ લક્ષ્ય પર કેન્દ્રિત કરો. અને તેને પ્રાપ્ત કરવાની દિશામાં દ્રઢતાપૂર્વક આગળ વધો. ટૂંકમાં સફળ થવા  ઇચ્છતી વ્યક્તિએ દ્રઢ આત્મવિશ્વાસ, દ્રઢ ઇચ્છાશક્તિ, દ્રઢ નિર્ણય ક્ષમતા, અનંત શ્રદ્ધા, આશા, સચ્ચાઇ, પ્રમાણિકતા, અનંત ધૈર્ય, કાર્યની તત્પરતા, કાર્ય પ્રત્યે પ્રેમ અનંત ખંત, તથા પ્રબળ ઇચ્છાશક્તિ જેવા સફળતાના રહસ્યો પર તથા પોતાના ઉપર અટલ વિશ્વાસ કરવો જોઇએ. આમ અટલ અને અડગ વિશ્વાસ અને દ્ર્ઢ મનોબળ હોય તો કંઇપણ શક્ય છે. સફળતા તમારી જ છે. 

પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે વ્યક્તિ દિવસ રાત મહેનત કરે છે. કાર્યની શરૂઆતમાં નિષ્ફળતા મળે તેમ છતાં તે સતત પ્રયત્ન કરે છે પરંતુ અનેક વખત પ્રયત્ન કર્યા પછી પણ જો સફળતા ન મળે તો વ્યક્તિનો આત્મવિશ્વાસ ઘટી જાય છે અને જો વ્યક્તિમાં આત્મવિશ્વાસ ન રહે તો તેની કાર્ય કરવાની ઈચ્છા પણ ઘટી જાય છે.

આત્મવિશ્વાસ ઘટવા પાછળ વારંવાર મળતી નિષ્ફળતા ઉપરાંત અન્ય કારણો પણ જવાબદાર હોય છે. જો તમારા મનમાં એવો વિચાર આવે કે તમે જે કામ કરવા જઈ રહ્યા છો તે મહત્વનું નથી ત્યારે પણ તમારો આત્મવિશ્વાસ ઘટી શકે છે અને જો કામ શરૂ કરતાં પહેલાં જ તમે એવું અનુમાન કરી લો આ કામ પાર નહીં જ પડે ત્યારે પણ કામ કરવાની ઈચ્છા શક્તિ ઘટી જાય છે. વાંરવાર આવું થાય ત્યાર પછી વ્યક્તિનો આત્મવિશ્વાસ કાયમ માટે ઘટી જાય છે. હવે પ્રશ્ન એ થાય છે કે આત્મવિશ્વાસ કેવી રીતે વધારી શકાય તો આ કાર્ય પણ એકદમ સરળ છે.

આત્મવિશ્વાસ વધારવા માટે જરૂરી છે કે તમે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવો. એટલે કે લાંબા સમયથી જો તમે એક જ સ્થળે અને એક સરખા લોકો વચ્ચે રહી અને કામ કરતાં હોય તો તેમાં ફેરફાર કરો. યોગ્ય સમય અને સારી તક મળે તો નોકરી બદલોનવા કામની શરૂઆત કરોનવા વાતાવરણમાં કામ કરવાથી આત્મવિશ્વાસ ફરીથી વધવા લાગશે.

નવા કાર્યની શરૂઆત કરવાની સાથે મનમાં સકારાત્મક વિચારો રાખવા. મનમાં નકારાત્મક વિચારો રાખશો તો તેની અસર તમારા કામ પર પણ પડશે. આ ઉપરાંત કોઈપણ મુદ્દા પર વાતચીત કરતી વખતે વાતમાં વિશ્વાસ અને સકારાત્મકતા રાખવી. આમ કરવાથી નિર્ણય શક્તિ સુધરશે અને આત્મવિશ્વાસમાં પણ વધારો થશે.

