શિવ સંદેશ
Religious

ભાટીયાઓના ઇતિહાસ આધારિત પ્રશ્નોત્તરી

26 July 2020
Opening book…

Full text

માં જ્વાલા  પરિવારના “ભાટિયા – મૈસૂરિયાઓનો ભવ્ય ઇતિહાસ

ભાટીયાઓના ઇતિહાસ આધારિત પ્રશ્નોત્તરી

મા જ્વાલાજીની કૃપા અને પ્રેરણાથી ભાટિયાઓની જાગૃતિ માટે અભિયાન શરૂ કરેલ છે. અને શિવ ભાટિયા દ્વારા આધાર પુરાવાઓ સહિત સંકલિત અને પ્રકાશિત  માં જ્વાલા  પરિવારનાભાટિયા મૈસૂરિયાઓનો ભવ્ય ઇતિહાસરજૂ કરેલ છે. જેના ફળ સ્વરૂપ ઘણા હિતેચ્છુઓએ પ્રશ્નો પૂછેલ છે. જેના ઉત્તરો અહિયાં આપવામાં આવેલ છે.

હું હમણાં વલસાડ મુકામે આપણા સમાજની એક મીટિંગમાં ગયો હતો ત્યારે કેટલાક ભાઈઓએ આપણી જાતિ” બાબતે પ્રશ્નો પૂછ્યા હતા. સૌના પ્રશ્નોનો સાર નીચે મુજબ છે.

પ્રશ્ન : –ભાટિયાએ જાતિ, પેટા જાતિ કે અટક છે ? ખૂબ અગત્યનો પ્રશ્ન છે.

ઉત્તર : – ભાટિયા જાતિછે. જેના આધાર પુરાવાઓ નીચે મુજબ છે.

 માં જ્વાલા પરિવારના ભાટિયા મૈસુરિયાનો ભવ્ય ઇતિહાસમાં દર્શાવેલ ભાટિયા જાતિહોવા અંગેના પુરાવાઓ નીચે મુજબ છે.

પ્રકરણ કુળદેવી માં જ્વાલાદેવી

પ્રકરણ ભાટિયા જ્ઞાતિનું મૂળ, ઉત્પત્તિ અને ટૂંકમાં ઇતિહાસ

પ્રકરણ ચંદ્રકાંત બક્ષી લિખિત સફરનામા

પ્રકરણ ભાટિયા ક્ષત્રીય વંશ

પ્રકરણ ભાટિયા ભટ્ટી ક્ષત્રીય યદુવંશ મૂળ અને કુળનો પરિચય

પ્રકરણ આપના પૂર્વજો રાજપૂતમાંથી વૈશ્ય કેમ થયા

પ્રકરણ માં જ્વાલા  પરિવારના ભાટિયાઓનો વ્યવસાય” સ્વીકાર

પ્રકરણ ગોત્ર

પ્રકરણ કુળ, વંશ, ગોત્ર, આદ્ય દેવ, ઇષ્ટ દેવ, આદ્ય દેવી, કુળદેવી

પ્રકરણ ઉપસંહાર

“Tribes and Castes of Bombay”.

Bhatia Community, Kshatriya Caste (ભાટિયા “સમુદાય”)

Bhatia caste (ભાટિયા જાતિ)

ઈતિહાસમાં જે જે પુરાવાઓ લેવામાં આવેલ છે તે આધારોની યાદી પણ આપવામાં આવેલ છે. ઉપરાંત વેબસાઇટમાં મૂકવામાં આવેલ ઈતિહાસમાં ચંદ્રકાંત બક્ષી લિખિત ભાટિયા જાતિ મહા જાતિ”  નામના પ્રકરણમાં પણ પુરાવાઓ આપેલ છે. તથા બીજા ઘણા બધા પુરાવાઓ છે.  બધા પુરાવાઓના આધારે ભાટિયા” આપણી જાતિ છે.

બીજી જાતિઓ જેવી કે સોનો, પંચાલ, સુથાર, પટેલ વિગેરે ઘણી જાતિના લોકો  પોતાની જાતિ, પેટા જાતિ તથા અટક પણ પોતાની જાતિ દર્શાવે છે.

દા. જાતિ પંચાલ,              પેટા જાતિ : હિન્દુ પંચાલ,        અટક : પંચાલ દર્શાવે છે.

( સિવાય અટકો  અલગ અલગ હોઇ શકે છે.)

તેવી રીતે આપણી જાતિ પણ નીચે મુજબ જાતિ, પેટા જાતિ તથા અટક ધરાવે  છે.

દા..   જાતિ : ભાટિયા,          પેટા જાતિ : હિન્દુ ભાટિયા,       અટક : ભાટિયા,         

( સિવાય ભાટિયાઓની પણ અટકો  અલગ અલગ હોઇ શકે છે. દા.. ભાટિયા, મૈસૂરિયા, મૈસુરી, ગૌતમ, પારેખ વિગેરે.)

શ્રી સંદીપભાઇ ભાટિયા તથા શ્રી તુષારભાઇ ભાટિયાએ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે.

પ્રશ્ન :-

તમે તમામ ભાટિયાઓને એક કરવાનો શા માટે પ્રયત્ન કરી રહ્યા છો? શું તમામ ભાટિયાઓ એક થઇ શકશે? આજે ભાટિયાઓ પોતાને ક્ષત્રીયતરીકે માનશે?

