શિવ સંદેશ
Religious

ધંધા રોજગારમાં વિકાસ

26 July 2020
Opening book…

Full text

ધંધા રોજગારમાં વિકાસ

          સામાન્ય રીતે ધંધો, રોજગાર, વેપાર કરનારાઓના નીચે મુજબ વિભાગ (સ્તર) પાડી શકાય.

  1. ફેરી ફરીને  રોજગારી મેળવવાવાળા          
  2. પથારા  દ્વારા  રોજગારી મેળવવાવાળા          
  3. કેબીનો દ્વારા  રોજગારી મેળવવાવાળા          
  4. નાની દુકાનો દ્વારા રોજગારી મેળવવાવાળા          
  5. મોટી દુકાનો દ્વારા રોજગારી મેળવવાવાળા          
  6. હોલ સેલ વેપાર 
  7. આધુનિક જમાનામાં “મોલ” કલ્ચર

સૌથી પહેલાં તો પોતે કયા વિભાગમાં આવે છે તે પોતાની જાતે નક્કી કરવું. તે પછી ક્યાં પહોંચવું છે તેનો પાકો નિર્ધાર કરવો. અને સંકલ્પ કરવો કે હું વિભાગમાં પહોંચવા અથાગ પ્રયત્નો કરીશ. સંકલ્પ માણસને સિદ્ધિ તરફ લઇ જાય છે. તેમાં જરૂર હોય છે દ્રઢ નિર્ધાર, પુરુષાર્થ અને ધીરજ સાથે હકારાત્મક અભિગમ સાથે અમલીકરણ.

ઉપર પ્રમાણે પોતાનો વિભાગ નક્કી કર્યા પછી અને ક્યાં પહોંચવું છે તે નક્કી કર્યા પછી પોતાના વિભાગમાંથી એક વિભાગ (એક પગથિયું) ઉપર ચડવા માટે પ્રયત્નો આદરી દેવા જોઇએ. દા.. તમારો વિભાગ ( ) છે એટલે કે પથારાવાળામાં છે. તો સૌ પ્રથમ ( ) ઉપર પહોંચવા સંકલ્પ કરવો જોઇએ. જેના માટે પહેલાં કેબીન મેળવવા પ્રયત્ન  કરવો જોઇએ. કેબીન મળી જાય તો પથારાવાળા વેપારને કેબીનમાં તબદીલ કરી શકાય.

હવે તમે વિભાગ (3) માં આવી ગયા છો. વિભાગ 3 માં થોડોક વિકાસ થયા પછી નાની દુકાન મેળવવા પ્રયત્ન કરવો અને કેબીનનો વેપાર ધંધો નાની દુકાનમાં તબદીલ કરી શકાય.

આમ તમો પથારાવાળામાંથી નાની દુકાન સુધી ફક્ત બે સ્ટેપમાં આવી શકો છો. તે પ્રમાણે () થી ()- અને (4) થી () અને (૫) થી (૬) સુધી પોતાનો વેપાર ધંધો વિકસાવી શકો છો..

ઘણી વ્યક્તિઓ ઉત્સાહી હોય છે. વિચારતા પણ હોય છે. પરંતું તેનો અમલ કરી શકતા હોતા નથી. જેના કારણે વિકાસ કરી શકતા હોતા નથી.આવી વ્યક્તિઓએ ફક્ત વિચાર કરી બેસી રહેવાના બદલે અમલ કરવો જરૂરી હોય છે. તો ચોક્કસ વિકાસ કરી શકે છે.

ઘણી વ્યક્તિઓ અતિ ઉત્સાહી હોય છે. જે સહેજ પણ પ્રગતિ થતાંથોડીક આવક વધતાં જો પોતાને મકાન કે વાહન હોય તો લોન લઇને મકાન કે વાહન ખરીદી લેતા હોય છે. જેના કારણે વેપાર ધંધામાં જ્યાં હોય ત્યાંના ત્યાં રહે છે. અને મકાનના હપ્તા ચાલુ થઇ જાય છે. જેથી વેપારમાં પ્રગતિ અટકી જાય છે. ઘણા આવા અતિ ઉત્સાહી માણસો ઉપર પ્રમાણે દુકાન ખરીદી લેતા હોય છે. દુકાન ખરીદી લીધા પછી પૈસાનો સ્રોત અટકી જાય. દુકાનમાં ફરનીચર બની શકે તો વેપાર ધંધો જેમનો તેમ રહે. અને દુકાન પણ ફરનીચર વગરની જેમની તેમ રહે. આમ વિકાસ અટકી જાય છે.

          ઉપર પ્રમાણેની શક્યતાઓ રહેલી છે. પરંતું તેના માટે તમો તમારા ધ્યેય સુધી પહોંચી ગયા હો ત્યારે કરી શકાય. ધ્યેય સુધી પહોંચ્યા હોઇએ ત્યાં સુધી ધ્યેય સુધી પહોંચવા માટે સૌ પ્રથમ કેબીન, દુકાન વિગેરે ભાડે રાખી શકાય. અને આવકની સદ્ધરતા પ્રાપ્ત કર્યા પછી નવી કેબીન કે દુકાન ખરીદી શકાય.

બીજો વિકલ્પ એવો છે કે જો તમોએ કેબીન કે દુકાન ખરીદી લીધી છે અને બેંકના કે અન્ય હપ્તા ભરવાના થાય છે તો ચાલુ વેપાર ધંધામાં એક નવિન આઇટમ ઉમેરી તેની આવક અલગ રાખી હપ્તા ભરવાની વ્યવસ્થા કરી શકાય.

આમ એક સ્ટેપ પછી બીજો સ્ટેપ પછી ત્રીજો એમ સ્ટેપવાઇઝ” પ્રગતિ કરવાથી કોઇપણ જાતની હાડમારી ભોગવ્યા સિવાય વિકાસ કરી શકાય.