શિવ સંદેશ
Religious

સંબંધો ઋણાનુબંધ

11 September 2020
Opening book…

Full text

સંબંધો ઋણાનુબંધ

             સમગ્ર બ્રહ્માંડમાં ૮૪ લાખ યોનિમાંથી એક અવતાર મનુષ્ય દેહ છે. મનુષ્ય જન્મથી મરણ સુધી એક બીજા સાથે એક યા બીજા સંબંધોથી જોડાયેલો રહે છે. જેમ કે માં-બાપ, ભાઈ-બહેન,ભાઈ-ભાભી, બહેન-બનેવી, કાકાકાકી,ફોઇ-ફુઆ, માસી-માસા, મામા-મામી વિગેરે.  

આત્મા અજર-અમર છે. ફક્ત ખોળીયું જ બદલાય છે. આત્મા એક જીવમાંથી બીજા જીવના ખોળીયામાં પોતાના “કર્મના સિદ્ધાંત” અનુસાર જે યોનિ મળે તેમાં જાય છે. એટલે મનુષ્યનો જીવ કોઈપણ પ્રાણીના નવીન શરીરમાં પ્રવેશી નવીન જીવ તરીકે અસ્તિત્વ પામે છે. આમ આત્મા એક જીવમાંથી કોઈપણ બીજા જીવમાં પ્રવેશી નવીન જીવ તરીકે શરીર ધારણ કરે છે.               

કોઈપણ પ્રાણી પોતાના અસ્તિત્વ દરમિયાન અન્યો સાથે સંબંધો ધરાવે છે, પરંતુ નવીન જીવ તરીકે ક્યાં અસ્તિત્વમાં હશે ત કોઈને પણ ખ્યાલ હોતો નથી. અને આવડા મોટા બ્રહ્માંડમાં કોઈપણ સ્થળે અસ્તિત્વ હોઈ શકે, જેથી નવીન જીવમાં જૂના જીવના સંબંધોના વિષે અજાણ હોઈ તથા બ્રહ્માંડના કયા જીવ તરીકે અસ્તિત્વ હોય તે બાબતે અજાણ હોઈ તેનું ફરી મિલન લગભાગ શક્ય હોતું નથી.  

પરંતુ આપણે સમાજમાં જોઈએ છીએ કે કૂતરું અને બિલાડી એકબીજાના દુશ્મન હોવા છતાં ક્યારેક બંને સાથે રમતાં જોઈ શકીએ છીએ. હું જ્યારે માંડવી (કચ્છ)માં નોકરી અર્થે ગયો હતો ત્યારે મેં આખા માંડવીમાં આવા કેટલાય પ્રસંગો જોયા હતા. ઘણી વખત સમાચારમાં પણ જોઈએ છીએ કે  વાઘના બચ્ચાને કૂતરી સ્તનપાન કરાવી તેનું જીવન બક્ષે છે. જે અબોલ પ્રાણી હોવા છતાં આ જે સંબંધો છે એ ક્યાંથી શક્ય બને?         

આપણે મનુષ્ય અવતારમાં પણ જોઈએ છીએ કે ઉપર જણાવ્યા પ્રમાણેના ભાઈ-બહેન…….વિગેરે સંબંધો તરીકે સહ અસ્તિત્વમાં રહીએ છીએ. જ્યારે ક્યારેક આપણે લાગણીવશ અન્યો સાથે ભાઇનો કે બહેનનો સંબંધ બંધાઈ જાય છે. અને આપણે રાખડી બાંધવા-બંધાવવા સુધી સંબંધો થઈ જાય છે. ક્યારેક અચાનક કોઈકને જોઈને આપણને થાય છે કે “આમને તો મેં ક્યાંક જોયા છે”. ક્યારેક કોઈ પણ જાતના સંબંધો ન હોવા છતાં પણ લાગણીવશ આપણે તેની સેવા કરવા મંડી પંડીએ છીએ વિગેરે…… આવા તો ઘણા જ પ્રસંગો આપણે જોતાં હોઈએ છીએ અને અનુભવતા હોઈએ છીએ.   

આવી જ રીતે ક્યારેક આપણને સામેનો માણસ-અંગત માણસ, કે ઘરની જ વ્યક્તિ આપણને દુશ્મન લાગતા હોય છે, અથવા એવો વ્યવહાર કરતાં નજરે પડતાં હોય છે.  ક્યારેક કોઈને જોઈને આપણે “ખેંચાણ” અનુભવતા હોઈએ છીએ. ક્યારેક આપણા જ આત્મજનથી છૂટા પાડવા માંગતા હોઈએ છીએ.          

પૂર્વ જન્મોના ઋણાનુબંધ” થકી આવા સંબંધો બંધાઈ જતાં હોય છે અથવા છૂટા પડી જતા હોય છે.

ટૂંકમાં  : –

“કર્મ અને ઋણાનુબંધ” નિમિત્તે વ્યક્તિઓ મળતી હોય છે, છૂટી પડતી હોય છે અને પુન: મળતી હોય છે. માટે છૂટા પડતી વખતે અફસોસ ન કરવો, પણ મિલન વખતે હર્ષ જરૂર કરવો.

                         “સંબંધો” નથી બદલાતા, સંજોગો બદલાય છે.

                          ભીડ વચ્ચે જ્યારે સ્નેહીજનની ખોટ વર્તાય છે,

                          ત્યારે કોઇના સંબંધોની સાચી કિંમત સમજાય છે.

આમ આપણે જોયું કે સંબંધો ઋણાનુબંધ છે. હવે જોઈએ સંબંધો એટલે શું?

સંબંધો એટલે શું?

સંબંધની વ્યાખ્યા બહુ જટિલ છે. આમ કહીએ તો સંબંધની કોઈ વ્યાખ્યા જ હોતી નથી. કારણ કે સંબંધ એ કોઈ વસ્તુ નથી, લાગણીઓથી બનેલ એક આયામ છે. એટલે સંબંધોની કોઈ વ્યાખ્યા જ હોતી નથી. સંબંધો એક અનુભૂતિ છે. એટલે કે લાગણીઓ તથા અનુભૂતિથી પ્રકટ થતી એક દુનિયાને (વર્તુળને) “સંબંધ” કહી શકીએ છીએ. સંબંધને કોઈ સાથે સરખાવી ન શકાય. કારણ કે તેને નામ કે ઓળખ હોતી નથી. છતાં આપણે તેને ઓળખ આપવા પ્રયત્ન કરીશું.   