જવાબ :-

મા જ્વાલાજીની કૃપા અને પ્રેરણાથી ભાટિયાઓની જાગૃતિ માટે અભિયાન શરૂ કરેલ  છે. બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે. જેઓ મારી તમામ પત્રિકાઓ વાંચીને સમજી શક્યા છે, તે પૈકીના એક શ્રી અનિલ ભાટિયાએ આપને બારોબાર જવાબ આપી દીધેલ છે કે પ્રયત્નો કરવામાં કશું ખોટું નથી.” અનિલભાઇએ પણ સરસ જવાબ આપેલ છે. હવે હુ વિગતવાર જવાબ આપીશ.

        મેં અગાઉ જણાવ્યું તેમ મા જ્વાલાજીની કૃપા અને પ્રેરણાથી ભાટિયાઓની જાગૃતિ માટે અભિયાન શરૂ કરેલ  છે. અને તેમાં માતાજીએ સાથ આપેલ છે. જો માતાજીનો સાથ હોત તો દુનિયાના લાખોકરોડો પુસ્તકો અને આધારો પૈકી ભાટિયા જાતિને લગતા પુસ્તકો અને આધારો મેળવવામાં વર્ષોના વર્ષો નીકળી જાય. પરંતું મા જ્વાલાજીના સાથથી કામ ઘણું સરળ થઇ ગયેલ છે. અને હું અભિયાન ચલાવી શકેલ છું. (તમામ પુસ્તકો તથા આધારો કે જેની યાદી મેં પુસ્તકમાં રજૂ કરેલ છે) મારું કામ માતાજીએ સોંપેલ કામગીરી  કરવાનું છે. તમામ લખાણ આધાર પુરાવાઓ સાથે છે જેથી માનવું માનવું તે દરેક વ્યક્તિ ઉપર છોડ્યું છે. વિચારધારા” સાથે સંમત” થવું કે નહીં તે પોતાની વિચારધારા ઉપર નિર્ભર છે. આમાં કોઇ દબાણ કે જબરદસ્તી નથી.

આમ જોવા જઇએ તો મારા લખાણો પરથી સ્પષ્ટ થશે કે દુનિયા” પરના જેટલા ભાટિયા છે તે તમામ એક છે. પરંતું સમય અને સંજોગો અનુસાર તેઓ છુટા પડતા ગયા. અને જેમ જેમ જેની સાથે સંબંધો બંધાતા ગયા તેમ તેમ પોતાનો અલગ સમૂહ” રચતા ગયા. અને રીતે અલગ અલગ સમૂહોના કારણે અલગ અલગ ભાટિયા તરીકે ઓળખાવા લાગ્યા. અત્રે અન્ય ભાટિયાઓની વાત કરતાં આપણે આપણા જ્વાલા પરિવારના ભાટિયાઓ વિશે વિચારીશું. તેનો પણ આધાર આપતાં જણાવું કે અન્ય ભાટિયાઓની કુળદેવીઓ નીચે મુજબ છે, આપણે જ્વાલા પરિવારના ભાટિયાઓના ઇતિહાસ માં જોયું તેમ  વિવિધ કારણોસર પોતપોતાના કુળની રક્ષા કાજે વિવિધ  દેવીઓના શરણે ગયા. અને  જે  દેવીઓએ  જેઓના કુળની રક્ષા કરી તે કુળદેવી કહેવાયા. દા.. માંડવી (કચ્છ)માં રહેતા ભાટિયાઓના કુળદેવીસંચાઈ માતા છે. નખત્રાણા બાજુ વસતા ભાટિયાઓની કુળદેવીઆશાપુરા માતા છે. તે પ્રમાણેજસરાઈ માતા, અંબાજી માતા, હિંગલાજ માતા, “ચામુંડા માતા વિગેરે અલગ અલગ કુળદેવી છે.

(આધારભાટિયાભટ્ટીક્ષત્રીયયદુવંશ મૂળ અને કુળનો પરિચય નામની પુસ્તિકા, સંકલન દ્વારકાદાસ નારણદાસ દુતિયા. તા– 15-08-1985)

ભાટિયાઓની અલગ અલગ કુળદેવીઓ નીચે પ્રમાણે છે.

Kuldevi 

·  Ambaji Aarasur 

·  Aai Shri Khodiyar 

·  Ashapura Maa 

·  Bhadrakali mata 

·  Harsiddhi Maa 

·  Chehar Maa 

·  Meldi mataji 

·  Santoshi Maa 

·  Randal Maa 

·  Umiya Maa

રીતે આપણા  કુળદેવી મા જ્વાલામુખી છે. જે જ્વાલામુખી નગર, તાલુકા દેહરા ગોપીપુર, જિલ્લા કાંગડા હિમાચલ પ્રદેશ મૂળ  ( પંજાબ )માં આવેલ છે.

મા જ્વાલામુખી માતાના મંદિરમાં નવ જ્યોતિ સ્વરૂપે નવદુર્ગા એટલે કે નવ માતાજીનો વાસ છે, જે નીચે પ્રમાણે છે.

1 – મહાકાલી (જે મુખ્ય જ્યોતિકુંડ છે. જે મંદિરના પરિસરમાં મધ્યમાં આવેલ છે, જે જ્વાલામુખી માતા અથવા ધુમ્મા દેવી પણ કહેવામાં આવે છે.)