સફળતાનો મંત્ર———- તમે જે કરો છો એને જાણો, એને ચાહો, એમાં વિશ્વાસ કરો. અને આત્મવિશ્વાસથી દ્રઢતાપૂર્વક આગળ વધો. 

આત્મવિશ્વાસ વિશે વિશેષ : –• આત્મવિશ્વાસ વગરનું જીવન જીવવું મુશ્કેલ થઈ જાય છે. આ એક એવો ગુણ છે જે તમારું જીવન બદલી શકે છે. આપણામાંથી ઘણા લોકો પાસે આ ગુણ હોતો નથી. તેના કારણે જીવન દુષ્કર થઈ જાય છે. • તો આપણું જીવન પણ આત્મવિશ્વાસથી ભરપૂર કરવા અને તમારા પસંદિદા કાર્યક્ષેત્રમાં સફળતા મેળવવા આટલી ટીપ્સ અપનાવી જુઓ પછી જુઓ તે તમોને કેટલી મદદગાર થઈ જાય છે. • સૌ પહેલાં તો એ જાણી લો કે આત્મવિશ્વાસ એવી કોઈ વસ્તુ નથી જે બધા જન્મતાની સાથે લઈને આવે છે. તેને તમે ગમે ત્યારે વિકસાવી શકો છો.   • પોતાના વિષે હકારાત્મક વિચારો.  હકારાત્મક વાતો કરો. તમારી સફળતાઓ વિષે વાતો કરો. તમારી કલા  અને ગુણોની કદર કરો. • લોકો તમારી પ્રશંસા કરે તો તેને અવગણશો નહીં. તેને હકારાત્મક રીતે લો અને ગ્રહણ કરો. એક વાત યાદ રાખો કે દુનિયામાં એક જ છો અને બીજુ કોઈ વ્યક્તિ તમે ન બની શકે. • પોતાનામાં વિશ્વાસ ધરાવો, તમે જે કરો છો તે અને માનો છો તે ખરું છે. તમે જે વાતમાં માનો છો તેનો પક્ષ લો. અને તેના માટે ઊભા રહો. • તમારા નકારાત્મક ગુણો અથવા નબળાઈઓની યાદી બનાવો. અને તેના પર કામ કરવાનું શરૂ કરો. તમારા શરીરના હાવભાવ સુધારો અને ટટ્ટાર ચાલો.  • તમારી જાતની કાળજી લેવાનું શરૂ કરો. તમારા ડ્રેસિંગ સ્ટાઈલ અને દેખાવ ઉપર ધ્યાન આપો, જેથી જો તમે સારા લાગતા હશો તો તમે સારો એહસાસ મેહસૂસ કરશો. • હસો અને લોકો સાથે નજરથી નજર મેળવીને વાત કરો. જ્યારે બની શકે ત્યારે લોકોને મદદ કરો. ન આવડતા કામને ટાળો નહીં તેને શીખવાનો પ્રયાસ કરો. • તમારા માટે તમને યોગ્ય લાગે તેવા કોઈ રોલ મોડેલને પસંદ કરો. તેના ગુણો એને આદતોનું અવલોકન કરો. સારી બાબતોને અનુસરવાનો પ્રયત્ન કરો. • આખરે તમે આત્મવિશ્વાસ હોવાનો અભિનય કરો ભલે પછી તમે આત્મવિશ્વાસ ન ધરાવતા હોવ. ધીરે ધીરે તમને એ વાત હકીકત માણવા લાગશે. • આત્મવિશ્વાસ જગાડવો થોડો સમય લગાડે એવું કામ છે પણ એના માટે સમય અને પ્રયત્નો કરવા જરૂરી છે. તો આજથી જ આત્મવિશ્વાસ તરફ ચાલવાનું શરૂ કરી દો.• આત્મવિશ્વાસનો અભાવ ઘણી જગ્યાએ જોવા મળે છે. કોઇપણ કાર્યમાં નિષ્ફળતા માટે આ જ કારણ જોવા મળતું હોય છે. આવા સમયે આપણું નબળું મનોબળ જલ્દીથી હાર માની લે છે.  પોતાની સમસ્યાઓ સાથે સમાધાન કરી શકવા અસમર્થ બની જાય છે.