સંબંધો એટલે શું? વાક્ય ઘણી જગ્યાએ સાંભળવા મળે છે. ઘણી જગ્યાએ આપણે એવું સાંભળતા હોય છે કે આને આની જોડે સંબંધ તોડી નાખ્યો. આને સંબંધ સાચવતાં સારો આવડે છે. સંબંધ એટલે સુખદુઃખનું શેરીંગ. … સંબંધોમાં તમે શું શેર કરો છો એના પરથી સંબંધની ધનિષ્ઠતા નક્કી કરી શકાય. સંબંધ એટલે જ્યાં સ્નેહ છે, જ્યાં સંવેદના છે, જ્યાં સંવાદ છે અને જ્યાં સમજદારી છે. જેને બાંધવાથી બંધાય અને તોડવાથી તૂટે એનું નામ બંધન પરંતુ જે  આપમેળે બંધાય અને જીવનભર ના તૂટે તેનું નામ સંબંધ. આમ સંબંધ એટલે સમ+બંધસરખા બંધનથી બંધાયેલા બે કે તેથી વધુ જણા સાથે મિલન.

સંબંધોના તબક્કા :

જન્મથી મૃત્યુ સુધી સંબંધોના આયામ જુદા જુદા હોય છે. દરેક નવા સંબંધમાં વ્યક્તિઓ બદલાતી હોય છે, જન્મથી સૌ પ્રથમ સંબંધ માતા સાથે હોય છે. એટલે માતા-પિતા સાથેનો સંબંધ પ્રથમ સંબંધ. ત્યારબાદ કૌટુંબિક સંબંધો કેળવાય છે. ત્યારબાદ અન્ય બાળકો સાથે સંબંધો કેળવાય છે. ત્યારબાદ શાળામાં ગુરુ-શિષ્ય અને અન્ય સહાધ્યાયીઓ સાથે સંબંધો કેળવાય છે. કિશોરાવસ્થામાં વ્યક્તિની ઓળખ બદલાય છે અને તેથી તેઓના સંબધો પણ અલગ પ્રકારના કેળવાય છે. યુવાવસ્થામાં તેથી ભિન્ન સંબંધો કેળવાય છે. જેમ જેમ સંબંધો તબક્કાવાર આગળ વધતાં જાય છે તેમ તેમ આપણને ખ્યાલ પણ રહેતો નથી અને  પાછલા સંબંધોમાં ફેરફાર થતો રહે છે અને નવા સંબંધોની પ્રાથમિકતા વધતી જાય છે. દરેક આયામના સંબંધોની એક આગવી ઓળખ હોય છે. પ્રાથમિક શાળાથી કૉલેજ સુધીના સંબંધો પણ અલગ અલગ હોય છે. માધ્યમિક શાળામાં જતાંની સાથે પહેલાના પ્રાથમિક શાળાના સહાધ્યાયીઓનાં સંબંધો ધીમે ધીમે ભુલાઈ જતાં હોય છે. તે જ રીતે ઉચ્ચતર માધ્યમિક શાળામાં અલગ સંબંધો કેળવાય છે. યુવાવસ્થામાં પણ સંબંધોના અલગ અલગ પ્રકાર  હોય છે. ઉચ્ચતર માધ્યમિક બાદ કોલેજમાં અલગ જ સંબંધો કેળવાય છે. આમ જન્મથી કૉલેજકાળ સુધીના ઉપર પ્રમાણેના સંબંધોના જુદા જુદા તબક્કાઓ હોય છે.

ત્યારબાદ આવે છે વ્યાવસાયિક  જીવનનો તબક્કો : –

વ્યાવસાયિક  જીવનમાં આપણે જે વ્યવસાય કરતા હોઈએ, કે નોકરી કે અન્ય રોજગારી આપણા સંબંધો સામાન્ય રીતે તેને અનુરૂપ જ કેળવાતા હોય છે. છતાં મુખ્યત્વે વ્યાવસાયિક  ક્ષેત્રમાં ગ્રાહક-દુકાનદાર, નોકરિયાતના ક્ષેત્રમાં માલિક-ઉપરી અધિકારી, તથા સહ કર્મચારીઓ, અન્ય ક્ષેત્રમાં સેવાનો હેતુ હોય તો માલિક અને સેવક, આ જ રીતે દરેક ક્ષેત્રમાં તેને અનુરૂપ ઉપરાંત સહકાર્યકરો સાથે સંબંધો કેળવાતા હોય છે.

ત્યારબાદ ગૃહસ્થ જીવનનો તબક્કો : –

ગૃહસ્થ જીવન વ્યાવસાયિક  જીવનની સાથે સમાંતરે ચાલતા સંબંધો છે.  હવે પછીના તમામ તબક્કાઓની સાથે વ્યાવસાયિક  સંબંધો લગભગ સાથે ચાલશે. ગૃહસ્થ જીવનથી સંબંધોના આયામ બદલાઈ જાય છે. એને વ્યાવસાયિક  સંબંધોની સાથે ગૃહસ્થ તથા સામાજિક સંબંધોની સાથે તાલ મેળવવો પડે છે. પોતાના માતા-પિતા, ભાઈ-બહેન, પતિ-પત્ની તથા બાળકો સાથે સાથે સગા સંબંધીઓ સાથે તાલ મેળવવો પડતો હોય છે અને વ્યાવસાયિક  સંબંધો સાથે પણ તાલ મિલાવવો પડતો હોય છે.

આમ સમય, સંજોગો, વિચારો અને વ્યક્તિના જીવનમાં જેમ જેમ પરીવર્તન આવે તેમ તેમ સંબંધો ઉપર અસર થાય છે. દરેક સંબંધોની તેની સીમાઓ હોય છે. અને તે સીમાની બહાર નવા જ સંબંધોનો જન્મ થાય છે. પોતાના સામાજિક જીવન દરમ્યાન મનુષ્ય અનેક વ્યક્તિઓના સંપર્કમાં આવે છે, જેને લીધે તે અન્ય સાથે સંપર્ક ધરાવતો થાય છે. આ સંપર્કો દ્વારા વ્યક્તિ-વ્યક્તિ, જુથ- જુથ તેમજ જુથ-વ્યક્તિ વચ્ચે પણ સામાજિક સંબંધો બંધાય છે. 

સંબંધોના પ્રકારો : –

ઉપર  આપણે સંબંધોના તબક્કાઓ જોયા. હવે સંબંધોના પ્રકારો જોઈએ.  

સામાજિક સંબંધોના તેના લક્ષણો/જરૂરિયાત અનુસાર વિવિધ પ્રકારો પડે છે, જેમ કે નજદીકના અને દૂરના  સંબંધો , પ્રાથમિક અને ગૌણ સંબંધો તથા ઔપચારિક અને અનૌપચારિક સંબંધો. આમ સંબંધોના પણ પ્રકાર હોય છે. એક તબક્કાના સંબંધોમાં એક વર્તુળની અંદર બીજા એનેક નાના મોટા “સંબંધોના વર્તુળો” હોય છે. ઉપરાંત સંબંધોમાં નજીકના અને દૂરના એવા પ્રકારો હોય છે.