2 – મહાલક્ષ્મી

3 – સરસ્વતિ

4 – અન્નપૂર્ણા

5 – ચંડી

6 – વિન્ધ્વવાસિની

7 – હિંગલાજ ભવાની

8 – અંબિકા

9 – અંજનાદેવી

આમ ઉપર મુજબ અન્ય ભાટિયાઓની કુળદેવીઓ જોતાં અંબાજી માતા, હિંગલાજ માતા”, “મહાકાલી માતા”, જ્યોતિ સ્વરૂપે મા જ્વાલાજીના મંદિરે બિરાજેલા છે. જેથી મોટા ભાગના ભાટિયાઓ કે જેની ઉપર જણાવેલ કુળદેવીઓ છે તેઓ સૌ પણ એક ભાટિયા છે. પરંતું સત્યપ્રકાશના વિવિધ પ્રકરણોમાં જણાવ્યા પ્રમાણે જુદા જુદા કારણોસર જેમ જેમ ભાટિયાઓ છુટા પડતા ગયા તેમ તેમ અલગ અલગ જુથ રચતા ગયા. તે રીતે આપણે મા જ્વાલા પરિવારના ભાટિયાઓ છીએ. આમ આપણે સૌ જેસલમેરના રાજા ભૂપતસિંહના ભટ્ટીવંશના ભાટિયા એક છીએ. સર્વે ભાટિયાઓ આજે એક નથી થઇ શક્યા તો કાલે થશે તેવી આશા રાખીએ.

        પરંતું આપણે મા જ્વાલા પરિવારના ભાટિયાઓ એક તો છીએ . પરંતું અલગ અલગ જૂથમાં વહેંચાયેલા છીએ. તે જૂથ એક કરવાનો નમ્ર પ્રયાસ છે. આપણે ગુજરાતની વાત કરીએ તો જૂથો નીચે પ્રમાણે છે.

  1. ચુડા સમાજ, (અંબાજી, દાંતા, હડાદ)
  2. બારેસી સમાજ, (હિંમતનગર, મહેસાણા)
  3. મોડાસા ભાટિયા સમાજ, (મોડાસા)
  4. પંચમહાલ ભાટિયા પરિવાર, (લુણાવાડા, ગોધરા)
  5. દાહોદ ભાટિયા સમાજ, (દાહોદ, ઝાલોદ, દેવગઢ બારીયા)
  6. ચરોતર ભાટિયા સમાજ, (સારસા,આણંદ, નડિયાદ)
  7. કાનમ ભાટિયા સમાજ, (ડભોઇ)
  8. ભરૂચ ભાટિયા સમાજ, (ભરૂચ)
  9. સુરત મૈસુરીયા સમાજ, (સુરત)
  10. બારડોલી મૈસુરીયા સમાજ, (બારડોલી)
  11. નવસારી મૈસુરીયા સમાજ, (નવસારી)
  12. વલસાડ મૈસુરીયાગૌતમ સમાજ, (વલસાડ)

આપણા જ્વાલા પરિવારના ભાટિયાઓની આમ પણ વસ્તિ બહુ જૂજ છે. અને તેમાં પણ આટલા બધા જૂથ છે. તો આપણે સમજી શકીએ છીએ કે આપણે તો એક જ્વાલા પરિવારના ભાટિયા છીએ છતાં વેર વિખેર છીએ. જેના કારણે આપણે ઘણા સામાજિકવ્યાવહારિક પ્રશ્નોનો સામનો કરવો પડતો હોય છે. ખાસ કરીને યુવક યુવતીઓના વૈવાહિક પ્રશ્નો. પરાંત અસંગઠિત સમાજ વિકાસની હરણફાળ ભરી શકતો નથી. બધા કારણોસર આપણે સૌ જ્વાલા પરિવારના ભાટિયાઓએ એક થઇ સૌ ખંડિત સમાજને અખંડિત” સમાજનું નવ નિર્માણ કરવા માટે કાર્યને આપણું પોતાનું કાર્ય સમજીને આગળ વધારીએ. માટે આપણા સમાજના વડીલો, આગેવાનો, સમાજ સેવકો, કાર્યકર્તાઓ, યુવાનો, માતાઓ, બહેનો, અને મહાનુભાવો સૌ સાથે મળીને આપણે આપણા સમાજનું કાર્ય પૂર્ણ કરીએ તો આપણી આવનાર પેઢીઓ યાદ કરશે એવા મા જ્વાલાજીના સંદેશને ઉજાગર કરીએ.

તો આવો આપણે આપણો ઇતિહાસ જાણી, આપણે સૌ એક પ્લેટફૉર્મ ઉપર ભેગા થઇ સંગઠન શક્તિ દ્વારા વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ કરી એટલો વિકાસ કરીએ કે અન્ય સમાજ તથા સરકારશ્રીનું ધ્યાન કેન્દ્રિત થાય. અને આપણા સમાજની નોંધ  લેવાય.    

                                                                                       એજ, આપનો સેવક,

                                                                                                            શિવ ભાટિયા

ભાટીયાઓના ઇતિહાસ આધારિત પ્રશ્નોત્તરી

ઇતિહાસ આધારિત “““ભાટીયા એક આગવી ઓળખપત્રિકા સમાજની જાણકારી તથા જાગૃતિ માટે વિવિધ મંડળોના હોદ્દેદારોને પહોંચાડવામાં આવેલ. જેના પર પ્રતિભાવો મંગાવેલ. તેના અનુસંધાને વિવિધ પ્રશ્નો આવેલ છે. જેની સ્પષ્ટતા કરવાની જરૂરિયાત જણાતી હોવાથી અત્રે તેની સ્પષ્ટતા કરૂં છું.

પ્રશ્ન ભાટીયાઓક્ષત્રીયછે તે શેના આધારે કહો છો?