• આત્મવિશ્વાસ ~ જ્યાં સુધી સફળતા માટેનો અડગ આત્મવિશ્વાસ ન હોય ત્યાં સુધી લાખ પ્રયત્નો છતાં સફળ થતા નથી. • આત્મવિશ્વાસ વધારવો છે? સ્વતંત્રપણે વિચારવાની અને એ પ્રમાણે વર્તવાની ટેવ પાડો• હકારાત્મક અભિગમ અને “આત્મવિશ્વાસ” ધરાવતી વ્યક્તિ અચૂક સફળતા મેળવે છે.• ઘણી વ્યક્તિઓ વિવિધ કારણોસર લઘુતાગ્રંથીથી પીડાતી હોય છે. આત્મવિશ્વાસનો અભાવ વર્તાતો હોય છે. એક પ્રકારનો ભય મનમાં સતાવતો હોય છે. પરિણામે ધ્યાન કામ કરવામાં નહીં પરંતું કામ કરવામાં ક્યાંક ભૂલ તો નથી થતી ને તે શોધવામાં રહે છે. આમ ભૂલ શોધવામાં મન કાર્યરત હોવાના કારણે કામને યોગ્ય ન્યાય નહીં આપી શકાય.  જેથી જે કામ કરો તે આત્મવિશ્વાસ પૂર્વક કરો.• વિશાળ સંપર્કો,  વિવિધ તજજ્ઞો સાથે ચર્ચા “સફળતા”માં સહાયરૂપ બને છે.• ટેન્શન તથા સ્ટ્રેસથી માનસિક અસ્વસ્થતા વધી જતી હોય છે. જેથી  ટેન્શન ન રાખો. ભયભિત ન બનો. પૂરા આત્મવિશ્વાસથી આગળ વધો.• જો હૃદયમાં આત્મવિશ્વાસનો મોટો ભંડાર હોય તો ઘણું બધું શક્ય બનાવી શકાય છે,• તમારા આત્મવિશ્વાસને વધારવા માટે આ રહી અમુક ટિપ્સ જે તમને ચોક્કસ મદદ કરશે• પોતાના વિશે હકારાત્મક વિચારો. પોતાના વિશે હકારાત્મક વાતો કરોતમારી સફળતાઓ વિશે વાત કરો. તમારી કલા અને ગુણોની કદર કરો.• લોકો તમારી પ્રશંસા કરે તો તેને અવગણશો નહી. તેને હકારાત્મક રીતે લો અને તેને ગ્રહણ કરો. એક વાત યાદ રાખો કે દુનિયામાં તમે એક જ છો અને બીજુ કોઈ વ્યક્તિ તમે ન બને શકો.• પોતાનામાં વિશ્વાસ ધરાવો. તમે જે કરો છો તે અને માનો છે તે ખરુ છે. તમે જે વાતમાં માનો છો તેનો પક્ષ લો અને તેના માટે ઊભા રહો.• તમારા નકારાત્મક ગુણો અથવા નબળાઈઓની યાદી બનાવો અને તેના પર કામ કરવાનુ શરૂ કરો. તમારા શરીરના હાવભાવ સુધારો અને ટટ્ટાર ચાલો.• તમારી જાતની કાળજી લેવાનુ શરૂ કરો. તમારા ડ્રેસિંગ સ્ટાઈલ અને દેખાવ પર ધ્યાન આપો. જો તમે સારા લાગતા હશો તો તમે સારો અહેસાસ કરશો.• હસો અને લોકો સાથે નજરથી નજર મેળવીને વાત કરો. જ્યારે બની શકે ત્યારે લોકોને મદદ કરો. ન આવડતા કામને ટાળો નહીં તેને શિખવાનો પ્રયાસ કરો• તમારા માટે તમને યોગ્ય લાગે તેવા કોઈ રોલ મોડેલને પસંદ કરો. તેના ગુણો અને આદતોનુ અવલોકન કરો. સારી બાબતોને અનુસરવાનો પ્રયત્ન કરો.• આખરે તમે આત્મવિશ્વાસુ હોવાનો અભિનય કરો ભલે પછી તમે આત્મવિશ્વાસ ન ધરાવતા હોવ. ધીરે ધીરે તમે એ વાત હકીકત માનવા લાગશો.