પ્રકરણ – ૧૮ સંકલ્પો પૂરા કરવા માટેના સંકલ્પો
Full text
“સમાજની સાંપ્રત સમસ્યાઓ અને તેનું સમાધાન”
પ્રકરણ – ૧૮
સંકલ્પો પૂરા કરવા માટેના સંકલ્પો
આપણે અગાઉ સમાજને વિકાસને લગતા ઘણા પરિબળો જોયા. તેને પૂરા કરવા માટે આપણે સંકલ્પો પણ લીધા. પરંતુ આપણે તમામ સંકલ્પો પૂર્ણ નથી કરી શકતા. તેના ઘણા પરિબળો હોય છે.
- “અવાસ્તવિક સંકલ્પ” કે જે આપણે પૂરા કરવા અસમર્થ હોઈએ.
- ઘણી વખતે કેટલાક સંકલ્પો લઇએ છીએ.પરંતું પછી તે ભૂલી જઇએ છીએ કે “અભરાઇ”એ ચડાવી દઇએ છીએ.
- ઘણી વખતે એક કરતાં વધારે સંકલ્પો લેતા હોઇએ છીએ. અને બધા સંકલ્પો “એક સાથે” અમલમાં મુકીએ છીએ અથવા એક પણ સંકલ્પ હાથ ઉપર લઇ શકતા નથી.
આથી જો આમાંની કોઇપણ પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો સંકલ્પો પૂરા કરવા અંગેની ટીપ્સ નીચે મુજબ છે.
- સંકલ્પો પૂરા કરી શકાય તેવા હોવા જોઇએ.
- એક સાથે ઘણા બધા સંકલ્પો ન લો. કદાચ એકથી વધુ સંકલ્પો લેવા જરૂરી હોય તો તેની “પ્રાથમિકતા” નક્કી કરી ક્રમબદ્ધ અમલ કરવો.
- લીધેલા સંકલ્પો ઉપર પૂરતું ધ્યાન આપી “સમયસર” પૂરૂં કરો.
- જે મહત્વનો નિર્ણય લીધો હોય તે પૂર્ણ કરવા માટે ધીરે ધીરે પણ “દ્રઢ નિશ્ચય” સાથે આગળ વધો.
- સંકલ્પો પૂરા કરવા અગાઉથી “આયોજન” કરવું જોઇએ.
- લીધેલા સંકલ્પો પૂરા કરવા માટે પોતાને હંમેશાં “ગતિશીલ” રાખો.
- સતત “પ્રેરણા” લેતા રહો.
- સંકલ્પો પૂર્ણ કરવા માટે “દ્રઢ મનોબળ” હોવાની સાથે સાથે તેને સતત ટકાવી રાખવા માટે પણ સંકલ્પ કરો. દ્રઢ મનોબળ સિવાય સંકલ્પ પાલનમાં સફળતા મેળવવી અઘરી જ નહીં બલ્કે અશક્ય છે.
- કરેલા સંકલ્પની જાણ તમારા “હિતેચ્છુ મિત્રો”ને પણ કરો જે તમોએ લીધેલા નિર્ણય પાર પાડવા મદદરૂપ થઇ શકે.
- સંકલ્પો પૂર્ણ કરવા માટે “જુની પદ્ધતિઓ ” બદલવી જરૂરી છે.
- કરેલ કાર્યનું સમયાંતરે “મુલ્યાંકન” કરો. અને પ્રગતિનો ગ્રાફ તપાસતા રહો.
- સંકલ્પો પૂર્ણ કરતાં આવતાં “વિઘ્નો” દૂર કરતા રહો. તેમાંની ભૂલો શોધી તેમાંથી કંઇંક શીખતા રહો.
- કંઇંક નવું કરવા માટે જુનું ઘણું બધું બદલવું પડશે. ક્યારેક તો જીવનમાં પણ ધરમૂળથી પરિવર્તન કરવું પડશે. પણ તે તાત્કાલિક બદલાશે નહીં. દરેક પરિવર્તન એનો સમય લે છે. એટલે સંકલ્પને કાર્યાન્વિત થતાં કે પૂર્ણ કરવા માટે થોડો સમય લાગશે જ. એટલે કામની જગ્યાએ જરૂર પ્રમાણે સમય ફાળવો.
- કાર્ય પૂર્ણ કરવાની તે પ્રમાણે “સમયમર્યાદા” નક્કી કરો. હંમેશાં સમયનો સદુપયોગ કરો.
- “નિષ્ફળતા”થી ઘભરાવવું નહીં કે નાસીપાસ થવું નહીં. ધારો કે કોઇ કાર્ય પૂર્ણ કરવામાં નિષ્ફળ જવાય તો ફરીથી પોતાના સંકલ્પને પાળવા માટે તૈયાર થઇ જવું. આ ઉપરાંત અન્ય પરિબળો વિશે પણ ધ્યાન આપવું.
- ભવિષ્યની ચિંતા ન કરવી. “અસરકારક આયોજન” કરવું
- ભૂતકાળની ચિંતા ન કરવી. ભૂતકાળની ભૂલોમાંથી શીખવું. અને જો સફળતા મળી હોય તો પોતાની જાતને તથા સાથી મિત્રો અને સહાયકોને “બિરદાવવા”.
- યાદ રાખો કે “કઠોર પરિશ્રમ”નો કોઇ વિકલ્પ નથી.એ મુદ્રાલેખ યાદ રાખવો.
- કાર્ય પૂર્ણ કરવા માટે કાર્યના “રીવ્યુ” લેવા માટે મીટીંગો અવશ્ય ભરવી.
- દરેક મીટીંગમાં એકની એક વાત વારંવાર કરવી નહીં.
- વધુ “કલ્પનાશીલ” બનો. અને દરેક કામ બુધ્ધિપૂર્વક કરો.
- કોઇ પણ નિર્ધારિત કાર્ય “મુલત્વી” રાખવાની ટેવ ન પાડો.બલ્કે અગત્યતા મુજબ ક્રમમાં ગોઠવી જે તે ક્રમ મુજબ કાર્ય પૂર્ણ કરો.
- ખોટી માન્યતાઓ, અંધશ્રદ્ધા, વ્હેમ, કોઇની ચઢામણી વિગેરે બાબતોથી દૂર રહો.
- નક્કી કરેલા કાર્યોના દરેક તબક્કાઓમાં “આયોજન” કરવું. તણાવભરી ઝિંદગીથી બચવું હોય તો આર્થિક આયોજન અસરકારક પરિબળ બની રહે છે
- કામની વિગતો “ડાયરી”માં લખવી.
- પ્રગતિ માટેના “અવસર”ને વધાવી લો.
- “ખોટા ખર્ચાઓ” ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. જીવન જરૂરી બહારના ખર્ચાઓ ધ્યાન રાખી ઓછ કરવાથી મુશ્કેલીઓ આસાનીથી પાર પાડી શકાય છે.
વિશેષ નોંધ : – સંસ્થાના વિકાસ માટે સંસ્થાને ટ્રસ્ટીઓ/વ્યવસ્થાપકો, સલાહકારો, આયોજકો, પ્રચારકો સામાજિક વિકાસને લગતા લેખો લેખનકારો, તથા સ્વયંસેવકોની જરૂરત પડશે તો આપના મંડળમાંથી કોઇ વ્યક્તિ કોઇ પણ સેવા માટે સ્વૈચ્છિક તૈયાર હોય તો તેઓનાં નામો તથા ટેલીફોન/ મોબાઇલ નંબરો/ઇ–મેઇલ એડ્રેસ મોકલી આપવા વિનંતી.
(અસ્તુ)