સ્પષ્ટતા ~આપણે ભાટીયાઓક્ષત્રીય”  છીએ બાબતોના આધારો નીચે મુજબ છે.પરંતું તે પહેલાં પૂર્વભૂમિકા જાણવી જરૂરી છે.

સૌ પ્રથમ આધાર આપણા બારોટકાકાના ચોપડા છે. ..1984માં વડીલ બારોટ શ્રી મગનકાકા અમારા ઘેરે પધાર્યા હતા ત્યારે તેઓએ મને જણાવેલ કે આપણે જેસલમેરનાક્ષત્રીય ભાટીયાછીએ.

જેસલમેરનો સમગ્ર ઇતિહાસ કચ્છ કલાધર નામના પુસ્તકમાં હોવાનું જાણવા મળ્યું. આ પુસ્તક બે ભાગમાં આવેલ હોઇ બન્ને ભાગ મેળવી  વાંચી ગયા પછી ભટ્ટીવંશનો ઇતિહાસ મળ્યો.

૧૯૯૬માં હું જ્યારે અમદાવાદ હતો ત્યારે શ્રી અનુકુમાર ભાટીયાનો પરિચય થયો હતો. તેઓએ મને મુંબઇમાં અખિલ ભારતીય ભાટીયા ફેડરેશન ચાલતું હોવાનું જણાવ્યું તેના આધારે હું અખિલ ભારતીય ભાટીયા ફેડરેશનનો આજીવન સભ્ય બન્યો.

આખરે ..2008માં નિવૃત્તિ પછી બાબતે સઘન પ્રયત્નો નવેસરથી ચાલુ કર્યા.      

“સંદેશ” વર્તમાનપત્રમાં મહાન લેખક શ્રી ચન્દ્રકાંત બક્ષી લિખિત સફરનામામાં “ભાટીયા” વિશેનો લેખ બે વિભાગમાં આવેલ તે પૂર્તિઓમાં સ્પષ્ટ જણાવેલ છે કે ઉત્તર  પ્રદેશના “ભટ્ટી”, “ભાટી” અને ભાટિયા એક જ રક્તબીજના છે. આ વાંચ્યા બાદ મને શ્રદ્ધા બેઠી કે હવે બારોટકાકાએ જે વિગતો લખાવી છે તેનું  સંશોધન આગળ ચલાવી શકીશ. જેથી નવેસરથી અભ્યાસ હાથ ધર્યો. જેના ફલસ્વરૂપ આપણે “ક્ષત્રીય ભાટીયા” હોવા બાબતના પુરાવાઓ નીચે પ્રમાણે મળી આવેલ છે.

  1. સૌ પ્રથમ આધાર આપણાબારોટકાકાના ચોપડાછે.
  2. કચ્છ કલાધરનો ઝીણવટથી અભ્યાસ કર્યો જેમાંયદુવંશ”, તથાભટ્ટીવંશનામના પ્રકરણમાં  જણાવ્યા પ્રમાણે આદિ નારાણય બ્રહ્માથી શરૂ કરી જેસલમેર (રાજસ્થાન)ના રાજા ભૂપતસિંહના વંસજોભાટીસુધીનો ઇતિહાસ જણાવેલ છે.
  3. અગાઉ જણાવ્યા પ્રમાણે મહાન લેખક શ્રી ચંદ્રકાંત બક્ષી લિખિત સફરનામા”માં જણાવ્યા પ્રમાણેભટ્ટી ભાટી અને ભાટીયાએક રક્તબીજના છે.
  4. અગાઉ જણાવ્યા પ્રમાણે શ્રી અનુકુમારે આપેલ માહિતી મુજબ અખિલ ભારતીય ભાટીયા ફેડરેશન નો સંપર્ક કર્યો.જ્યાં અમો ફેડરેશનના આજીવન સભ્ય થયા.અને સંસ્થાએ બહાર પાડેલ ભાટીયા સમાચાર મેગેઝીન મેળવેલ. તેમાં પણ જણાવેલ છે કે ભટ્ટી,ભાટી કે ભાટીયા તમામ ક્ષત્રીય ભાટીયા છે.
  5. ઇન્ટરનેટ ઉપરથી ભાટીયા જાતિ”ની માહિતી નીચે વિગતે મળી આવેલ છે. જેમાં જણાવ્યા પ્રમાણે આપણે મા જ્વાલાદેવી કુળદેવી હિમાચલ પ્રદેશમાં (જુનું પંજાબ)માં હોવાથી આપણે પંજાબી ભાટીયા છીએ. અને મોટાભાગના ભાટીયા સ્વીકારેલ વ્યવસાયના કારણે  મુખ્ય વ્યવસાયથી જુદા થઇ ગયેલ છે. (આધાર નીચે મુજબ)

Bhatia Community, Kshatriya Caste


Bhatia Community is mostly found in the north-western region of the country. Bhatia Community claims that they are descendents of the Kshatriya Rajputs.

Some of the major groups derived from the principal professions they follow or the crafts they practice

ઇન્ટરનેટ ઉપરથી વધુ સંશોધન કરતાં “ક્ષત્રીય ભાટીયા” અંગેનો નીચે મુજબ વધુ પુરાવો મળેલ છે. જેમાં જણાવ્યા પ્રમાણે જેસલમેરના રાજા ભૂપતના વંસજો “ક્ષત્રીય ભાટીયા” છે. ભૂતકાળમાં “ભાટીયા” “ભટ્ટી” તરીકે ઓળખાતા હતા.

Origin of Bhatia Community

In the 6th century, Raja Bhoopat reigned in Lahore. He acquired fame for his valour, courage and administrative shrewdness. His dynasty came to be known as Bhatti or Bhati Dynasty from which the name Bhatia has been derived.