નજીકના સંબંધો :

પિતા – પુત્ર/પુત્રી, માતા – પુત્ર/પુત્રી, ભાઈ – બહેનના સંબંધો તે જ રીતે કાકા – કાકી, માસી – માસા, ફોઇ – ફુઆ, મામા-મામી તથા તેઓના બાળકો તથા તેઓના સંબંધીઓ  પણ આપણા નજીકના સગાઓ કહેવાય. આ ઉપરાંત પતિ-પત્ની, સાસુ-સસરા, સાળા-બનેવી, તથા તેઓના નજદિકના સગાઓ પણ આપણા નજીકના સંબંધીઓ કહેવાય.

દૂરના સંબંધો : –

આપણા તદ્દન નજીકના સગાઓના સંબંધીઓના સંબંધીઓ આપણા દૂરના સગાઓ કહેવાય. આ ઉપરાંત પણ ઘણા બધા સંબંધો જીવનમાં ગોઠવાતા હોય છે. દા.ત. ગુરૂ-શિષ્ય, અધિકારો-કર્મચારી, વ્યાપારી-ગ્રાહક, સહ કર્મચારીઓ વિગેરે. મિત્રોનું મિત્ર વર્તુળ પણ નજીકના તથા દૂરના સંબંધોમાં ગણાય. ઘર, વ્યવસાય, મુસાફરી દરમિયાન બંધાતા સંબંધો, ખરીદી દરમિયાન બંધાતા સંબંધો, હોટલમાં જમતી વખતે કે રોકાણ દરમિયાન બંધાતા સંબંધો, દૂધવાળા, શાકભાજીવાળા, છાપાવાળા, રિક્ષાવાળા, ગેરેજવાળાઓ, ડ્રાઇવર, ઘરકામ કરવાવાળા સેવકો, રસોઈયાઓ, ઈસ્ત્રીકામ કરવાવાળાઓ ઉપરાંત વ્યાવસાયિક તથા સેવા કામ સાથે સંકળાયેલ લોકો સાથે પણ સંબંધો બંધાઈ જાતા હોય છે જે સામાન્ય રીતે દૂરના સંબંધો ગણાય.

સંબંધો કેવી રીતે સાચવવા?

આમ આપણે ઉપર જોયું તેમ પ્રત્યક્ષ કે પરોક્ષ સંબંધો બંધાતા હોય છે. આ રીતે બંધાયેલા તમામ સંબંધો કાયમી રીતે અથવા ક્યારેક ક્ષણિક સચવાતા હોય છે. તમામ સંબંધો સચવાય તેવું બનતું નથી. જેનાં ઘણા બધા કારણો હોઇ શકે છે. આ સંબંધો એક વખત બંધાયા પછી તેને સાચવવા માટે સંબંધોની માવજત કરવી પડતી હોય છે. સંબંધોને ઉષ્માથી, હૂંફથી, મીઠાશથી સદાય હર્યા-ભર્યા રાખવા પડતાં હોય છે. અને તો જ સંબંધો સચવાતા હોય છે. સંબંધો ટકી રહે તે અગત્યનું છે, કારણ કે સંબંધો વગર જીવન જીવવું અસહ્ય હોય છે. જો આપણે સંબંધોનું મહત્વ સમજતા હોઈએ તો સંબંધો ટકાવવાનું અઘરું નથી. જો કે ઘણા બધા કહેતા હોય છે કે સંબંધો આપોઆપ ટકે છે. પણ, ના. સંબંધો સાચવવા માટે ઘણી જ માવજત કરવી પડે છે. કારણ કે જિંદગી, સમય અને સંબંધ, ત્રણ વસ્તુ એવી છે જે ક્યારેય એકસરખી રહેતી નથી. ગમે એટલી મહેનત કરીએ તો પણ એનું બેલેન્સ સ્થિર રહેતું નથી. સમજદારી હોય તો સંબંધમાં ઓટ આવી જાય છે. સંબંધ જાળવવાની જવાબદારી એક વ્યક્તિની નથી હોતી. જેને દિલ ફાડીને પ્રેમ કર્યો હોય વ્યક્તિની લાગણીમાં જરાયે ઓટ કે ખોટ આવે ત્યારે અઘરું પડતું હોય છે. ઓટ કામચલાઉ હોય તો હજુ વાંધો આવતો નથી, પણ સતત અવગણના આપણને એવો નિર્ણય કરવા મજબૂર કરે છે કે હવે આગળ વધવું કે પાછા વળી જવું ? સમય ક્યારેક એવું કરતો હોય છે કે બેમાંથી ગમે તે કરીએ, અઘરું તો પડે . આખો રસ્તો જ્યારે પથરાળ થઈ જાય તો પછી તમે આગળ જાવ કે પાછળ, પથરા પગમાં વાગવાના તો છે . જેથી પ્રેમ હોય, દાંપત્યજીવન હોય,  મિત્રતા હોય કે કોઈ પણ સંબંધ હોય, જો એમાં બીજા તરફથી કોઈ પ્રતિભાવ મળે તો પહેલાં તો તેનું કારણ સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. જો કારણ ઇરાદાપૂર્વકનું હોય તો સંબંધ ઉપર વિચાર કરવો જોઈએ. સંબંધને એક તક આપો, બે તક આપો, છતાંયે ટકે તો સમજવું કે તમારો સંબંધ તકવાદી અને તકલાદી છે. સંબંધનો રણકો વર્તાઈ જાય છે. સંબંધ માત્ર નામનો લાગવા માંડે ત્યારે આપણને ખબર પડી જતી હોય છે. આવા સમયે સંબંધને પકડી રાખવાનો કોઈ અર્થ હોતો નથી. ક્યારેક કંઈક છોડી દેવામાં આપણે પણ છૂટી જતા હોઈએ છીએ. મુક્ત થવા માટે કંઈક છોડવું પડતું હોય છે. સંબંધોને પકડી રાખીને તરફડતા રહેવા કરતાં છૂટી જઈને અળગા રહીને હળવા રહેવું ઘણી વખત સારું હોય છે. નહીં માનો તો ખુદ એકવાર વિચાર કરી જુઓ. આમ સંબંધોને સાચવવા જેટલા સહેલા છે તેટલા જ અઘરા પણ છે. આવા સહેલા તથા અઘરા સંબંધોની સાથે તાલ મિલાવીને સાચવતા આવડે તો કોઈ મુશ્કેલી નડતી નથી. કહેવાય છે કે સંબંધો બાંધવા સહેલા છે, પણ તેને નિભાવી રાખવાનું આસાન નથી. સમાજમાં અઢળક માણસોની આ દુનિયા છે. પરંતુ આંગળીના વેઢે ગણાય એટલા જ માણસો સાથે ટકી જાય, ગમી જાય, ભળી જાય, અને ફળી જાય તેવા સંબંધો કેળવાતા હોય છે. નાનપણથી આપણા અસ્તિત્વ સુધી ટકી જાય તેવા સંબંધો ખરેખર વિરલ-જૂજ હોય છે. જીવનમાં સાચા અને પાકા સંબંધો ટકાવી રાખવા હોય તો સંપૂર્ણ નિખાલસતા, વફાદારી, પ્રમાણિકતા અને નિઃસ્વાર્થ ભાવથી ટકાવી રાખવા પડે. સંબંધો હોય ત્યાં મતભેદ તો રહેવાના જ. આવી પરિસ્થિતી સર્જાય ત્યારે સમજી વિચારીને નિર્ણય લેવાથી ચોક્કસ સમાધાન થઈ રહેશે. ટૂંકમાં જેને પોતાના કરો તેને પાકા પાયે કાયમ માટે પોતાના કરો. જેનાથી તમારી ઓળખ ઊભી થશે. બીજાએ ઓળખ આપવી પડે નહીં.