• આત્મવિશ્વાસ જગાડવો થોડુ સમય લગાડે એવુ કામ છે પણ તેના માટે સમય અને પ્રયત્નો કરવા જરૂરી છે. તો આજથી જ આત્મવિશ્વાસ તરફ ચાલવાનુ શરૂ કરી દો.• આત્મવિશ્વાસ વધારવા માટે જવાબદારી સ્વીકારીને તેને પૂર્ણ કરવા માટે નિષ્ઠા પૂર્વક પ્રબળ પ્રયત્નો કરવા જોઈએ. તે માટે સંપૂર્ણ લગન અને શ્રમ પૂર્વક કાર્ય કરીને તેને સફળ બનાવવાનો પ્રયાસ કરવો જરૂરી છે. શરૂઆતમાં નાની નાની જવાબદારીઓ પૂરી કરવાથી માણસના આત્મવિશ્વાસનો પાયો મજબૂત બને છે. જે જવાબદારી સ્વીકારવાની તક મળે તેને સહર્ષ સ્વીકારવી જોઈએ. તેનાથી બચવાની કે ગભરાવાની વૃત્તિ આત્મ વિશ્વાસને નષ્ટ કરી નાંખે છે. જુદી જુદી જવાબદારીઓ પૂરી કરતા રહેવાથી જ માણસમાં મહત્વપૂર્ણ કાર્યો કરવાની શક્તિનો વિકાસ થાય છે અને તેનો આત્મવિશ્વાસ વધે છે.• જીવનમાં જે આદર્શો અ૫નાવોજે આકાંક્ષાઓ રાખો તેમને કોઈ૫ણ ભોગે તત્પરતા પૂર્વક પૂરી કરવાનો પ્રયત્ન કરો. નાની નાની સફળતાઓથી માણસનો આત્મવિશ્વાસ વધે છે. દૃઢ નિશ્ચય અને કઠોર પ્રયત્નોથી કોઈ૫ણ ક્ષેત્રમાં ઓછી વત્તી સફળતા અવશ્ય મળે છે. એનાથી આત્મવિશ્વાસ જાગશે. જે કાર્યોથી માણસને ડરશંકા કે ગભરાટનો અનુભવ થતો હોય એવા કાર્યો અવશ્ય હાથ ધરવા જોઈએ. શંકાડરગભરાટ વગેરે આત્મ વિશ્વાસના મોટા શત્રુઓ છે. અંધારાંમાં ગભરાતા લોકો જો પ્રયત્નપૂર્વક અંધારાંમાં જાય તો તેમને ડર દૂર થઈ જાય છે. આંતરિક દુર્બળતાના કારણે જે કામને હાથ ધરવામાં ખચકાટ થતો હોય તે કામ અવશ્ય કરવું જોઈએ.• જીવનમાં ઓછી વત્તી ભૂલો થવી કે નિષ્ફળતા મળવી સ્વાભાવિક છે. તેમને ભૂલી જવામાં જ સાર છે. પાછલી ભૂલો માંથી બોધપાઠ લઈને ભવિષ્યમાં એવી ભૂલો ન થવા દેવી જોઈએ. અસફળતા અને ભૂલો વિશે જો સતત વિચારતા રહીએ તો તેનાથી આ૫ણો આત્મવિશ્વાસ તૂટી જાય છે.• સંસારમાં મોટા મોટા કાર્યો આત્મવિશ્વાસથી જ પૂરા થયા છે. પ્રચંડ આત્મ વિશ્વાસ વાળા લોકોએ જ સંસારનું નેતૃત્વ કર્યું છે. એવા લોકો જ સંસારને નવો માર્ગ અને નવો પ્રકાશ દેખાડી શકે છે. આ૫ણે ૫ણ આત્મ વિશ્વાસનું મહત્વ સમજવું જોઈએ અને તે વધારવા માટે નિરંતર પ્રયત્ન કરતા રહેવું જોઈએ કારણ કે એનાથી જ માણસની શકિતઓનો વિકાસ થાય છે.• અસફળતા નો ડર લોકો ને અંદર-અંદર થી ખોખલો કરી દે છે અને તે દરેક કામ ને કરવાથી પહેલા ડરે છેજેના કારણે તેમને સફળતા નથી મળી શકતી. પરંતુ જો લગન સાચી હોય અને મહેનત થી કામ કરવામાં આવે તો અસફળતા નો સવાલ જ નથી ઉઠતો. 