 

 જેઓના સાત પેઢી સુધી “સગોત્ર” લગ્ન થતા નહીં. જે પ્રથા આજે પણ આપણા સમાજમાં પ્રચલિત છે. જો કે આધુનિક સમાજનો વાયરો આપણામાં પણ ફુંકાયો છે.અને સગોત્ર લગ્નો કરે છે. જો કે આવા બહુ જૂજ કિસ્સાઓ છે

In their community, the boys and girls whose blood relationship was beyond seven generations could marry. In their society, widow remarriage is not allowed.

Bhatia caste

From Wikipedia, the free encyclopedia

Jump to: navigation, search

Contents 1 Types of Bhatias 2 See also 3 References 4 External links

Types of Bhatias

Among the Bhatias, there are different sub-castes, such as Jakhar, Kutchi, Veha, Halai, Kanthi, Pavrai, Navgam, Pachisgaam, Thattai and Punjabi. Bhatias from Kutch are Kutchi Bhatias, those from around Jamnagar district are known as Halai Bhatia, those from Sindh in present day Pakistan are known as Sindhi Bhatias and those from Punjab in present day India and Pakistan are known as Punjabi Bhatias. A large number of Punjabi Bhatias, whose main clan is Gujjar, settled in Pakistani Punjab in 1947. They are landlords and reputed businessmen.[3]

Among Sindhi Bhatias, many are further identified from their place of origin such as Hyderabad, Shikarpuri, Thattai, Nasarpuri Bhatias. Most Sindhi Bhatias originally belonged to the Rajput Kshatriya class. They were kings, landlords, and merchants with origins in Rajasthan and later they migrated to Sindh. In the 1947 partition they had to flee Sindh in present day Pakistan. In Punjab, Bhatias are considered to be Mair Rajputs or Sikh Rajputs. Some of the major groups derived from the principal professions they follow or the crafts they practice.[4]

 

Bhatia community is basically the enterprising mercantile community of India. Originally a warrior race, Bhatia community is now mostly involved in trade and commerce. In the past, Bhatias were called Bhattis. They claim to be the descendents of Kshatriyas or Rajputs. It is believed that they have originated from the Sindh province. Today, this community is mostly found in the north western province of the country. They are concentrated in the states of Rajasthan, Punjab, Uttar Pradesh, Himachal Pradesh, Uttarakhand, Gujarat, Haryana, Jammu and Kashmir and Delhi.

They successively established Tannot, Deraval and Jaisalmer in around 1156 AD. During the reign of Raja Mulraj, 1316 AD was a crucial year for the Bhatias as they were threatened with extinction. It was at this time that Ala-ud-din Khilji
invaded Jaisalmer and besieged it for a year.

Society of Bhatia Community
Among the Bhatias, prominent ones are Jakhar, Jats, Halai, Pavrai, Navgam, Pachisgaam, Thattai, Kutchi, Veha, and Punjabi. Further, Bhatias from Kutch region are known as Kutchi Bhatias and those from Jamnagar district
are Halai Bhatia, those from Sindh (presently in Pakistan) are called as Sindhi Bhatias, and those from Punjab are popularly known as Punjabi Bhatias. In their community, the boys and girls whose blood relationship was beyond seven generations could marry. In their society, widow remarriage is not allowed. This decision marked the beginning of the formation of groups or clans. In different regions the Bhatias acquired different styles of dressing.

Religion of Bhatia Community
As far as religion of Bhatia community is concerned, a majority of the people follow Hinduism
. Further, they accepted the Pushtimarg (a sect of Hindu religion). In Bhatia community, Upanayana is performed. Upanayana is the initiation ceremony of a young boy who is invested with a sacred thread, symbolising a promise made to fulfil his debt to the creditor, his preceptor and his father. The guru initiates the boy, giving him the Gayatri Mantra.

Occupation of Bhatia Community
The Bhatia community successfully made their mark in the field of trade and commerce. The Bhatias were and still are inherently enterprising people and successfully entered many spheres of commerce and industry such as the textiles, cotton
, iron and steel, mining and shipping industries.

Punjabi Bhatias are considered as most prominent in India. They are mostly settled in Punjab and Delhi regions. A large number of them have also settled down abroad.

(Last Updated on : 4/09/2010)

  • ઇન્ટરનેટ ઉપરથી વધુ સંશોધન કરતાંક્ષત્રીય ભાટીયાઅંગેનો નીચે મુજબ વધુ પુરાવો મળેલ છે. જેમાં જણાવ્યા પ્રમાણે જેસલમેરના રાજા ભૂપતના વંસજોક્ષત્રીય ભાટીયાછે. ભૂતકાળમાંભાટીયા” “ભટ્ટીતરીકે ઓળખાતા હતા

Origin of Bhatia Community


In the 6th century, Raja Bhoopat reigned in Lahore. He acquired fame for his valour, courage and administrative shrewdness. His dynasty came to be known as Bhatti or Bhati Dynasty from which the name Bhatia has been derived.

જેઓના સાત પેઢી સુધીસગોત્રલગ્ન થતા નહીં. જે પ્રથા આજે પણ આપણા સમાજમાં પ્રચલિત છે. જો કે આધુનિક સમાજનો વાયરો આપણામાં પણ ફુંકાયો છે.અને સગોત્ર લગ્નો કરે છે. જો કે આવા બહુ જૂજ કિસ્સાઓ છે

In their community, the boys and girls whose blood relationship was beyond seven generations could marry. In their society, widow remarriage is not allowed.