આપણે જે સંબંધ મજબૂતીથી જાળવી રાખવા ઇચ્છતા હોઈએ છીએ તે સંબંધ તૂટવાનો ડર હંમેશાં સતાવતો હોય છે. આ ડરને નજીક ન આવવા દેવો હોય તો સંબંધમાં કોઈ પણ જાતનો સ્વાર્થ વચ્ચે આવવો જોઈએ નહીં.

એટલે કે સંબંધ એટલે સ્વાર્થ વગરનું સગપણ…!!

સંબંધો સાચવવાની જડીબૂટ્ટી : –

આપણે ઉપર જોયું કે સંબંધો ક્યારે ક્યારે કેવા રંગ-રૂપ બદલે છે. હવે સંબંધો સાચવવાની કળા જોઈએ.

સંબંધો સાચવવાની જડીબૂટ્ટી “એડજસ્ટમેન્ટ” (અનુકૂલન) છે. જો આપણે કોઇની સાથે એડજસ્ટ થઈ શકતા નથી તો સંબંધો ધીમે ધીમે ઘટતા જશે અને આપણે એકલા પડી જઈશું. લોકોની સાથે બિન જરૂરી અથડામણો થશે. જેનાં કારણે આપણને કોઈ સહકાર નહીં આપે, વેર બંધાશે  અને આપણે દુઃખી થઈ જઈશું. જેની અસર આપણી કાર્યક્ષમતા ઉપર પડશે જે આપણી પ્રગતિમાં અવરોધરૂપ થશે.

જો આપણે સંબંધોમાં અનુકૂલન કરી શકતા હોઈએ તો સંબંધો લાંબો સમય કે કાયમી ટકી શકે છે.  સંબંધોમાં આપણે સુખ દુઃખ શેર કરી શકીએ છીએ અને કોઈપણ સમસ્યાનું સમાધાન શોધી શકીએ છીએ. જેથી “સંબંધો સાચવવા કરવું પડતું એડજસ્ટમેન્ટ કરવા માટે ખાસ કરીને ક્રોધ, માન, અપમાન, લોભ તથા સ્વાર્થ ત્યજી અથડામણ ન થાય તેવા પ્રયત્નો કરવાથી સંબંધો જાળવી શકીએ છીએ.” સંબંધો સાચવવાથી જીવન સરળતાથી ચાલશે, લોકો માન આપશે, કોઇની સાથે વેર નહીં બંધાય તથા આજુબાજુના લોકો તમારી પડખે  ઊભા રહેશે અને સહકાર આપશે. આપણી કાર્યક્ષમતા વધશે, બિન જરૂરી સમયનો વ્યય નહીં થાય, અને આપણે પ્રગતિમાં અવરોધ નહીં થાય. માટે ઘણી વખત આપણે સાચા હોઈએ છતાં પણ એડજસ્ટમેન્ટ કરવું પડતું હોય છે. માટે કોઈપણ પરિસ્થિતિમાં અનુકૂલન સાધવું, મિત્રો બાંધવા, મિત્રતા નિભાવવી,અને ઉપર બતાવ્યા પ્રમાણે સંબંધો સાચવવાની કળા હસ્તગત કરી તેનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ.

ક્યાંક ઉજરડા તો ક્યાંક મલમ મળશે,

સંબંધે સંબંધે થોડો ફરક મળશે,

નિભાવશો જો સંબંધ સ્નેહથી,

તો ક્યાંક લક્ષ્મણ તો ક્યાંક સુદામા મળશે.

એટલે આપણે સંબંધો શક્ય હોય ત્યાં સુધી સાચવવા જોઈએ. આ કળા આપણને બાળપણથી જ મળી રહેતી હોય છે. પરંતુ તેનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવો તે અનુભવ શીખવે છે.

આમ સંબંધો સાચવવાની કળા બાળપણથી મળતી હોય છે. જેથી બાળકોને નાનપણથી જ સંબંધો સાચવતા શીખે તેવા પ્રયત્નો કરવા જોઈએ. બાળકો આપણી પ્રવૃત્તિઓનું અવલોકન કરતાં હોય છે, અને તેની અસર બાલમાનસમાં અંકિત થતી હોય છે.  આપણે જેવો વ્યવહાર કરતાં હોઈએ છીએ તેવો જ વ્યવહાર બાળકો શીખતા હોય છે.  જેથી આપણો  વ્યવહાર નીચે મુજબ હોવો જરૂરી છે.

