શિવ સંદેશ
Social Awareness

ભાટીયાઓ જ ભાટીયાઓની પ્રગતિ કરે

11 July 2020
Opening book…

Full text

ભાટીયાઓ જ ભાટીયાઓની પ્રગતિ કરે

“પારકી આશ સદા નિરાશ” લાવરી અને તેના બચ્ચાં વાળી વાર્તા તો સૌ જાણીએ છીએ. આખરે લાવરી એ જાતે જ તેનું ઘર બાંધ્યું. સરકાર આપણી મદદ કરે અને આપણો વિકાસ થાય્ એ વાત અજુગતી છે. ઉપરાંત અન્ય કોઇ આપણી મદદ કરે તો આપણે “પરગજુ” થઇ જઇએ છીએ. જેથી આપણે “મદદના” ઓશિયાળા થઇ જવાથી મદદ ન મળે ત્યારે આપણે “પરવશ” થઇ જઇએ છીએ. નિરાશ થઇ જઇએ છીએ. જેથી બીજાની મદદ ફક્ત આપણે “ઊભા” થવા માટે જ લેવી જોઇએ. નહિ કે આજીવન.

બીજાની મદદથી આપણે પરવશ થઇ જઇએ છીએ તે આપણે જોયું. અને આવા તો અનેક દાખલાઓ આપણે જોયા છે, સાંભળ્યા છે. તો આપણે જાતે જ આપણું જીવન બનાવવાનું છે એટલે કે “ભાટીયાઓ એ જ ભાટીયાઓની પ્રગતિમાં સહાયરૂપ થવાનું છે. જેના માટે અલગથી “દાન” પ્રકરણમાં જણાવેલ મુદ્દાઓને લક્ષ્યમાં રાખીને પ્રગતિ કરી શકાય.

વડીલો, બીજાઓને તાલીમ આપો!

 ‘નાનકડામાંથી બળવાન પ્રજા’ બનાવે છે. એ પ્રજા “બળવાન” રહે એ માટે સારી વ્યવસ્થા હોવી જ જોઈએ. વડીલો, વિચારો કે મંડળમાં બીન અનુભવી કયા ભાઈઓ છે? વળી, તેઓને કેવી તાલીમ આપી શકાય જેથી તેઓ વધારે જવાબદારી ઉપાડવા માટે લાયક બની શકે? ખાતરી કરો કે દરેક સેવકાઈ ચાકરને ખબર હોય કે પોતે પ્રગતિ કરવા ક્યાં સુધારો કરવાની જરૂર છે. વહાલા ભાઈઓ, સુધારો કરવા માટે તમને કોઈ પણ સલાહ મળે એ પ્રમાણે કરતા રહો. તમારી આવડત, જ્ઞાન અને અનુભવ વધારવા માટે બનતું બધું જ કરો.

સેવકાઈ ચાકરો શું કરી શકે

વડીલો તાલીમ આપે તેમ, સેવકાઈ ચાકરોએ પણ પ્રગતિ કરવા પોતાનાથી બનતું બધુ જ કરવું જોઈએ.

—⁠સેવકાઈ ચાકરોને જે કામ સોંપવામાં આવ્યું હોય એને તેઓએ દિલ લગાડીને કરવું જોઈએ અને ભરોસાપાત્ર બનવું જોઈએ. તેઓએ સામાજિક સમસ્યાઓનો અભ્યાસ કરવાની આદત પાડવી જોઈએ. આપણે અભ્યાસ કરીને કેટલું જીવનમાં લાગુ પાડીએ છીએ, એના પરથી મોટા ભાગે આપણી પ્રગતિ દેખાઈ આવશે.

—⁠એક સેવકાઈ ચાકર મંડળમાં વાર્તાલાપ આપવા માટેની તૈયારી કરતો હોય ત્યારે, તેણે એની માહિતી કઈ રીતે રજૂ કરવી, એ વિષે અનુભવી વડીલ પાસેથી મદદ લેતા અચકાવું જોઈએ નહિ.

—⁠સેવકાઈ ચાકર પોતે જે રીતે વાર્તાલાપ આપે છે એમાં ક્યાં સુધારા કરવાની જરૂર છે એ માટે સલાહ આપવા તે કોઈ વડીલને નોંધ લેવાનું કહી શકે.

સેવકાઈ ચાકરોએ વડીલો પાસેથી સલાહ માંગવી જોઈએ અને એને સ્વીકારીને લાગુ પાડવી જોઈએ. આ રીતે, તેઓની “પ્રગતિ સર્વેના જાણવામાં” આવશે.—⁠૧ તીમોથી ૪:૧૫.