  • ક્ષત્રીય વંશની ચાર શાખાઓ 1-સૂર્યવંશી, 2- ચન્દ્રવંશી, 3- અગ્નીવંશી, અને 4- નાગવંશી જેમાંભાટીજાતિનો સમાવેશચન્દ્રવંશીશાખામાં કરવામાં આવેલ છે.
  • ભાટીયાઓ તેઓનો ઇતિહાસ ભૂલી ગયેલ છે જેને યાદ કરાવવા અને ભાટીયાઓની અસ્મિતાને ઉજાગર કરવા સને 1982માંભાટીયાભટ્ટીક્ષત્રીયયદુવંશનું મૂળ અને કૂળનો પરિચયનામની 25 પાનાની પુસ્તિકા તા– 26 માર્ચ 1982 ના રોજ બહાર પાડવામાં આવેલ છે.
  • સને 1924 અને વિક્રમ સંવત 1980માં એટલે કે આજથી લગભગ 90 વર્ષ પહેલાં મુંબઇ ભાટીયા પરિષદ મળી હતી જે મીટીંગનો અહેવાલ તથા વિવિધ અગ્રણીઓના પ્રવચનો આપેલા છે તે 52 પાનાની પુસ્તિકા જેમાંશ્રી ભાટીયાઓની કુલકથાકે જે આજથી સાડા પાંચ સૈકા પહેલાં લખાયેલ છે જેમાભાટીયાઓ ક્ષત્રીય છેતે અંગેનાં પ્રમાણો આપેલાં છે.અને તેની છણાવટ કરેલી છે આમ ઉપરોક્ત પ્રમાણો થકી આપણેક્ષત્રીય ભાટીયા છીએ. તે સાબિત થાય છે.
  1. આપણે સ્વબચાવ” માટે વ્યવસાય સ્વીકારેલ. વ્યવસાય” સ્વીકારવાથી જાતિ” બદલાઇ જતી નથી. કારણ કે વ્યવસાય વ્યવસાય છે. કોઇ પણ જાતિની વ્યક્તિ કોઇપણ વ્યવસાય કરી શકે છે. પરંતું કોઇ પણ વ્યવસાયની વ્યક્તિ કોઇપણ જાતિ સ્વીકારી શકતી નથી. માટે આપણે સ્વીકારેલ વ્યવસાયના આધારે નહીં પરંતું અસલ જાતિ ભટ્ટીવંશ”ના રાજા મંગલરાવના રાજકુમારકુલ કુંવરના વંશજો ભાટીયા છીએ. એટલે કે આપણી  મૂળ “ભાટિયા જાતિ” છે.

પ્રશ્ન:-  આપણે ભાટીયા એક હોવા છતાં અલગ અલગ ગોત્ર કેમ છે?

સ્પષ્ટતા : – આપણે ભાટીયા એક હોવા છતાં અલગ અલગ ગોત્ર છે. જેનાં કારણો નીચે મુજબ છે.

1-  ભાટીયાઓમાં સાત પેઢી સુધી “સગોત્ર” લગ્ન થતાં ન હતાં. જેના કારણે અલગ અલગ ગોત્રના ક્ષત્રિયોમાં  લગ્ન કરવામાં આવતાં.

2-  ક્ષત્રીયો “કેસરીયા” કરતા ત્યારે ક્ષત્રીયાણીઓને “સ્વધામ” પહોંચાડવામાં આવતી. જેના કારણે સ્ત્રીઓની સંખ્યા ઓછી થઇ જવાથી જુદા જુદા ક્ષત્રીયો સાથે સંબંધો બાંધવાના કારણે

3- યુદ્ધમાં જીત કે હારના કારણે નવીન જગ્યાએ ત્યાંના “સ્થાનિક ક્ષત્રીયો” સાથે સંપર્કો થવાથી કે સંધી કે સમાધાનના ભાગરૂપે સામાજીક બેટી વ્યવહારોના કારણે.

      આમ વિવિધ  કારણોથી અલગ્  અલગ ક્ષત્રીયો સાથેના વ્યવહારોના કારણે અલગ અલગ ગોત્ર તથા ચન્દ્રવંશી કે સૂર્યવંશી ક્ષત્રીયો પણ મળી આવે છે.

પ્રશ્ન:- ભાટીયાઓને શ્રી મહાપ્રભુજીએ “પુષ્ટી માર્ગીય વૈષ્ણવ” બનાવ્યા તો આપણે “વાણીયા” કેમ ન કહેવાયા?  

સ્પષ્ટતા : – આપણે સામાન્ય રીતે વૈષ્ણવ એટલે “વાણીયા” એવું જ સમજતા હોઇએ છીએ કારણ ક્રે સમાજમાં “વૈષ્ણવ વણીક”  શબ્દ ઘર કરી ગયો છે. એટલે સૌ પ્રથમ આપણા  મગજમાં  વૈષ્ણવ એટલે વાણીયા જ એવું ઠસી ગયું છે. જેથી આપણે તે પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે. પરંતું એવુ નથી. વાણીયા વૈષ્ણવ થયા એટલે “વૈષ્ણવ વણીક” કહેવાયા. જ્યારે ભાટીયા વૈષ્ણવ થયા તેઓ “વૈષ્ણવ ભાટીયા” કહેવાયા. અને આપણા ઇષ્ટ દેવ “શ્રીનાથજી” છે જે શ્રીનાથદ્વારામાં બીરાજે છે.