કોઈપણ વ્યક્તિ એક જીવંત વ્યક્તિ છે. નાની નાની બાબતોમાં બાળકોની હાજરીમાં ધમકાવવાની, તુકારે બોલાવવાની, કે હડધૂત કરવાની વૃત્તિ કરવી જોઈએ નહીં. કારણ કે બાળકો જો આ રીતેનું આપણું વર્તન જોશે તો તે પ્રમાણે જ બાળક શીખશે. જેથી તેઓને સન્માનથી બોલાવવાની કાળજી રાખવી જોઈએ. આ ઉપરાંત સારા-નરસા પ્રસંગોએ બાળકોને સાથે રાખી સગાઓની ઓળખ આપવી જોઈએ જેથી બાળકો સંબંધો ઓળખે અને સન્માન આપતા શીખે. જો કે આજે મોટાભાગના લોકોને સમય મળતો હોતો નથી. છતાં પણ આ વ્યસ્ત જીવનમાંથી પણ સમય ફાળવી બાળકોને આવા સંબંધો કેળવતા શીખવાડવા જોઈએ. હવે વિભક્ત કુટુંબો વધી રહ્યા છે. ધીરે ધીરે સંયુક્ત કુટુંબોની સંખ્યા ઘટતી જાય છે. જેનાં કારણે પારિવારિક સંબંધો ખૂબ જ સીમિત બની રહ્યા છે. આજકાલ પરિવારની વ્યાખ્યા માત્ર માતા-પિતા અને બાળકો પૂરતી મર્યાદિત થઈ ગઈ છે. ત્યારે બાળકોને આ સંબંધોનું મહત્વ સમજાવવું ખૂબ જ અગત્યનું છે. સગા સંબંધીઓનું મહત્વ એક દિવસમાં સમજાવી શકાતું નથી. જેથી બાળપણથી જ આ વિષે જણાવતા રહો. સંબંધો સાચવવા માટે અને સગા સંબંધીઓ માટે પ્રેમ જાગે એને પોતીકાપણાનો ભાવ પેદા થાય તે માટે   સગા સંબંધીઓને ત્યાં સહકુટુંબ મુલાકાત કરવી જોઈએ, સમયાંતરે ગેટ ટુ ગેધર”નું આયોજન કરો. વેકેશનમાં બાળકોને સંબંધીઓને ત્યાં ફરવા લઇ જાઓ. અને એવી જ રીતે તેઓને આપણા ઘેરે બોલાવવા જોઈએ. પિકનિક કે નાના મોટા પ્રવાસો સમૂહમાં  ગોઠવવા જોઈએ. જેનાથી બાળકો સાથે એકબીજાનું બોંડિંગ વધશે. અને એકબીજાની કંપની મળવાના કારણે એન્જોય કરશે. દૂર રહેતા સગા સંબંધીઓ સાથે ફોન પર વાતચીત કરો અને કરાવો. પરિવારના ફોટોના  આલ્બમ બનાવી થોડા થોડા સમયે આલ્બમ દ્વારા ઓળખ આપતા રહો. વિડીયો કૉલીંગ દ્વારા પણ સગા સંબંધીઓનો પરિચય કરાવી શકાય. તેનાથી બાળકોનો સમય સારી રીતે જશે અને બધાની સાથે કેવી રીતે રહેવું તે પણ શીખશે. સાથે મળીને કેવી રીતે કામ કરવું વિગેરેની ટ્રેનીંગ પણ મળશે.

સંબંધોની મધુરતા જાળવવાની ટીપ્સ

આજકાલ આર્થિક ઉપાર્જન, પોતે આગળ વધવાની મહત્વકાંક્ષા, પોતે પોતાની કેરીયર બનાવવાની મહેચ્છા વિગેરે કારણોસર દોડધામના  કારણે પરિવારમાં ખૂબ ઓછો સમય ફાળવી શકતા હોવાના કારણે પરિવારનું બંધન તથા સંબંધોની મીઠાશ ઓછી થઇ રહી છેસંબંધોમાં ઉચ્ચકક્ષાની સમજદારી મોટો ભાગ ભજવે છે, ચાહે સંબંધ  પતિપત્નીનો હોય, માતાપિતાનો હોય, બેસ્ટ ફ્રેંડનો હોય કે આડોશી પાડોશી સાથેનો હોય. સંબંધોને ફુલ ગુલાબી રાખવા માટે કેટલીક બાબતો અવગણી શકીએ નહીં. જેવી કે:-

સમય : – સંબંધોને સમય આપો તો તે ખોખલા થઇ જાય છે. દામ્પત્ય સંબંધોમાં પતિ કે પત્ની એકબીજાનું સાનિધ્ય ઇચ્છતા હોય છે, સચવાય તો ગમે તેટલી મોંઘી ગીફ્ટ પણ પાર્ટનરને રીઝવી શકે નહીં.

હૂફ : – બાળકોને હૂંફ જોઇતી હોય છે. પરંતું આજના સમયમાં બે વ્યક્તિઓ માતાપિતા બન્ને નોકરી કરતા હોય ત્યારે   બાળકો માટે સમય ફાળવી શકતા નથી. જેથી બાળકો માતાપિતાની હૂંફ મેળવી શકતા નથી જેના કારણે બાળકનું બાળપણ ક્યાંય ખોવાઇ જતું હોય છે. માટે બાળકો સાથેના સંબંધોને ગુણવત્તાભર્યો સમય આપવો જોઇએ.

સ્પષ્ટતા :- મિત્રતાના કે પ્રેમીજનોના સંબંધોમાં ખોટું લાગી જશે ડરે નિખાલસતાનો અભાવ જોવા મળે છે. તમારા મિત્રને કે પ્રિય પાત્રને કડવી પણ સાચી વાત સારી રીતે વિના સંકોચે કહો. પરંતું તેની ખામીઓની ફક્ત તેની સામે જાહેર કરો. અન્ય વ્યક્તિઓ સામે નહીં.

સમજદારી :- પરિપકવતા :- કોઇપણ સંબંધો ટકાવી રાખવાનો પાયો છે સમજદારી. બિનજરૂરી Ego ના કારણે સંબંધો તૂટવા જોઇએ. Let go ની ભાવના જરૂરી છે.

મર્યાદાઓ :- સંબંધોની મધુરતા જાળવવા માટે મર્યાદાઓની આવશ્યકતા હોય છે. સંબંધોની હૈસિયત પ્રમાણે મર્યાદાઓની હૈસીયતમાં રહેવું જોઇએ. પરંતું મર્યાદાનો કુવો વ્યક્તિ કે કુળને ડૂબાડવા માટે પ્રયોજવો જોઇએ. મર્યાદાઓ પણ પારદર્શી, સત્યનિષ્ઠ અને વ્યક્તિ અને સમાજના વ્યાપક હીતને મહત્વ આપનારી હોવી જોઇએ.

કડકાઇપ્રેમ:- સંબધોની મધુરતા જાળવવા માટે એક આંખમાં કડકાઇ અને એક આંખમાં પ્રેમ રાખવો પડે. બેઉ સાથે રહે તે ઉત્તમ છે.

કમ્યુનિકેશન જાળવો:- પરિવાર મોટો હોય અને તમે ખૂબ વ્યસ્ત હોવા છતાં બધા સભ્યો સાથે કમ્યુનિકેશન જાળવી રાખવું. માહિતી લેતા હોય એવી રીતે બેચાર પ્રશ્નો રોજીન્દી વાતો સાથે તેના મનની વાતોને પણ જાણો.

અપેક્ષાથી બચો :- કોઇ વ્યક્તિ આમ કરે તેવી અપેક્ષા રાખશો નહિ. અપેક્ષાઓ પૂરી થાય ત્યારે દુ: થાય છે. સંબંધોમાં કડવાશ આવે છે.