સફળતાના સચોટ સમીકરણો

પ્રકરણ – 9

સફળતાના અન્ય સિદ્ધાંતો• હંમેશાં “લિમીટેડ સોર્સીસ”માં પણ બેસ્ટ પરફોર્મન્સ આપવાનું રાખો. આ આદત લક્ષ્યની નજીક લઇ જવામાં મદદરૂપ થશે.• કામની ગંભીરતા સાથે આસપાસનું વાતાવરણ “આનંદદાયક” રાખો. જેથી સાથી કર્મચારીઓ લક્ષ્યને પહોંચી વળવા આનંદથી કામ કરી શકે. • એ રીતે કામ કરો કે તમારા “કામના સિદ્ધાંતો” આખા જગત માટે નિયમ બનાવી દેવામાં આવે.• જવાબદારી સ્વીકારવાની “ક્ષમતા” એ માનવીની પ્રતિભાનો માપદંડ છે. • ઊઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.—-સ્વામિ વિવેકાનંન્દ • તમારા કાર્યની સફળતા એ તમારી “લોકપ્રિયતા” છે. લોકપ્રિયતા એ છે જે માનવીની હયાતિ પછી પણ જીવંત રહે.• તમે ન બોલો. તમારા “કામ”ને બોલવા દો.• હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમોને “યાદ” કરવા પડે.• જેમાં આવડત છે તેને “શ્રેષ્ઠ” બનાવવાનો પ્રયત્ન કરો. આવડતને પરિપકવ બનાવો. ડગ માંડતા જાઓ. સફળતા મળતી જશે.• “સમય” પર વિશ્વાસ રાખો. સમય જેવો સારો સલાહકાર બીજો કોઇ નથી.• પોતાના જોશને ઓળખો. પોતાની “ક્ષમતા” મુજબ સપનાં જુઓ. ધીમે ધીમે પોતાની ક્ષમતાઓનો વિસ્તાર કરો.• તમે શું કરી શકો છો તે મહત્વનું નથી. તમો “શું કરશો” તેનું મહત્વ છે. • “આ કામ મારાથી નહીં થઇ શકે” એવા “નકારાત્મક વિચારો”ને મનમાં લાવશો નહીં. • નકારાત્મક  વિચારો વ્યક્તિને નબળા બનાવે છે. અને હકારાત્મક ઊર્જાનો નાશ કરે છે. માટે હંમેશાં હકારાત્મક વિચારો દ્વારા ધ્યેય બનાવી દેશો તો વધુ સક્રીય થશો. પરિણામ પણ હકારાત્મક આવશે.

“સફળતાના સચોટ સમિકરણો  2” હવે પછી રજુ કરવામાં આવશે. 

25