આપણે વૈષ્ણવ હોવા બાબતનું સૌથી મોટું પ્રમાણ છે કે આપણા મોટા ભાગના ઘરોમાં “શ્રીનાથજી”ના ફોટા જોયા છે જે આપણને વારસાગત સંસ્કારો દ્વારા મળેલ છે. ઘણાના ઘેરે તો “લાલજી” (શ્રીકૃષ્ણનું બાળસ્વરૂપ}ની પધરામણી પણ કરેલી જોવા મળે છે. આમ આપણે વૈષ્ણવ વાણીયા નહીં પરંતું “વૈષ્ણવ ભાટીયા” છીએ.

    જો કે સોળમી સદીથી આજ સુધી ઘણાઓએ જુદા જુદા સંપ્રદાયો અપનાવેલ હોઇ શકે છે. જેમ કે ઘણાએ સ્વામિનારાયણ સંપ્રદાય અપનાવેલ છે. તેવી જ રીતે અન્ય સંપ્રદાય પણ અપનાવેલ હોઇ શકે છે. 

પ્રશ્ન : – આપણે “પંજાબી” ભાટિયા છીએ એટલે આપણે “શીખ” છીએ?

સ્પષ્ટતા : – આપણે સામાન્ય  રીતે એવું સમજતા હોઈએ છીએ કે પંજાબી એટલે “શીખ”. પરંતુ “શીખ સંપ્રદાય”  અપનાવ્યો હોય તે પંજાબી શીખ કહેવાય. પરંતુ આપણે હિન્દુ ધર્મનો “વૈષ્ણવ સંપ્રદાય ” અપનાવેલ હોવાથી ” વૈષ્ણવ ભાટિયા” છીએ.

પ્રશ્ન :- ભાટીયાઓની અન્ય સામ્યતા શું છે?

સ્પષ્ટતા : – ભાટીયાઓની અન્ય ભાટીયાઓ સાથેની સામ્યતા તેઓના કુટુંબની વિધિઓ છે જે નીચે મુજબ છે

ભાટીયા કુટુંબોની વિધિઓ

છઠ્ઠીનો પ્રસંગઃ તે દિવસે કુટુંબના બધા સભ્યો બાળકોને પહેરવાનું અંગવસ્ત્ર તથા સોના ચાંદીની વસ્તુઓ તથા રોકડ રકમ આપે છે. આ દિવસે વિધાતા બાળકના લેખ લખે છે. એક કોરો કાગળ તથા લાલ શાહીની પેન મૂકવામાં આવે છે.

ચૌલ (બાળ મોવાળા) કર્મઃ બાળક (પુત્ર)ના ચૌલકર્મની વિધિ કુળદેવીના મંદિરે અથવા કુટુંબના કોઈપણના લગ્ન પ્રસંગ ઉપર કરવામાં આવે છે. ક્યારેક માનતા હોય તો અન્ય ધર્મ સ્થળોએ કરવામાં આવે છે.

જનોઈ (યજ્ઞોપવિત) – બાળક (પુત્ર) અગીયાર વર્ષ કે એથી મોટો થાય ત્યારે જનોઈ લેવડાવવાની પ્રથા હજુ ભાટીયાઓમાં ચાલુ છે. જનોઈ પ્રસંગ લગ્નની જેમ ધામધૂમથી કરવામાં આવે છે. અથવા અન્ય રીતે વલ્લભકુળ અવતારી ગુરૂદેવશ્રીઓ, ગુસાઈજીના કોઈ લાલ મહારાજશ્રી પાસેથી પણ લેવડાવવામાં આવે છે.

બ્રહ્મસંબંધઃ બાળક સમજણો થાય ત્યારે બ્રહ્મસંબંધ લેવડાવવામાં આવે છે. તે દ્વારા બાળક કૃષ્ણને પોતાનું સર્વસ્વ સમર્પવાનું કબૂલ કરે છે. આમ શ્રી કૃષ્ણના સાનિધ્યમાં વિચારે બાળકનું જીવન ચાલે છે. બ્રહ્મસંબંધ લીધા બાદ બાળકમાં વિવેક બુદ્ધિની માત્રા પૂરતી છે એમ ગણાય છે. બ્રહ્મસંબંધ શ્રી ગુસાઈજીના બાળકો જ આપી શકે છે. કારણ કે તેમને ગુરૂ તરીકે સ્વીકાર્યા છે. વૈદિક વિધિની દીક્ષાની સમકક્ષ અથવા તે કરતાં પણ વિશેષ આ બાબત છે.

સગાઈઃ બંને પક્ષની પસંદગી અને સંમતિથી કુટુંબીજનોની હાજરીમાં બ્રાહ્મણ દ્વારા સગાઈ વિધિ કરવામાં આવે છે. હવે દિકરાવાળા સગાઓની દોકડા દેવાની પ્રથા લગભગ બંધ થઈ ગયેલ છે.