બીજાના વિચારો જાણો : સામૂહિક ભેગા થયા હોઇએ ત્યારે પોતાના વિચારો લાદી દેવાના બદલે બીજાને પણ વિચારો પ્રગટ કરવાની તક આપો.

વખાણ કરો:- કોઇપણ વ્યક્તિની સારી બાબતના વખાણ કરો. તેનાથી સામી વ્યક્તિ આનન્દિત થવાની સાથે સાથે આત્મવિશ્વાસી બનશે.

વિશ્વાસ જીતો:- એકની વાત બીજાની આગળ વખાણ અને પીઠ પાછળ નિંદા કરવાથી વિશ્વાસ ગુમાવીએ છીએ. માટે આવી પધ્ધતિથી દૂર રહો. તેને સમજવાનો પ્રયત્ન કરશો તો વિશ્વાસ જીતી શકશો.

ફેમિલી ડીનર :- બની શકે તો દિવસમાં એકવાર સાથે બેસીને જમવું જોઇએ.

જનરેશન ગેપ દૂર કરો :- નાના તથા બાળકો અને તમારી વચ્ચે જનરેશન ગેપ સર્જાવા દો. નાના સાથે નાના, યુવાન સાથે યુવાન બનો. વડીલોને માન આપો.

  • વાણીવર્તન ને વિવેકથી વશમાં રાખો.
  • પોતાની જીવનયાત્રામાં આનંદિત રહેવા માટે સંબંધો સાચવવા ખૂબ જ અનિવાર્ય છે.
  • માનવીએ આત્મનિરીક્ષણ માટે સતત આત્મમંથન અને ચિંતન કરવા જરૂરી છે.
  • ઘરમાં કમ્પ્યુટર હોય તો વેબ કેમ લગાવી સંબંધીઓ સાથે વાતચીત કરાવો. કમ્પ્યુટર દ્વારા ઓનલાઇન ફોટો શેરીંગ કરો.
  • ફેમિલી બ્લોગ બનાઓ. તેના દવારા તમે તમારી યાદગાર પળો કે બાળકના આર્ટવર્ક જેવી વાતો પરિવારના સભ્યો સાથે શેર કરશો.
  • પર પુરૂષ કે પર સ્ત્રી પર આંધળો વિશ્વાસ મૂકવો નહીં.
  • એકાંતમાં ક્યારે કોઇ વ્યવહાર કરવો નહીં. કોઇ પ્રસંગે એકાંતમાં વ્યવહાર પાર પાડવાનું જરૂરી હોય તો કોઇ એક અન્ય વ્યક્તિને સાથે રાખો.
  • કેટલીક ભૂલો માફીને પાત્ર હોય તો માફ કરવી જોઇએ નહીં.
  • પોતાની સાથે અઘટિત ઘટના ઘટી હોય તો સ્વજનોને તરત જાણ કરવી જોઇએ.
  • પોતાની જાત માટે પણ સમય આપો.
  • જ્યારે એકબીજાનો પ્રેમ તેના સાચા અર્થમાં અને દરેક સ્વરૂપમાં સમજવા માંડે છે ત્યારે પ્રેમથી આગળ વધીને એકબીજાની દરેક લાગણીઓ પણ સમજાવા માંડે છે.
  • દુ:ખી માનવીના દુઃખને જોઇને માત્ર વ્યથિત થઇ બેસી રહેવાના બદલે તેના દુઃખને દૂર કરવાના યથા શક્તિ પ્રયાસો કરવા જરૂરી છે.
  • અન્નવસ્ત્રઆવાસગંભીર બીમારી, કુદરતી આફત, અતિવૃષ્ટી, અનાવૃષ્ટિ, ધરતીકંપ, વાવાઝોડું, અકસ્માત (દુનિયવી દુઃખો) જેમાં મદદ કરી દુઃખમાં સહભાગી થાઓ. . તમે સામાજિક માળખામાં રહેતા હો ત્યારે તમારી બનતી મદદ કરવાની ફરજ બની જાય છે.             
  • ચક્ષુદાન, દેહદાન, કિડનીદાન, વિદ્યાદાન, સમયદાન પૈકી શક્ય તે દાન કરો.
  • દરેક સત્કાર્ય પ્રેરક બનવું જોઇએ.
  • વધારે પડતી મજાકથી કોઇનું અપમાન થાય છે. સંબંધો બગડે છે. જેથી મજાક મર્યાદામાં કરવી  જેથી કોઇને દુ: થાય.
  • પરોપકાર માટે વ્યક્તિના હૃદયમાં દયાભાવ, દુઃખીઓ પ્રત્યે મમતા, જીવનમાં કંઇક કરી છુટવાની તમન્ના હોવી જોઇએ.
  • પોતાની આવકનો દશાંશ ભાગ દાનમાં દેવાની ઇચ્છાશક્તિ હોવી જોઇએ.
  • આફતના સમયે માનવી એકમેકની હૂંફ થી ગમે તેવા પડકારોનો સામનો કરી શકે છે. ગમે તેવા કારમા ઘા રૂઝાવી શકે છે. એક બીજાના અનુભવો કામ લાગે છે. માટે જીવનમાં ક્યારે કોઇની સાથે સંબંધો કાપવા નહીં. કારણ કે ક્યા માણસનું ક્યારે કામ પડી શકે તે નક્કી હોતું નથી. તેમ છતાં આત્મગૌરવ ક્દાપી ખોશો નહીં.
  • કોઇપણ પરિસ્થિતિમાં માનસિક સમતુલન ગુમાવો.
  • ક્યારેય નિઃસાસો નાખવો નહીં.
  • સંબંધો લાંબા સમય માટે સાચવી રાખવા માટે  હૂંફ, પ્રેમ, લાગણી, આત્મીયતા, સહકાર, મદદ, ભાવનાની અપેક્ષાઓ, શારીરિક દેખાવ, વાચાળતા, હોંશિયારી, વટ પાડવાની આવડત, આંતરિક શક્તિઓ, આંતરિક ભાવનાઓ, મદદરૂપ થવાની ભાવનાઓ, સાત્વિક પ્રેમ, વિગેરેનું મહત્વ ખૂબ હોય છે. જેથી આવા પરિબળો વિશે સભાન રહો.
  • સમય, સંબંધો અને સાથીદારોને ગુમાવશો નહીં. કારણ કે તેનાથી આપણે પોતે ખોવાઇ જઇએ છીએ.
  • જો તમારે સારા સંબંધો સાચવી રાખવા હોય તો વિવેક્પૂર્ણ ના પાડતાં શીખો.
  • સમસ્યાથી ગભરાયા સિવાય ચિંતન કરી સમસ્યાના હલ પર પહોંચો.
  • નિંદાની પરવા કર્યા વિના પોતે નિર્ધારિત કરેલ કાર્ય કરતા રહો.
  • પાડોશીઓ કે અન્યો સાથે સરખામણી કરો.
  • ઇર્ષ્યાઅદેખાઇથી અળગા રહો.
  • જે કાંઇ મળે તેનાથે સંતુષ્ટ રહો.
  • ક્યારેય શેખચલ્લી બનો. બિન જરૂરી તુક્કા લડાવો.
  • દેવું કરવાની આદતથી દૂર રહો
  • સુખ અને દુઃખ જીવનની પ્રક્રિયાનો એક ભાગ છે. તે વાસ્તવિકતાનો સ્વિકાર કરી તેનો સામનો કરો.,
  • આપણું જીવન ઇચ્છાઓના સરવાળા અને ઉદાસિનતાની બાદબાકીથી ઉત્તમ ગાથા બની શકે છે. એટલા માટે રડવાનું શા કાજે અને નિરાશ થવું શાને? એટલે પોતાના સુખ માટે પોતાના મનને તૈયાર કરીએ તો ક્યારેય દુઃખી થઇ ગયાની લાગણી નહીં થાય.

