પ્રકરણ – ૧૭ સમાજ સેવા
Full text
“સમાજની સાંપ્રત સમસ્યાઓ અને તેનું સમાધાન”
પ્રકરણ – ૧૭
સમાજ સેવા
સમાજ પાસે સુખ–દુઃખની લાગણીઓની રજુઆત કરી શકાય છે. દુઃખની વેળાએ કોઇ આશાથી જઇને કાંઇક મદદ મેળવવાની આશા રાખી શકે છે.એ જ સમાજના આપણે ઋણી છીએ, જેની સેવા માટે આપણે આપણું જીવન વ્યતિત કરવું જોઇએ. અને સમાજ ઋણમાંથી મુક્ત થવું જોઇએ. અને આપણું શ્રેષ્ઠ અને ઉત્કૃષ્ટ ધ્યેય સમાજ માટે રાખવું જોઇએ. આના માટે સમાજની ખરા દિલથી “સેવા” કરી ઇશ્વરના ભાગીદાર બનો. સુખ–દુઃખની લાગણીઓને સુમધુર બનાવીને તેમાં ઓતપ્રોત બની સેવાનો ફેલાવો કરવો જોઇએ. આ સમાજ આપણા થકી બન્યો છે અને તેના ભવિષ્યનું નિર્માણ પણ આપણા થકી જ થવાનું છે તેવા ભાવ સાથે સેવા કાર્યો કરો.
આપણે જે સમાજમાં જન્મ લીધો છે એનું આપણા પર “ઋણ” છે એ સમાજના વિકાસ માટે આપણે દરેકે યથાયોગ્ય યોગદાન આપવું જ જોઈએ અને સમાજની વિચારધારાને સમર્થન આપવું જ જોઈએ. પરંતું તેને ચુસ્ત વિચારધારા બનાવી અન્ય સમાજનો વિરોધ, કે તેની વિચારધારાનો વિરોધ ના કરવો જોઈએ, અને જાતિવાદને સમર્થન ના આપવું જોઈએ, એ વિચારધારા કદાચિત સમાજને પછાત બનાવશે અને એ સમાજ વિકાસ નહિ કરી શકે. સમાજની સેવાનું કાર્ય એ જ લોકો કરી શકે છે, જેઓ સમયનો ભોગ આપી શકે, જરૂર પડ્યે તન, મન અને ધન દ્વારા સેવા આપી શકે,
આપણો આ પ્રાચીન મહાન “ભટ્ટી વંશ” આજે દુઃખી છે. અને છિન્ન–ભિન્ન થઈ ગયો છે. તો ચાલો આપણી એકતા, સફળતા, વિકાસ અને યોગ્ય સામાજિક પરિચય – ઓળખાણ થાય એ માટે શંકાઓ અને આળસવૃતિને એકબાજુ મુકી,બીજા મિથ્યા કામો માં ટાઇમપાસ કાઢવા કરતા દરરોજ એક કલાક સમાજ માટે ફાળવીએ. અને આવતા પાંચ થી દસ વષઁ સુધી સમાજ નાં સારા કામો માટે મંડી પડીએ.
આપણા સમાજમાં આપણી આસપાસ શુ થઈ રહ્યું છે? એના ઉપર આપણે ધ્યાન આપી સમાજ ના વિકાસ માટે પ્રવાસગમન કરી મંદિરો, છાત્રાલયો, સમાજવાડીઓ, સમૂહ લગ્નો, ઇનામ વિતરણો, પરિચય પૂસ્તકો વગેરે કાયોઁ કરી , આવા કાયોઁ ની સાથે સાથે સમાજના ભવ્ય ઇતિહાસો, આપણા પ્રાચીન ગ્ંથો, આપણી એકતા, સંગઠન, અને એજયુકેશન માહિતી, માગઁદશઁન, નોકરી, બિઝનેસ , અને સ્વરોજગાર જેવી બાબતો ઉપર ધ્યાન આપી, અત્યાર સુધી કરેલ ભૂલો સુધારીને હવે એકતા અને વિકાસ માટે એકનાદ કરીએ.
સમાજ માટે આગળ આવવા તપ્તર બનેલા અને નિષ્ઠાથી ઊભરાતા આપણા “યુવાન–યુવતીઓ” જયારે સાથ–સહકાર આપવા તૈયાર થયા છે ત્યારે આપણે યોગ્ય આયોજન કરી સાચી દિશામાં આગળ વધીએ
જ્યાં સુધી સામાન્ય અને ગરીબ તેમજ મધ્યમ વગઁની ઉપેક્ષા કરવા માં આવશે અને તેમને યોગ્ય માગઁદશઁન અને તેઓની યોગ્ય નોંધ નહિ લેવામાં આવે આપણા રાજકીય આગેવાનોનુ બધુ રાજકારણ વ્યથઁ છે. આપણા રાજકીય આગેવાનો ની સમક્ષ હમેશા સમાજના મધ્યમ વગોઁના વિકાસ નો મૂદા્લેખ રાખો અને પછી તેઓ ને મત આપો અને રાજકીય પદ બનાવવાનો અવસર આપો.
કેળવણી ! કેળવણી ! અને કેળવણી ! કેળવણી થી આત્મવિશ્વાસ જન્મે છે .અને આત્મવિશ્વાસ જ મનુષ્ય ને વૈચારિક ,આથિઁક અને સામાજિક સમૃદ્ધી અપાવી શકે છે. તો આવો કેળવણી કરીએ
આપણા જીવનની એકમાત્ર મહત્વકાંક્ષા હોવી જોઈએ કે એવુ તંત્ર ગતિમાન કરવું કે જે ઉમદા વિચારો ને દરેક ઘર સુધી પહોંચાડે , જીવનનાં સૌથી વિશેષ મહત્વ ના પ્રશ્નનો અંગે આપણા પૂવજો અને અન્ય રાષ્ટો,સમાજોએ શું કયુઁ? તેનો અભ્યાસ કરે અને જાણે પછી સમાજ ના ગરીબ, દુઃખી ,અને વિદ્યાર્થીઓને મદદ કરે. આ વિચારી અને પછી નિર્ણય કરી . .આવો એકનાદ કરીએ
આપણી પહેલી અને મહત્ત્વની આવશ્કયતા છે. સમાજ્રપ્રત્યેની ઇચ્છાશકિત અને વિશ્વાસ. આપણે બધું જ કરીએ શકીએ છીએ બસ જરુર છે સમાજ પ્રેમ અને આચરણ સાથે જવાબદારી ઉપાડવાની.
સમાજ વિકાસ માટે કોઈ મહત્ત્વ નુ કાર્ય હોય તો તે છે નિડરતા વિકસાવવી અને સમાજ નાં વિકાસ માં આડે આવતી અડચણો દુર કરવાનું તો આવો હાકલ કરીએ ……આપણા “સ્વવિકાસ અને સમાજવિકાસ” માટે
સમગ્ર ગુજરાતના મારા જ્વાલા પરિવારના સદસ્યો, વડીલો, આગેવાનો, યુવાન મિત્રો, માતાઓ, બહેનો, સૌ આવો આપણે સૌ સાથે મળીને સમાજનો “સર્વાંગીય વિકાસ” થાય તેવો “સંકલ્પ” લઈએ, કારણ કે સમાજને દીપાવવો એ આપણા હાથની વાત છે. જેથી સમાજના સર્વાંગીય વિકાસ માટે “સેવાનો” તથા “પરસ્પર ભ્રાતૃભાવ” વધે તેવો સંકલ્પ લઈએ.