પરણાવવાની વિધિઃ કન્યા પક્ષ તરફથી લગ્ન લખી વર પક્ષને મોકલવામાં આવે છે. લગ્ન વિધિ ગોર દ્વારા વૈદિક રીતે કરવામાં આવે છે. એમાં બન્ને પક્ષ પોતાને અનુકૂળ થાય તે દિવસ રાખે છે. આ દિવસે માંડવા મુહૂર્ત થાય છે. વર અને કન્યાને પીઠીના શુકન કરવામાં આવે છે. અને માળા રોપણી કરવામાં આવે છે. માંડવામાં પાંચ સોહામણી સ્ત્રીઓ થાંભલીને વધાવે છે. અને માણેક સ્તંભ રોપાય છે. લગ્નને દિવસે વરપક્ષ જાન લઈને કન્યા પક્ષને ત્યાં આવે છે. જાન આવ્યા બાદ વરપક્ષ પોતાને મળેલ લગ્ન વધામણીયા સાથે કન્યા પક્ષને આપે છે. ત્યારબાદ પેશકાની વિધિ કરવામાં આવે છે, જેમાં કન્યા પક્ષ વર પક્ષના ઉતારે જાય છે. અને ગોરની સૂચના મુજબ વિધિ કરે છે. ત્યાર બાદ વર પક્ષ કન્યા પક્ષને ત્યાં છાબ લઈને જાય છે. અને કન્યાને આભૂષણ, કપડાં વગેરે ચડાવવાની વિધિ કરે છે. ત્યારબાદ છઠ્ઠીની વિધિ કરવામાં આવે છે. જેમાં વરને દૂધ છાંટવાનું, નવડાવવાની વગેરે વિધિ કરવામાં આવે છે. ત્યાર બાદ વરપક્ષ તરફથી વરઘોડો લઈને કન્યાપક્ષના માંડવે આવે છે. જ્યાં તેનું સ્વાગત પોંખવાની વિધિથી કરવામાં આવે છે. ત્યારબાદ વરરાજા અણવર સાથે માંડવામાં આવે છે અને કન્યાદાનની વિધિ કરવામાં આવે છે. જેને અગ્નિમાં હોમવામાં આવે છે. આમ ચાર ફેરા પૂર્ણ થયા બાદ સંરવલાની વિધિ કરવામાં આવે છે. સૌભાગ્યવંતી સ્ત્રીઓ વિધિ ગોરની સૂચના મુજબ કરાવે છે. ત્યાર બાદ સપ્તપદીની વિધિ કરવામાં આવે છે. જેમાં કન્યા પાસે ગોર આ વિધિ મંત્ર બોલીને કરાવે છે. ત્યાર બાદ ગૌદાનની વિધિ કરવામાં આવે છે. આ વિધિમાં ગૌદાનમાં આવેલ રકમ કન્યાપક્ષ વરપક્ષોને આપે છે અને વરપક્ષ તેમાં પોતાનું દાન ઉમેરી ગાયોના ઘાસચારામાં આ રકમ આપે છે. ત્યાર બાદ કન્યાને વરપક્ષવાળા પવરા પહેરાવવા તેડી જાય છે. પવરા પહેરી કન્યા આવી જાય એટલે કન્યાના મામા કન્યા પાસે ચૌરીનો લોટો ઉતરાવે છે. અને વર કન્યા એક બીજાને હાર પહેરાવે છે. અને સેંથામાં સિંદૂર પુરવામાં આવે છે. ત્યાર બાદ કન્યા પક્ષ તરફથી વરપક્ષને યથા યોગ્ય પહેરામણી કરવામાં આવે છે. વર તથા કન્યાને ગોર ધ્રુવના તારાનું દર્શન કરાવે છે. ત્યાર બાદ કન્યાના જમણા પગના અંગુઠાને દૂધ પાણીથી કન્યાપક્ષ વાળા ધૂએ છે, અને કન્યાને રોકડ ભેટ આપે છે, વર અને કન્યા ઘરની દિવાલ ઉપર કંકુવાળા હાથના થાપા મારે છે. અને ત્યારબાદ પઇ સીંચનની વિધિ કરવામાં આવે છે, ત્યારબાદ વરપક્ષ કન્યાને લઈને પોતાને ઘેર જવા વિદાય થાય છે.

શ્રીમંતઃ આ વિધિ ભાટીયા કોમની જાણીતી બાબત છે. સૌ સૌના રિવાજ મુજબ માતાજી તેડાવે અથવા દેવ પાસે આ વિધિ થાય છે. આ પ્રસંગ જીવનમાં એક જ વખત આવે છે.

આણું બે પ્રકારે થાય છે. પહેલું આણું લગ્ન બાદ, બીજું આણું પુત્ર કે પુત્રીના જન્મ બાદ. દિકરીવાળાઓ શક્તિ મુજબ વહેવાર કરે છે. હવે સુધારારૂપે બંધનો ઓછા થતા જાય છે.

ઉઠમણું – વ્યક્તિના મૃત્યુ બાદ ઉઠમણાની વિધિ આપણામાં જાણીતી છે. સુધારા રૂપે ક્યાંક ક્યાંક પ્રાર્થના સભા રાખવામાં આવે છે.

માળા પહેરામણીઃ વ્યક્તિના મૃત્યુ બાદ તેની પાછળ માળા પહેરામણી તથા કીર્તનની વિધિ કરવામાં આવે છે. જેમાં સુધારા રૂપે હવે સાંજથી સવાર સુધીની વિધિ કરવામાં આવે છે. જેમાં આવેલી ભેટની રકમ શ્રીનાથજીમાં મોકલવામાં આવે છે.

ઉપરોક્ત વિધિઓ ઉપલબ્ધ માહિતી મુજબ જણાવવામાં આવે છે, જેમાં પોતપોતાના ગોર મહારાજ મુજબ વિધિઓ કરવામાં આવે છે. જો કે કાળક્રમે સમય અને સંજોગો તથા પરિસ્થિતિ અનુસાર તેમાં ઘણા ફેરફારો થઇ ગયા હોઇ શકે છે. પરંતું મોટાભાગની  વિધિઓ હજુ આજે પણ તેવી જ છે.

                                                                         એજ, આપનો સેવક,

                                                                                                            શિવ ભાટિયા