સંબંધો સાચવવાની ચાવીઓ : –

  • હંમેશાં હકારાત્મક રહો.
  • વિશ્વાસપૂર્વક વાત કરો.
  • હંમેશાં સમય સાચવો.
  • વાતચીત દરમિયાન “Thank you ” અને “Sorry ” નો ઉપયોગ ખાસ કરો.
  • વચનબદ્ધતા જાળવો.
  • સારા શ્રોતા બનો. અન્ય વ્યક્તિઓને ધીરજપૂર્વક, રસપૂર્વક સાંભળો. વાત સાંભળતા દરમિયાન સમજ ન પડે તો સામે પૂછો. જેથી ગેરસમજના કારણે સંબંધોમાં તિરાડ ન પડે.
  • તમારી પાસે તમોને નામથી બોલાવી શકે અને તુંકારીને બોલાવી શકે તેવા સંબંધો ખાસ સાચવી રાખજો, કારણકે આવા સંબંધો બહુ ઓછા હોય છે.
  • માણસ ઘણી બધી  વસ્તુ વગર ચલાવી શકે છે પણ સંબંધો વગર નહીં.
  • સંબંધો વચ્ચે થોડી દૂરી રાખવી જરૂરી છે. કારણ કે બે વસ્તુ ક્યારેય ભૂલાતી નથી, એક ઘાવ અને બીજો લગાવ.
  • ધંધો સાચવવો હોય તો લોકોની માંગણીઓ સમજવી પડે અને સંબંધો સાચવવા માટે લોકોની લાગણીઓ.
  • જો આપણે આપણા દિલના દરવાજા બંધ કરી દઈએ તો આપણા જીવનમાં કોઈ પ્રવેશી શકે નહીં. માટે હંમેશાં દિલના દરવાજા ખુલ્લા રાખો.
  • ઘણી વાર સંબંધોમાં ડાઇવર્ઝન આવી જાય છે. પણ ગમે તેટલા ડાઇવર્ઝન હોય તે મુખ્ય રસ્તાને મળતો જ હોય છે. માટે બગડેલા સંબંધો સુધારવા પ્રયત્નો કરો.
  • તમારા સંબંધો તમારે જ બનાવવા,જાળવવા અને જીવવા પડે.
  • દરેક લોકોને પોતાના લોકો અને  પોતાના સંબધો  હોય છે. જેને આવા સંબંધો હોતા નથી તે પોતે જ સૌથી દૂર ચાલ્યા જાય છે અને સૌ મારાથી દૂર ચાલ્યા ગયા છે. એવું વિચારી એકલા પડી જાય છે. પછી પોતે વિચારે છે કે હું એકલો અટૂલો છુ.
  • એક્શન અને રીએક્શન માત્ર વિજ્ઞાન જ નહીં પરંતુ દરેક બાબતને લાગુ પડે છે. આઘાત  અને પ્રત્યાઘાત સરખા અને સામસામે હોય છે. એ વિચારવું જોઈએ. વ્યક્તિ સામાન્ય રીતે સામેની વ્યક્તિને ઠેસ  પહોંચાડે કે દૂ:ખી કરે ત્યારે તે વ્યક્તિ એ ભૂલી જાય છે કે તેને જે પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે તે જોખમી છે. તેને કરેલું અયોગ્ય વર્તન ગમે ત્યારે અને ગમે તે સ્વરૂપે તેની પાસે પરત આવવાનું છે. 

સંબંધો સાચવવાની જડીબુટ્ટી : –

  • જો તમારે સંબંધ રાખવો હોય, સંબંધ નિભાવવો હોય કે સંબંધ બચાવવો હોય તો કુદરત તક આપે ત્યારે તેને ઝડપી લેવી જોઈએ. સંબંધ સુધારવાની તક ન મળે તો તકને ઊભી કરો. આવા સંબંધો ક્યારેય સુકાતા હોતા નથી. એ તો લીલાછમ જ હોય છે. પણ ફક્ત કરમાય છે. આવા કરમાયેલા સંબંધોને સીંચાતા રહેવાની સજાગતા આપણામાં હોવી જોઈએ.
  • સંબંધો જેટલા ગાઢ હોય એટલો આનંદ વધુ આપે છે. ગાઢ સંબંધ તૂટે અથવા તો તેમાં જરાક પણ આંચ આવે ત્યારે એ સૌથી વધુ પીડા આપે છે. દૂરના સંબંધોમાં બહુ ફેર પડતો નથી, પણ જે બિલકુલ નજીક હોય એ જો અલગ થાય ત્યારે જે વેદના થાય તે અસહ્ય હોય છે.  સંબંધો સાચવવા અને બચાવવા માટે સામેવાળી વ્યક્તિ શું કરે છે? એ નહીં પણ પોતે શું કરે છે તેનો વિચાર કરવો જોઈએ. મોટાભાગના અભાવ સ્વભાવના કારણે સર્જાય છે.
  • સંબંધોમાં સમયનું કરેલું ઈન્વેસ્ટમેન્ટ એળે જતું નથી. પરંતુ સંબંધો સાચા હોવા જોઈએ.
  • નાના માણસો સાથે સંબંધ બાંધવાની, રાખવાની અને સાચવવાની પણ આવડત હોવી જોઈએ. આ આવડત જેનામાં હોતી નથી તેઓ સંબંધો સાચવી શકતા નથી.
  • સંબંધોના અસ્તિત્વ સાચવવા એટલે “ચા” જેવા. ગરમ ગરમ પીવા જાવ તો તે દઝાડે અને વિચારીને પીવો તો સંબંધો ઠંડા પડી જાય. 
  • સંબંધો બહુ નાજુક ચીજ છે. આપણે ગાઢ સંબંધો ઇચ્છતા હોઈએ છીએ પણ ગાઢ આત્મીયતા કોઈને આપતા નથી.
  • તમોને જો બીજા સાથે એડજસ્ટ થતાં આવડે તો, જીવનમાં ક્યારેય દૂ:ખ સહન કરવાનું નહીં આવે. અને સંબંધો હંમેશાં તાજા જ રહેશે.
  • સંબંધોમાં એટલી બધી ભૂલો ન કરવી કે પેન્સિલ પહેલા જ રબર ઘસાઈ જાય.
  • સંબંધો સાચવજો બાકી પૈસા તો બેન્ક પણ સાચવે છે.
  • કેટલાક લોહીના સંબંધો અને કેટલાક દિલના સંબંધો હોયછે. સંબંધોનું પદ બહુ જ પાતળું હોય છે અને લાગણીઓથી સીંચાયેલું હોય છે.
  • સંબંધો સાચવવા જોઈએ અને પૈસા વાપરવા જોઈએ. પણ માણસ ઊલટું જ કારે છે. સંબંધો વાપરે છે અને પૈસા સાચવે છે.
  • સંબંધો સાચવવા માટે દિમાગ લગાવશો તો એ નક્કી તૂટી જશે. પરંતુ જો દિલથી નિભાવશો તો એ ગાઢ બનશે.
  • માણસ જન્મે છે ત્યારથી સંબંધ નામની “અજબ ગજબ સૃષ્ટિ રચાઇ જાય છે.
  • સંબંધો બાંધવાની, સંબંધો તોડવાની અને સુબંધો સુધારવાની તકો મળતી હોય છે, તે તકોને ઓળખો.
  • સંબંધ એટલે પોતાની જાત પર વિશ્વાસ.
  • સાચવવો પડે તે નહીં પણ સચવાય તે સંબંધ.
  • રોજ બે નવા સંબંધો બાંધવા અને રોજ પાંચ જૂના સંબંધો મીઠા રાખવા પ્રયત્નો કરવા જોઈએ.
  • ફોન દ્વારા અથવા રૂબરૂ મળીને ઉષ્મા અકબંધ રાખવી જોઈએ.
  •  સંબંધો સુધારવા માટે કે ટકાવી રાખવા માટે સંબંધોને સ્પેસ આપો, સમજાવટ રાખો, પોતાની જાત સાથે સમાધાન કરતાં શીખો. સામેની વ્યક્તિ કયા કારણસર અને કેવી રીતે રીએક્ટ કરે છે તે સમજતાં શીખો.
  • સંબંધોનું ફીટીંગ એવી રીતે રાખો કે ફીટીંગના કારણે ગૂંગળામણ ન થાય અને ક્યાંક ઢીલાશના કારણે તે જીવનમાંથી સરી પણ ન જાય.
  • અગત્યના સંબંધો સાચવવા હોય તો, ત્યાગ-સમર્પણ-સહયોગ-મૌન-સહનશક્તિ રાખવી પડે. પરંતુ એક તરફી ન હોય. બંને બાજુના સાથ-સહકારથી જ સંબંધોમાં ઉર્મિ એને આત્મીયતા જળવાઈ રહે.
  • સંબંધો સાચવવા હોય તો જીભ સાચવવી પડે.
  • સંબંધોમાં માવજાત ઓછી થઈ જાય તો સંબંધોના છોડ કરમાઈ જતાં વાર નથી લાગતી.
  • નવા સંબંધો બંધાય તો જૂના સંબંધો બદલાઈ જતા નથી.
  • સંબંધો સુધારવા જરૂરી છે, પણ એ બગડે નહીં એ એનાથી પણ  અગત્યનું છે.
  • પારિવારિક સંબંધોમાં આવતી સમસ્યાઓના કારણે સ્વાસ્થ્ય ઉપર માઠી અસર પડે છે, જેથી સંબંધો મજબૂત બનાવી રાખવા જોઈએ.  
  • સામાન્ય રીતે સાસુ-વહુના સંબંધોમાં પત્નીના પતિની હાલત “સૂડી વચ્ચે સોપારી” જેવી થઈ જતી હોય છે, એટલે આવા સંબંધોમાં બેલેન્સ જાળવી રાખવું ખૂબ જ જરુરી હોય છે.
  • સંબંધોમાં કરેલું રોકાણ ક્યારે કામ આવશે તે આપણે જાણતા નથી હોતા. જેથી નફા નુકસાન વિષે ચિંતા કર્યા વગર સંબંધોને ગાઢ બનાવો.
  • તમારી સમસ્યા બીજા માટે તક હોય શકે છે.
  • સંબંધોમાં કરેલું સમયનું ઈન્વેસ્ટમેન્ટ એળે જતું નથી.
  • સંબંધોમાં નારાજગી હોય તો પડખું ફેરવજો, પથારી ના ફેરવતા.
  • દરેક વખતે સંબધો બગડવાનું કારણ “બોલાચાલી” નથી હોતું, મૌન પણ કારણ હોય શકે છે.

જીવનને પ્રેમથી જીવવા માટે નીચેની બાબતો ખાસ ધ્યાનમાં રાખો.

  • ઉપર જણાવ્યુ તેમ સંબંધો બગાડતાં પહેલા “આત્મનિરીક્ષણ” કરવું.
  • આફતના સમયે માનવી એકમેકની હૂંફ થી ગમે તેવા પડકારોનો સામનો કરી શકે છે. ગમે તેવા કારમા ઘા રૂઝાવી શકે છે.એક બીજાના અનુભવો કામ લાગે છે.માટે જીવનમાં ક્યારે કોઇની સાથે સંબંધો કાપવા નહીં.કારણ કે ક્યા માણસનું ક્યારે કામ પડી શકે તે નક્કી હોતું નથી.તેમ છતાં આત્મગૌરવ” ક્દાપી ખોશો નહીં.
  • કોઇપણ પરિસ્થિતિમાં માનસિક સમતુલા” ગુમાવો.
  • ક્યારેય નિઃસાસો” નાખવો નહીં.
  • સમય, સંબંધો અને  “સાથીદારો”ને ગુમાવશો નહીં. કારણ કે તેનાથી આપણે પોતે ખોવાઇ જઇએ છીએ.
  • જો તમારે સારા સંબંધો સાચવી રાખવા હોય તો વિવેકપૂર્ણ”  ના પાડતાં શીખો.
  • મારે કોઇ સમસ્યા નથી તેવું ફક્ત મૂર્ખ કે ગાંડો માણસ કહી શકે. જેથી સંબંધોની સમસ્યાઓથી ગભરાયા સિવાય આત્મ ચિંતન” કરી સમસ્યાના હલ પર પહોંચો.